________________
• શબ્દસમીપ • નેકી તો કંઈ જ નથી, માટે બદી છોડી દો ને અમને તમારી નેકીને જ પોકારવા દો. નહિ તો થોડે દહાડે તમારે કંગાલ થવું પડશે. કવિઓ અને કારભારીઓ, તમારા ગજવાને ન જુઓ; દેશનો ખજાનો જાય છે એમ વિચારો. રાજાઓની સુસ્તી, તેઓની નામઈ, તેઓની અવિદ્વત્તા એ ઉંપર નિંદાયુક્ત કવિતા રચ જેથી, તેઓ દુભાઈને ચાનક રાખીને કુળનામ બોળ્યાં છે તેને તારે. રાજાઓ જ પોતાના દ્રવ્યથી શ્રમ લઈ દીર્ધદષ્ટિ દોડાવશે ત્યારે જ હિંદુનું નામ ઊંચું આવશે. મહેનત કરતા મરવાથી કેમ બીઓ છો ? ઓ રજપૂતો ! ‘રસ્વ મર તુન' કમ્મર બાંધી દેશાટન કરો ને ત્યાંથી નવી યુક્તિઓ લાવીને તમારા રાજ્યને સુધારો.”
આ લખતી વખતે નર્મદના હૃદયમાં કેવો ‘જોસ્સો' ઊછળતો હશે. આટલી જ તેજાબી શૈલીમાં નર્મદે સમાજમાં પ્રવર્તતા દંભ, શોષણ અને છેતરપિંડીને દૂર કરવા પ્રયત્ન કર્યો. આની પાછળ એનું ઉત્સાહથી ઊછળતું જોમ જેટલું કારણભૂત છે એટલી જ એના હૃદયની સચ્ચાઈ પણ છે. મચ્છર કરડે તો કરડવા દેવો અને રોગ આવે તો ઓસડ ન કરવું અથવા તો કર્મમાં લખ્યું હશે તે થશે એનું વિચારનાર નર્મદ નથી. એ તો માને છે કે માણસ થઈને કાર્ય-કાર્ય ન સમજીએ તો ‘ઢોરમાં ને આપણામાં ફેર શો ?’ વિધવાઓની દુર્દશા વિશે, ‘પુનર્વિવાહ' નિબંધમાં પ્રત્યેક શબ્દ નર્મદની વેદનાનું આંસુ ટપકતું દેખાય છે. અહીંયાં એની શૈલી ધારદાર અને પારદર્શી બની જાય છે, પણ એના મૂળમાં તો એના હૃદયને શીર્ણ-વિશીર્ણ કરી મૂકતી વેદનાઓ છે. એ કહે છે –
“શહેરેશહેર, ગામેગામ ને ઘેરઘેર, વિધવાનાં દુઃખથી થતાં પાપથી લોક જાણીતાં છે. અને કોઈ બાળક વિધવાને તેના એકાંતમાં નિસાસા મૂકતી જોવી અથવા દિલગીરીના વિચારમાં ડૂબી ગયેલી જોવી, તેને પ્રસંગે (લગ્ન કાર્યમાં વિશેષ કરીને) હડહડ થતી જોવી, તે બીચારી પર (અરજ્ઞાન અવસ્થામાં) આવી પડેલી ગરીબાઈ અને દાનાઈની તસવીર જોવી, તેને ચારમાં બેઠી છતે પોતાની જ દિલગીરીમાં કણકણો ખાતી જોવી, તેને નિરંતર શોકથી સુકાઈ જતી જોવી, તેને વશ ઉતારતી વખતે ટટળતી તથા આરડતી જોવી. ને આખરે માથું અફાળતી હજામની પાસે શરમાતી જતી જોવી, અને પાછી રૂઢિ વહેમના જુલમને સહન કરતી જોવી એ સઘળું શું માણસજાતની કુમળી છાતીને વીંધી નાખીને એકદમ દયાનો જોભો આણવાને બસ નથી ? પથ્થર, લોઢું અને વજ
• ગુજરાતી ગદ્યનું પ્રભાત • એ જડ છતાં પણ વિધવાઓના સ્પર્શ થકી પાણી પાણી થઈ જાય; નથી થઈ જતાં તેનું કારણ એ કે વિધવાઓ સમજતી અવસ્થામાં કુકર્મ કરે છે એથી તે જડ પદાર્થમાંથી દયા ખસીને તેમનામાં ધિક્કાર પેસે છે. રે પથ્થર પલળે તો કુમળી છાતી કેમ ન પલળે ?”
નર્મદના ગદ્યનું બળ અહીં પ્રતીત થાય છે. એ જેટલા આગ્રહથી શેરબજાર કે રોવાકૂટવાની ઘેલછા પર પ્રહાર કરે છે, એવો જ પ્રહાર કશાય સંકોચ વગર ધનિક વર્ગ કે ડોળઘાલુ અગ્રણીઓ પર કરતાં અચકાતો નથી. સમાજ ના આ બડેખાંઓ ઉપર એ એવો ‘ડાંડિયો ” વગાડે છે કે ભલભલા એનાથી ધ્રુજતા હતો; નિર્ભયતા અને વાણીની તિમતા એ ‘ડાંડિયો'નાં મુખ્ય લક્ષણ ગણાય; આથી જ જેણે અગાઉ ‘ડાંડિયો'ને મદદ કરી હોય પણ એ પછી એના ટીકા કરનારા મતલબિયા મિત્રોને પણ સાવચેત રહેવાનું કહે છે. ગુજરાતી શેઠિયા કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ટીકા કરતાં ‘ડાંડિયો' અચકાતો નથી. આમાં નર્મદની નિર્ભીકતા પ્રગટ થાય છે. “મારી હકીકત'માં નર્મદે એક સ્થળે નોંધ્યું છે કે લ્યુથરે એમ કહ્યું હતું કે મોહોલના જેટલાં નળિયાં છે તેટલા મારા દુમન હશે તોપણ મારો મત છોડીશ નહિ. ત્યારે લ્યુથરના આ વાક્યનો ઉલ્લેખ કરીને નર્મદ કહે છે કે એ નળિયા ભાંગ્યાથી નાની નાની કકડીઓ થાય તેટલા દુશમન હશે તોપણ હું દરકાર રાખવાનો નથી. નર્મદના ગદ્યનો જન્મ પોતાના જમાનાના પ્રત્યાઘાતમાંથી થયો છે. આથી જ એ પોતાનાં ગદ્યલખાણોને પ્રસંગના જોસ્સાઓની નિશાની કહે છે. નર્મદ જુસ્સાભેર પોતાના કુશળ વક્તત્વથી, હાથની જુદી જુદી ચેષ્ટાઓથી, ભિન્ન ભિન્ન આરોહ-અવરોહથી શ્રોતાઓને સંબોધતાં કહે છે –
“વહેમી અને દુ:ખ દેતા ભૂત, પિશાચ, પિતૃ વગેરેના વિચારો વિશે સાવધ રહેતા જાઓ, નાતના દોર ઓછા કરો, કવિઓના અલંકારોને ખરા ન માનો. ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા જાઓ ને તેને બદલે તમારાં વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે છે તે વાતો સ્વીકારતા રહો. હિંમત, હિંમત, હિંમત ધરો. જેની પાસે સાધન ન હોય તેને સઘળી વાતની વાર લાગે, પણ તમારી પાસે રસાળ જમીન છે, અમુલ્ય ખાણો છે, જે જોઈએ તે તમારી પાસે જ છે. વિદ્યા અને શ્રમ એ પણ તમારા જ હાથમાં છે. ત્યારે કહો ભાઈ, શા માટે ન મંડી પડીએ ? દેખીતી આંખે, કુમળી ચામડીએ અને નાજુક દિલ, દુઃખના બળાપા કેમ સહન કરીએ ? આવો, આપણે રણમાં ઉદ્યમબુદ્ધિથી તેર વાર ઉછાળીએ. ”
૭૪ ]