________________
• શબ્દસમીપ • - એમ બંને મળે છે. આ વલણ હિન્દી અને ગુજરાતી એમ બે જૂથમાં જોવા મળે છે. આ રીતે ૧૨મી સદીના હેમચંદ્રીય અપભ્રંશના સમયથી ભાષાના વિકાસનાં બીજ વવાઈ ચૂક્યાં હોવાનું જણાય છે. વળી જૈન પરંપરામાં લોકભાષામાં સાહિત્ય રચવાનો ઉપક્રમ હોવાથી અપભ્રંશની થોડી છાંટવાળી લોકબોલીમાં જૈન સાહિત્ય રચાવા લાગ્યું. આને કારણે ગુજરાતી ભાષાની પ્રાચીનતમ કૃતિઓ જૈન લેખકો પાસેથી મળે છે.
ગુજરાતી ભાષાના સાહિત્યનો પ્રારંભ શાલિભદ્રસૂરિએ ઈ. સ. ૧૧૮પમાં લખેલા ‘ભરતેશ્વર-બાહુબલિરાસ'થી થયો એમ કહેવાય છે. ઈ. સ. ૧૧૭0 પૂર્વે વજસેનસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિદોર' લખાયાનું મનાય છે. આ કૃતિ પછી છેક બે સૈકા બાદ ગુજરાતી ભાષામાં ઈ. સ. ૧૩૭૧માં જૈનેતર સર્જ કે લખેલી અસાઇતની ‘હંસાઉલી’ મળે છે. આ રીતે હેમચંદ્રીય અપભ્રંશના પ્રભાવ હેઠળ જૈન સાધુઓની સાહિત્યરચના વહેલી કોળી ઊઠી. વળી હેમચંદ્રાચાર્યે શૌર્ય અને શૃંગારના, પ્રેમ અને પરાક્રમના જે દુહાઓ આપ્યા છે તેમાં ગુજરાતી ભાષાના પરોઢનાં કિરણો જોઈ શકાય છે. આ દુહાઓમાં એ સમયના ગુજરાતના પ્રેમશૌર્યની ઝાંખી મળે છે.
હોલ્લા સામલા ધણ ચંપાવણી
ણાઈ સુવણરેહ, કસવટ્ટ ઇ દિણી.” ઢોલ-નાયક તો શામળો છે, ધણ (પ્રિયા-નાયિકા) ચંપાવર્ણી છે જાણે કે સુવર્ણની રેખા કસોટીના પથ્થર પર લગાવી હોય તેમ.
ચંપાવરણી ગુજરાતણ અને અફાટ દરિયાનાં ઊંચાં મોજાં સાથે ખેલીને, લાખોનાં મોતી લાવી એ નારીને શણગારનારા સાહસિક ગુજરાતીની છબી જોવા મળે છે. એ જ ગુજરાતની વીરતા હેમચંદ્રાચાર્યે નોંધેલા આ દુહામાં મળે છે :
જઇ ભગ્ગા પારકડા, તો સહિ મન્નુ પિએણ;
અહં ભગ્ગા અન્ડહં તણા, તો તે મારિઅ૩ણ. જો પારકા શત્રુઓ ભાગ્યા હશે તો ખરેખર, મારા પિયુથી એ પરાક્રમ થયું
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • હશે, અને અમારા ભાગ્યા હોય તો તે મારો પિયુ) મૃત્યુ પામેલ હોય તેથી.
હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ' વ્યાકરણ પછી બીજાં પુસ્તકો રચ્યાં, જેને પરિણામે ગુજરાતની સાહિત્યકીર્તિ વધી અને વિશેષ તો એમણે “ધૂમકેતુ'ના શબ્દોમાં કહીએ તો “લોકોને વાણી આપી અને બોલવાની શૈલી આપી.” હેમચંદ્રાચાર્ય રચેલા કોશો એ પછી સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં રચાતા રહ્યા. ભૂજ માં જૈન યતિઓની કવિતાની ‘શાળા'એ વ્રજ કોશસાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ૧૪મા સૈકામાં કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઓક્તિક'થી માંડીને ૧૮મા સૈકા સુધી નાના-મોટા ઔક્તિકો રચાયા છે. એ પછી કોશ વિશે અંગ્રેજી સાહિત્યના અધ્યયનને કારણે વિભાવના બદલાઈ અને કોશસામગ્રી પણ પ્રજાની જરૂરિયાત પ્રમાણે બદલાઈ. ઈ. સ. ૧૮૦૮માં આર. ડેમંડ નામના અંગ્રેજ અમલદારે પોતાની નિવૃત્તિ પૂર્વે પશ્ચિમ ભારત પ્રત્યેના પ્રેમને દાખવવા માટે ‘ગ્લોસરી' શીર્ષક હેઠળ મોટા કદનાં ૯૮ પાનાંમાં ૪૬૩ ગુજરાતી શબ્દોની વિસ્તૃત સમજૂતી આપી હતી. ભાષાષ્ટિએ અને એ સમયની સામાજિક પરિસ્થિતિની ઓળખ માટે આ મૂલ્યવાન શબ્દકોશ ગણાય. એમ તો અર્વાચીન સમયમાં હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્ય પર સૌપ્રથમ સુંદર સમીક્ષા લખનાર જર્મન વિદ્વાન ડૉ. બુલર છે.
ગુજરાતમાં કોશપ્રવૃત્તિનો પ્રારંભ હેમચંદ્રાચાર્યથી થયો. સંસ્કૃતમાં ‘ત્યાશ્રય” અને પ્રાકૃતમાં ‘કુમારપાલચરિત્ર'માં ચૌલુક્યવંશનો ઇતિહાસ મળે છે અને તેની સાથોસાથ ‘ત્રિશષ્ટિશલાકાપુરુષચરિતના મહાવીર ચરિતમાં રાજા કુમારપાળ સંબંધી નોંધ મળે છે અને એમાંથી એમની અપૂર્વ ઇતિહાસસેવા જોઈ શકાય. એમણે ચૌલુક્યવંશનો ઇતિહાસ રચીને ગુજરાતનું ગૌરવ પ્રગટાવ્યું, જે એક અપૂર્વ પ્રયત્ન કહેવાય. અપભ્રંશ ભાષામાં થયેલું છન્દસ્વરૂપોનું સર્જન, પરંપરાપુનિત કાવ્યરીતિનું પ્રભુત્વ અને જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોની પરંપરા પ્રાચીન ગુજરાતી ભાષામાં ચાલુ રહી છે અને તેમાંથી એણે નવો વિકાસ સાધ્યો છે. હેમચંદ્રાચાર્ય પછી ગુજરાતમાં જૈન કવિઓ થયા તે તેમની પાસેથી પ્રેરણા પામે છે. યોગી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, જિનહર્ષ, ઉદયરત્ન, પદ્મવિજય, શાનચંદ્ર, સહજ સુંદર, દેવચંદ્ર, લાવણ્યસમય, વીર વિજયજી જેવા કવિઓ મળે છે. ગુજરાતી ભાષાના સોળસો જેટલા મધ્યકાળના જૈન કવિઓમાં ૧,પપ0 જેટલા જૈન
0 ૩૫ ]
૩૪ ]