________________
• શબ્દસમીપ • વળી તેમના ભાઈ વિઠ્ઠલે એમ કહ્યું કે ભગવાં વસ્ત્ર પહેરવાથી કુટુંબને કલંક લાગશે. નારાયણમાં કમાવવાની શક્તિ નથી, માટે ભગવા પહેર્યા છે એમ જ્ઞાતિજનો વિચારશે અને પરિણામે નામોશી થશે. નારાયણ હેમચંદ્ર પણ વિચાર કર્યો કે પહેલાં તેઓ સફેદ વસ્ત્રધારી બ્રહ્મચારી હતા, તેવા જ રહેવું. પોતાની વાત સ્વીકારાતાં એમનો ભાઈ વિઠ્ઠલ આનંદિત થયો હતો અને નારાયણ હેમચંદ્રએ સફેદ ભગવાં પહેરવાનું ચાલુ રાખ્યું.
નારાયણ હેમચંદ્ર વિદેશમાં બેડોળ પાટલૂન, ચોળાઈ ગયેલો બદામી રંગનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ટોપી પહેરતા હતા. ગાંધીજીએ નોંધ્યું છે તેમ બધાં ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને અમેરિકામાં ધોતિયું અને પહેરણ પહેરી નીકળ્યા હતા ત્યારે અસભ્ય પોશાકના તહોમત હેઠળ તેમને પકડવામાં આવ્યા હતા અને પાછળથી મુક્ત કરવામાં આવ્યા હતા.
વેશ વિચિત્ર અને દેખાવ પણ એવો જ , બાડી આંખો, મોં પર શીળીના ડાઘ, ગોળ ચહેરો, દાઢી પર સતત હાથ ફર્યા કરે, હલનચલનમાં કઢંગાપણું, ચાલતી વખતે એક હાથ સ્થિર અને બીજો વીંઝાતો હોય, બાજુએ ચાલનારને અજાણપણે હાથ મારતા જાય, બોલતી વખતે થંક ઊડે અને સાંભળનારને એમની વાતચીતમાં વલવલાટનો અનુભવ થતો. વ્યક્તિને બદલે એમને એના પિતાનું નામ યાદ રહેતું અને એને પિતાના નામથી સંબોધતા. અંગ્રેજી ભાષા ન આવડે તો પણ ઇંગ્લેન્ડમાં ફેરવામાં સહેજે મૂંઝવણ અનુભવે નહિ. ‘ભાષાને શું વળગે ભૂર' એ ઉક્તિને તેઓ ભ્રમણ અને લેખન બંને પરત્વે સાર્થક કરતા હતા.
પ્રવાસ કરવાની નારાયણ હેમચંદ્રની પદ્ધતિ જુદા પ્રકારની હતી. ઓછામાં ઓછા ખર્ચે પ્રવાસ થાય તેવું આયોજન કરતા. જૂનાગઢના દીવાન, કચ્છના દીવાન જેવી વ્યક્તિઓ પાસેથી એ પ્રવાસની ૨કમ મેળવતા. તેઓ અમુક દેશ કે પ્રદેશનો પ્રવાસ કરવાની ઇચ્છા પ્રગટ કરતા અને મદદ મળી રહેતી. ક્યારેય કોઈ પર આ માટે દબાણ ન કરે, પણ જરૂરી રકમ મળી જ રહેશે તેવી એમને શ્રદ્ધા. પુસ્તકમાંથી અને મિત્રો પાસેથી જે કંઈ મળે તે લેતા. નરસિંહરાવે એમની તા. ૨૮-૯-૧૮૯૨ની રોજનીશીમાં નારાયણ હેમચંદ્રના પત્રનો ઉલ્લેખ કર્યો છે. એમાં નારાયણ હેમચંદ્ર ઓરિએન્ટલ
1 પર 3
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • કૉંગ્રેસ જોવા ગયા, તે પ્રસંગ નોંધ્યો છે. આ કોંગ્રેસ જોવાની એક પાઉન્ડની ટિકિટ હતી. નારાયણ હેમચંદ્ર પાસે માત્ર ત્રણ પાઉન્ડ હતા. આથી નારાયણ હેમચંદ્ર કોંગ્રેસના મંત્રીને મફત જવા દેવા વિનંતી કરી. મંત્રીએ ના પાડી, પણ કહ્યું કે તે નારાયણ વતી આટલી રકમ આપી દેશે. એની નારાયણે ના પાડી. રસ્તામાં મિસ મેનિંગ મળ્યા, પણ એમણે આ બાબત અંગે આંખ આડા કાન કર્યા. પૅરિસમાં ઓળખાણ થઈ હતી, તે પ્રોફેસર મળ્યા. એમની સાથે સાહજિક રીતે વાત થઈ. પ્રોફેસર નારાયણને પાછા લઈને આવ્યા. અંદર જઈને નારાયણ વિશે વાત કરી. મંત્રીએ બહાર આવીને નારાયણને માનપૂર્વક પ્રવેશ આપ્યો. નારાયણ હેમચંદ્ર અને પ્રોફેસરના નામવાળી ટિકિટ આપી.
નારાયણ હેમચંદ્રએ પત્રમાં લખેલી આ ઘટનાનો ઉલ્લેખ કરી નારાયણે આપ કંઈ મોકલી શકશો, એવી નરસિંહરાવને કરેલી વિનંતી અંગે નોંધ છે.
શા માટે ના મો કલું ? નારાયણ ! હારા જેવા સાધુ પુરુષને મોકલેલા રૂપિયા મોજ શોખ માં ખરચેલા રૂપિયા કરતાં હજારોગણા ઉત્તમ. મોકલું છું; મોકલું છું. પણ આટલું મોડું કેમ લખ્યું? આટલા દહાડા શું થયું હશે ? ઈશ્વરકૃપાથી હેને કોઇ પણ તરફથી મદદ મળી હોય તો સારું. ચિંતા થાય
નારાયણે હેમચંદ્રને રૂ. ૨૪૮-૪-૦ = ૧૫ પાઉન્ડ તારથી મુંબાઈ મ. ઓ. મોકલ્યો. શનિવારની મેલ ચૂકે નહિ માટે. [‘નરસિંહરાવની રોજનીશી', પૃ. ૨૩-૨૪ /
પ્રવાસમાં બીજો કોઈ ખર્ચ નહિ અને બધે ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. એમણે ડેકમાં રહીને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. નારાયણ હેમચંદ્રએ નાનપણથી જ નિશ્ચય કર્યો હતો કે કોઈને ત્યાં ભોજન કરવું નહિ અને કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ કરવી નહિ, કારણ કે ‘આને કારણે પ્રીતિ ઘટે છે.'
આત્મકથાકાર એની જીવનકથાનું ક્રમબદ્ધ આલેખન કરે છે, પણ જીવનના પ્રસંગોની પસંદગીમાં એનું વ્યક્તિત્વ અને રસ-રુચિ પ્રગટ થાય છે. નારાયણ હેમચંદ્ર પાસે અલાયદું વ્યક્તિત્વ અને આગવું વિશ્વ છે. આ
3 પ૩ ]