________________
• શબ્દસમીપ • ગાથા વગેરે ઘણા સૂક્તોથી શોભતું એનું આંગણું છે. તેમાં સુદેવ, સુગુરુ અને સુધર્મ જેવા સંસારના દુઃખનું નિવારણ કરનાર ઓછાડ છે. આવી રીતે જ્ઞાનવિમલ આનંદમંદિર સાથે પોતાની કૃતિને સરખાવે છે. જ્ઞાનવિમલમાં આવી સરખામણી ઘણે સ્થળે જોવા મળે છે. જેમકે વિવેકરૂપી વિશાળ નગર, અગ્નિરૂપી એનો પાયો, નવતત્ત્વરૂપી એનો દરબાર, સમ્યફ બોધરૂપી મહેલો, સમવાયરૂપી સેનાની કલ્પના પણ એ આપે છે. જિનમંદિરની ઊંચે ફરકતી ધજાઓ જાણે સ્વર્ગલોકની હાંસી કરતી ન હોય એ રીતે જુદા જુદા અલંકારોથી પોતાની વાત કરે છે. આ રાસના પહેલા ખંડમાં કથાપ્રવાહ વેગથી ચાલે છે, પણ બાકીના ત્રણ ખંડમાં સમસ્યા, સુભાષિતો, દૃષ્ટાંતો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતોની સાથે કથાતંતુ ચાલે છે.
જ્ઞાનવિમલની વિશેષતા એ છે કે એના ચિત્તમાં એટલાં બધાં દૃષ્ટાંતો, સુભાષિતો, અલંકાર, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતો ઊભરાયાં કરે છે કે એને આને માટે કોઈ અભ્યાસ કરવો પડતો નથી. એ બધું જ આપોઆપ કથાનકની સાથે ગૂંથાતું આવે છે. તક મળે ત્યાં એ ધર્મનો મહિમા કે કર્મની મહત્તા ગાવાનું ચૂકતા નથી. ક્યાંક સંસ્કૃત સુભાષિતની સાથે તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. કર્ણપિશાચિની, સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વશીકરણ, અષ્ટાંગનિમિત્ત કે
જ્યોતિષની વાત કરે છે, તો આમાં લક્ષણો, સ્વપ્નનો અર્થ, સ્ત્રીઓના પ્રકારો, પુરુષની બોતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા કે વનમાં થતાં વૃક્ષોની યાદી આપે છે. આ રાસમાં સૂર્યની રાણીની વેદનાનું કે સાસુની વહુને દુ:ખી કરવાની મનોવૃત્તિનું આલેખન આકર્ષક છે. કથારસની સાથોસાથ જ્ઞાનોપદેશ એ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ બને છે.
જ્ઞાનવિમલસૂરિ આમાં જૈન માન્યતા પ્રમાણે ભૌગોલિક રચનાનું આલેખન કરવા સાથે જૈન ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું વિવરણ પણ આપે છે. સંસ્કૃત શ્લોક્સે અને પ્રાપ્ત ગાથાઓનાં ઉદ્ધરણો આપે છે તો સુભાષિત-સમસ્યા-હરિયાલીની મનોમન ગૂંથણી રચે છે. આ કૃતિની એક વિશેષતા એ એનો કાવ્યબંધ છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જ કડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો મળે છે અને ઝડઝમકવાળી ચારણી શૈલી જ્ઞાનવિમલની
B ૪૨ ]
• જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન • કાવ્યનિપુણતાનો મનોરમ ખ્યાલ આપે છે. માત્ર વિસ્તારને કારણે જ નહીં પણ પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે આ કૃતિ જ્ઞાનવિમલસૂરિની સૌથી ધ્યાનાર્હ કૃતિ બને છે.
“ચંદ્રકેવલીનો રાસમાં આયંબિલ તપનો મહિમા છે તો ‘અશોચંદ્ર રોહિણી રાસમાં રોહિણી નક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા રોહિણીતપનો મહિમા ગાયો છે. જ્ઞાનવિમલસૂષ્ટિએ વિક્રમ સંવત ૧૭૭રની માગસર સુદ પાંચમને દિવસે સુરત પાસે સૈયદપરામાં આ રાસ પૂરો કર્યો. આજે સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચોકમાં જ્ઞાનવિમલનાં પગલાંની દેરી મળે છે. મુખ્યત્વે દુહા-દેશી-બદ્ધ એવા ‘અશોકચંદ રોહિણી રાસ’માં પ્રસંગોપાત્ત કવિત, ગીત, ત્રોટક આદિ પઘબંધોનો ઉપયોગ કર્યો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે ૨ડતી સ્ત્રીના રૂદનમાં કયો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુઃખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયા. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામાં બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે.
રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાઈ છે. જેથી એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણીઅવતાર પામી હોય છે. રોહિણીના બે પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીના સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમકે એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિનાં સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમ કે મળવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતાં વાતાવરણનું ચિત્રણ કવિએ જે વિગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં
2 ૪૩ ]