Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 26
________________ • શબ્દસમીપ • માહિતી સાંપડે છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૯૪માં મારવાડના ભિન્નમાલ નગરમાં થયો હતો. તેઓ વશા ઓશવાલ જ્ઞાતિના હતા, તેમના પિતાનું નામ વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. બાળપણમાં એમનું નામ નાથુમલ હતું. માત્ર આઠ વર્ષની વયે વિક્રમ સંવત ૧૭૦૨માં એમણે તપગચ્છની વિમલ શાખામાં પંડિત વિનયવિમલગણિના શિષ્ય પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે એમનું નામ ‘નયવિમલ' રાખવામાં આવ્યું. આ પછી એમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી. તેઓએ શ્રી અમૃતવિમલગણિ તથા શ્રી મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. વિક્રમ સંવત ૧૭૨૭ મહા સુદ દશમને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૭૪૮ ફાગણ સુદ પાંચમને ગુરુવારના દિવસે શ્રી નવિમલગણિને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનું નામ જ્ઞાનવિલમસૂરિ રાખવામાં આવ્યું. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. એમની વિહારભૂમિ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રનો પ્રદેશ હતી. શત્રુંજય તીર્થની એમણે અનેક વખત યાત્રા કરી હતી. જ્ઞાનવિમલસૂરિની રચનાઓમાં પણ શત્રુંજયતીર્થ પ્રત્યેની એમની દૃઢ આસ્થા સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એમણે સંસ્કૃત ભાષામાં “પ્રજ્ઞાશરાવૃત્તિ:', ‘શ્રીપાનવરિત્ર' અને ‘સંસારા નર્ત-સ્તુતિવૃત્તિ' જેવા ગ્રંથોની રચના કરી છે. જ્ઞાનવિમલસૂરિની સંસ્કૃત ભાષાની નિપુણતાનો ખ્યાલ એમના જીવનપ્રસંગમાંથી પ્રાપ્ત થાય છે. એક વાર તપાગચ્છના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ શત્રુંજય તીર્થમાં પધાર્યા હતા, ત્યારે તેઓ તીર્થનાયકે આદીશ્વર ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરવા ગયા, પરંતુ એ સમયે શ્રી નવિમલગણિ ત્યાં આવ્યા અને તાત્કાલિક નવાં કાવ્ય રચીને સ્તુતિ કરવા લાગ્યા. એમની કવિત્વશક્તિ જોઈને આનંદિત થયેલા આચાર્યશ્રીએ નવિમલગણિને “આવો જ્ઞાનવિમલસૂરિ' કહીને સૂરિપદની યોગ્યતા દર્શાવી આદરપૂર્વક બોલાવ્યા. શ્રી નવિમલગણિએ નમ્રતાથી ‘મસાન' એમ કહ્યું. આ પછી આચાર્યશ્રીએ નવિમલગણિને ચૈત્યવંદન કરવાનું કહ્યું. સામાન્ય રીતે જે સૌથી વધુ પૂજ્ય હોય તે ચૈત્યવંદન કરે તેવી 1 ૪૦ ] • જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન • પ્રણાલિકા હોવાથી અન્ય સાધુજનો ખેદ પામ્યા, પરંતુ એમને સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું, “ભલે મારા પદને કારણે હું પૂજ્ય ગણાઉં, પરંતુ મારામાં નવિમલગણિ જેવું જ્ઞાન અને કવિત્વશક્તિ સતાંશે પણ નથી. તેઓ જ્ઞાનવૃદ્ધ છે તેથી એમને આદર આપું છું.” શ્રી નવિમલગણિએ તત્કાલ નવાં કાવ્યો રચીને ૪૫ કાવ્યો વડે ચૈત્યવંદન કર્યું. જ્ઞાનવિમલસૂરિનું વિપુલ સાહિત્યસર્જન જોતાં એમનો સમકાલીનો પ્રત્યેનો આદર પણ પ્રગટ થાય છે. એમણે આનંદઘન અને યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે. આનંદઘન ચોવીસીનો ટબો લખવા માટે એમણે સુરતના સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ મહિના સુધી ધ્યાન ધર્યું હતું અને એ પછી આનંદઘનજીનાં ચોવીસ સ્તવનો પર સ્તબક રચ્યો. એ જ રીતે ‘નવપદની પૂજા'માં જ્ઞાનવિમલની પૂજા સાથે યશોવિજય અને દેવચંદ્રની પૂજા પણ સંકલિત રૂપે મળે છે. વિક્રમ સંવત ૧૭૮૨ના આસો વદ ચોથને ગુરુવારે પ્રાતઃકાળે અનશનપૂર્વક તેઓ નેવ્યાસી વર્ષની વયે કાળધર્મ પામ્યા. જ્ઞાનવિમલની ગુજરાતી રચનાઓમાં સૌથી વિશેષ નોંધપાત્ર એમની ચંદ્રકેવલીનો રાસ', ‘અશોકચંદ્ર રોહિણી રાસ’, ‘જંબુસ્વામિ રાસ', ‘રણસિંહ રાજર્ષિ રાસ’, ‘બારવ્રત-ગ્રહણટીપ-રાસ’ અને ‘સાધુવંદના રાસ' જેવી કથાત્મક કૃતિઓ મળે છે. જ્ઞાનવિમલસૂરિની કાવ્યનિપુણતાનો મનોરથ પરિચય “શ્રી ચંદ્રકવલીનો રાસ માં થાય છે. આ રાસમાં પૂર્વભવના આયંબિલ તપને કારણે કેવલીપદ પામનાર ચંદ્ર કુમારનું પ્રભાવક ચરિત્ર આલેખાયું છે. ચાર ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલાં આ રાસની રચના જ્ઞાનવિમલે વિક્રમ સંવત ૧૭૭)ના મહા સુદ તેરસના દિવસે રાધનપુરમાં પૂરી કરી. આ રાસના લેખનની શરૂઆત પણ રાધનપુર શહેરમાં કરી હતી. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ આ રાસને ‘આનંદમંદિર રાસ' એવું બીજું નામ પણ જ્ઞાનવિમલે આપ્યું છે. જ્ઞાનવિમલ આ આનંદમંદિરની કલ્પના પણ ઉપમાથી દર્શાવે છે, જેમાં સુવિહિત સાધુ મનન કરતાં નિવાસ કરતા હોય. આનંદમંદિરનો નિવાસ સદ્ગુણોના નિવાસરૂપ છે. એના અનુપમ સ્તંભો જેવા ૧૦૮ વિવિધ રાગની રસાળ ઢાળો છે. જિનેશ્વરનું સ્તુતિ કીર્તન કરતા ગવાક્ષો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યરૂપી ઓરડાઓ છે. શત્રુંજય અને નવકાર તેના ચોગાન છે અને વિવિધ કવિતુ સહિત ૪૧ ]

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152