________________
વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ
‘વિચિત્રમૂર્તિ' નારાયણ હેમચંદ્રના આત્મચરિત્ર ‘પોતે (ઈ. સ. ૧૯૦૦)માં ભ્રમણ કથા, અનુભવકથા અને સ્મરણકથા ત્રણેનો સંસ્પર્શ થાય છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલું આ પ્રથમ આત્મચરિત્ર. એ પૂર્વે કવિ નર્મદ અને સાક્ષર મણિલાલ નભુભાઈએ આત્મચરિત્રો લખ્યાં હતાં, પરંતુ નર્મદનું ૧૮૬૯માં લખાયેલું આત્મચરિત્ર “મારી હકીકત' પ્રગટ થયું ૧૯૩૩માં અને મણિલાલ નભુભાઈનું ૧૮૮૭માં લખાયેલું આત્મચરિત્ર ‘મણિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત' પ્રગટ થયું ૧૯૭૯માં. નારાયણ હેમચંદ્રના આત્મચરિત્ર ‘હું પોતે પહેલાં દુર્ગારામ મહેતાજીની પ્રગટ થયેલી નોંધ આત્મચરિત્રને બદલે ૧૮૪૩ અને ૧૮૪૪ની માનવધર્મસભાની કાર્યવાહીના હેવાલ સમી લાગે છે. વળી આત્મકથા લખવાનો એમનો કોઈ સભાન પ્રયાસ પણ નહોતો. ‘હું પોતે' પૂર્વે દશ વર્ષ અગાઉ ઈ. ૧૮૯૦માં ‘શીરીન મડમ' નામનું ‘એક જુવાન પારસી સ્ત્રીની જિંદગીનો હેવાલ’ દર્શાવતું પુસ્તક પ્રગટ થયું હતું. “આ રસીલું દાસ્તાન શીરીન મડમની કુમળી કલમથી લખેલું, ટુકડે ટુકડે, *જામે જમશેદમાં પ્રગટ થયું હતું તે નવેસરથી સુધારીને પુસ્તક આકારમાં” બહાર પાડવામાં આવ્યું.
0 ૪૬ ]
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • આની પાછળ શીરીન મડમનો હેતુ તો લેખિકા કહે છે તેમ “પરણીને સંસારમાં પડનારી બાનુને પોતીકાં નવાં મુકામમાં શી રીતે રસ્તો લેવો પડે છે તેટલું જ માત્ર મારા દાખલા ઉપરથી દરશાવવાની મારી મુલ મકસદ” છે. આમાં શીરીનના લગ્નજીવનની ખાટી-મીઠી વાતો પારસી બોલીમાં આલેખાઈ છે.
હું પોતે'માં નારાયણ હેમચંદ્રના જન્મથી વિલાયતગમનની તૈયારી સુધીનો ૩૪ વર્ષનો ગાળો આલેખાયો છે. ગુજરાતી ભાષામાં નાનાંમોટાં ૨૦૦ જેટલાં પુસ્તકો લખનાર નારાયણ હેમચંદ્રના વિચિત્ર-વિશિષ્ટ વ્યક્તિત્વ અને પ્રવાસશોખને કારણે આસ્વાદ્ય બનતી આ કૃતિમાં ઊંડાણને બદલે વ્યાપ વિશેષ છે. એમાં વ્યક્તિના આંતરઅવલોકનને બદલે વિશ્વવિહારીનું જગતભ્રમણ વિશેષ મળે છે. આત્મચરિત્રના આલેખનમાં એમણે એમની ડાયરીમાં કરેલા ઉતારાનો ઉપયોગ કર્યો છે. આત્મકથામાં વર્તમાન ક્ષણે ઊભા રહીને અતીતમાં ડોકિયું કરતી વખતે ભૂતકાળની ઘટનાઓ નવું પરિમાણ સાધીને પુનર્ઘટન પામે છે, પરિણામે અનુભવનું વિષયવસ્તુ એનું એ રહે છે, પણ એના આલેખનની દૃષ્ટિ અને દર્શન બદલાઈ જાય છે. દોરડા પર સમતોલન સાચવીને ચાલતા નટની માફક આત્માભિવ્યક્તિનો દોર આત્મશ્લાઘામાં સરી ન પડે તે જોવાનું રહે છે. અહીં કાલાનુક્રમે જીવનકથનીનું આલેખન હોવા છતાં આત્મચરિત્રકારના વ્યક્તિત્વથી રસાઈને આવે છે. લેખકનો વર્તમાન “હું” પોતાના ભૂતકાળના ‘હું'ને મૂલવે છે. અતીત જગતની સાથે આજનું તથ્ય પ્રગટે છે.
આત્મચરિત્ર એ માત્ર ઘટનાઓનું કમબદ્ધ વર્ણન આપે તો શુષ્ક ઇતિહાસ બનીને અટકી જાય. ‘હું પોતે' આત્મચરિત્રકારના વ્યક્તિત્વને કારણે આવી શુષ્કતામાંથી ઊગરી ગયું છે અને કૃતિઘાટની ક્ષતિઓ હોવા છતાં રસપ્રદ બની રહી છે. નારાયણ હેમચંદ્રના જાહેર જીવનની આંગળીએ અંગત જીવન ચાલે છે. કૃતિમાં આધિપત્ય તો બાહ્ય જગતનું જોવા મળે છે. આત્મચરિત્રકારનું અંગત જીવન માત્ર થોડા અનુભવોમાં સીમાબદ્ધ રહે છે અને ચરિત્રનાયકના આંતરઘર્ષણ કે મનોમંથન આમાંથી મળતાં નથી. ચિત્તના સપાટી પરના સંદર્ભો જ કેન્દ્રમાં રહે છે. હૃદયમંથનની ક્ષણો લેખક નિશ્ચિત, પૂર્વનિર્ધારિત વલણમાં દૃઢ હોવાને કારણે હૃદયસ્પર્શી બનતી નથી. ‘હું * બુદ્ધિપ્રકાશ, ઈ. ૧૯૧૧, માર્ચ, પૃ. ૬૮
[] ૪૭ ]