________________
* શબ્દસમીપ ગુજરાતની સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક શૈલીમાં પ્રગટ થઈ. હેમચંદ્રાચાર્યની પરંપરાનો વિચાર કરીએ તો સૌપ્રથમ એમના શિષ્યમંડળનું સ્મરણ થાય. એમના શિષ્ય રામચંદ્રે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યની માફક ઉપલબ્ધ સાહિત્યનો સંચય અને દોહન કરવાની પરંપરા અનુસાર ‘નાટ્યદર્પણ’ લખ્યું. રામચંદ્રે લખેલું આ ‘નાટ્યદર્પણ' નાટ્યશાસ્ત્ર પર આંગળીને વેઢે ગણાય તેટલા સંસ્કૃત ગ્રંથોમાં સ્થાન ધરાવે છે. આમાં એમણે ૪૪ નાટકોનાં અવતરણો ઉદ્ધૃત કર્યાં છે, તે કેટલાંક લુપ્ત નાટકોની ઓળખ માટે મહત્ત્વનાં બની રહ્યાં છે. નાટ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર અને અભિનયકલા વિશેનાં રામચંદ્રનાં પ્રણાલિકાભંજક વિધાનો એમની મૌલિક વિચારધારા દર્શાવે છે. એમણે નાટ્ય અને અભિનયનાં વિવિધ અંગોનું વ્યવહારુ દૃષ્ટિએ અવલોકન કર્યું છે. શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના ‘ત્રિવિદ્યવેદી' રામચંદ્રની સાહિત્યપ્રવૃત્તિ એમના સમયમાં સાહિત્યસર્જનમાં સૌથી વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. એ સમયે ગુજરાતમાં લખાયેલાં બાવીસ જેટલાં નાટકોમાંથી અડધાં નાટકો એકલા રામચંદ્રરચિત છે. રામચંદ્રે લખેલા ગ્રંથોમાં ‘નાટ્યદર્પણ’, ‘સત્યહરિશ્ચંદ્ર’, ‘નિર્ભય ભીમવ્યાયોગ', ‘કૌમુદીમિત્રાણન્દ’ અને ‘નલવિલાસ’ પ્રસિદ્ધ છે. ‘સત્યહરિશ્ચંદ્ર’નું ઈ.સ. ૧૯૧૩માં ઇટાલિયન ભાષામાં થયેલું ભાષાંતર મળે છે. રામચંદ્રની એક આગવી વિશેષતા એ છે કે એમણે ધાર્મિક કરતાં વિશેષ સામાજિક વિષયઆધારિત સાહિત્ય સર્જ્ય છે અને પોતાનાં કેટલાંક નાટકોનું વસ્તુ લોકકથામાંથી લીધું છે. એ સમયે રામચંદ્રનાં નાટકો ભજવાતાં હશે અને વિષય લોકગમ્ય ભાષાની સરળતા, રચનાની પ્રવાહિતા અને પ્રસંગયોગ્ય રસનિષ્પત્તિને કારણે લોકપ્રિય થયાં હશે એમ માની શકાય.
•
કવિ રામચંદ્રના ગુરુ ભાઈ અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિમાં અનેક પ્રકારે સહાય કરનાર ગુણચંદ્રે ‘નાચદર્પણ’ અને ‘દ્રવ્યાલંકારવૃત્તિ’ જેવા ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો તૈયાર કરવામાં એમને સાથ આપ્યો હતો અને બંનેએ સાથે કાર્ય કર્યું હતું. હેમચંદ્રાચાર્યના ચાર કોશ પર એમના શિષ્ય મહેન્દ્રસૂરિએ લખેલી ટીકા મળે છે. આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્યોમાં વર્ધમાનગણિએ લખેલી ‘કુમારવિહાર’ પ્રશસ્તિ, દેવચંદ્રે લખેલું ‘ચંદ્રલેખાવિજયપ્રકરણ' નાટક, ઉદયચંદ્રે લખેલા ‘ઉપદેશગ્રંથ’ની વિગતો, યશશ્ચંદ્રની રચનાઓ વિશે પ્રબંધોમાં મળતા .૩૨]
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • ઉલ્લેખો તથા બાલચંદ્રની ‘સ્નાતસ્યા' જેવી રચનાઓ મળે છે. રાજા કુમારપાળ પછી અસહિષ્ણુ અજયપાળ ગાદીએ આવ્યો તેને પરિણામે હેમચંદ્રાચાર્યની આ શિષ્યમંડળી વિશેષ પ્રદાન કરી શકી નહીં, પરંતુ આ સર્વમાં રામચંદ્ર આગવું સ્થાન ધરાવે છે.
ગ્રંથસર્જન માટે ઠેર ઠેરથી હસ્તપ્રતો મંગાવવાની હેમચંદ્રાચાર્યની ભાવનાને કારણે ગ્રંથભંડારોમાં રહેલી હસ્તપ્રતોનું મહત્ત્વ સમજાયું અને એને પરિણામે ગુજરાતના સાહિત્યવારસાનું વ્યવસ્થિત જતન અને સંવર્ધન થયું. આથી આજે આપણને ૧૨મીથી ૧૯મી સદી સુધીના ગુજરાતી ભાષા-સાહિત્યોનો દસકાવાર ઇતિહાસ મળી શકે છે. જગતનાં ભાષા-સાહિત્યોમાં આવી વિપુલ સાહિત્યસમૃદ્ધિનાં વિરલ દૃષ્ટાંત મળે છે. ભારતીય આર્યકુળની એકમાત્ર સિંહાલી સિવાય કોઈ ભાષાનો આવો તબક્કાવાર ઇતિહાસ સાંપડતો નથી. વળી જૈન ભંડારોમાં જૈનેતર કૃતિઓ સચવાઈ છે. કાવ્ય, કાવ્યશાસ્ત્ર અને અન્ય દર્શનના ગ્રંથો પણ મળે છે. જ્યારે આ ગ્રંથભંડારોમાંથી ‘કાન્હડદે પ્રબંધ' જેવી જૈનેતર કૃતિઓ પણ મળે છે. ગ્રંથભંડારોના મુદ્રિત ગ્રંથસંગ્રહમાં ગીતા, ઉપનિષદ જેવી કૃતિઓ મળે છે. આ બાબતનો ઘણો મોટો લાભ ઊગતી અને વિકસતી ગુજરાતી ભાષાને મળ્યો. આથી આજે આપણને મધ્યકાલીન સમયમાં થયેલા ૧,૬૦૦ જેટલા જૈન અને ૫૦૦ જેટલા જૈનેતર કવિઓની વિગતો પ્રાપ્ય છે. ૩,૦૦૦ જેટલી જૈન કૃતિઓ મળે છે. અજ્ઞાત કર્તૃક જૈન બાલાવબોધો પણ વિપુલ સંખ્યામાં મળે છે.
ગુજરાતી ભાષા અંગે વિચારીએ તો હેમચંદ્રાચાર્ય-રચિત અપભ્રંશ વ્યાકરણથી આરંભીને ગુજરાતી ભાષા સુધીની પરંપરા જોઈ શકાય. આ અપભ્રંશ વ્યાકરણને ગુર્જર અપભ્રંશ સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. પરંતુ એમાં તત્કાલીન લોકબોલીની છાંટ આવી છે, પરિણામે અપભ્રંશ વ્યાકરણમાંથી મળતાં ભાષાપ્રક્રિયાનાં ચાર વલણો ગુજરાતી ભાષાની પૂર્વભૂમિકા રૂપે જોઈ શકાય. હેમચંદ્રીય અપભ્રંશમાં જોવા મળતું સંયુક્ત વ્યંજનને એકવડો કરવાનું અને કેટલીક વાર પૂર્વનો હ્રસ્વ સ્વર દીર્ઘ કરવાનું વલણ લાક્ષણિક રીતે ગુજરાતી-હિન્દી વગેરે અર્વાચીન ભાષાઓમાં મળે છે. વળી હેમચંદ્રીય અપભ્રંશમાં વપરાયેલું રંતુ એવું વર્તમાન કૃદંત એ અપભ્રંશ અને અર્વાચીન ભાષાની કડીરૂપ લાગે છે. એ જ રીતે હેમચંદ્રીય અપભ્રંશમાં પ્રથમા એકવચનનું રૂપ ‘’કારાન્ત અને ‘ૐ’કારાન્ત ૩૩]