Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 19
________________ • શબ્દસમીપ • ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોક્ષલક્ષણ, પરાથનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈનસૂત્રસિદ્ધાંતો અને જૈન ન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું ? લોકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દૃષ્ટિ હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. શ્રી મધુસૂદન મોદી ‘વાદાનુશાસન' અને ‘પ્રમાણમીમાંસા' એ બંને કૃતિઓ એક હોવાની સંભાવનાનો સંકેત કરે છે. સૂત્રશૈલીએ રચાયેલા આ ગ્રંથને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રો પ્રમાણે એને આનિકોમાં વહેંચી દીધો છે. પંડિત સુખલાલજીએ હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'નું સમર્થ સંપાદન કર્યું છે. હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'માં પુરોગામી આચાર્યો સાથે જ્યાં સંમતિ હોય ત્યાં એમનાં વચનોમાં ફેરફાર કરવાની એમની લેખનપ્રણાલી નથી. જ્યાં પુરોગામી આચાર્યોનાં વિધાનોમાં સુધારોવધારો કર્યો છે ત્યાં એમની વેધક દૃષ્ટિનો પરિચય મળે છે. સીધી, સરળ અને સચોટ શૈલીમાં લખાયેલો ‘પ્રમાણમીમાંસા નો આ ગ્રંથ જૈન ન્યાયના અભ્યાસીઓને માટે આશીર્વાદરૂપ ગણાય. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમસહિષ્ણુતાની દૃષ્ટિ દર્શનજ ગત અને તર્કસાહિત્યને ‘પ્રમાણમીમાંસા માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે. યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્ય ‘યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો “ભવ્યજનોને બોધ મળે "તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દૃષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રચી. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ – એ ત્રણ ‘યોગશાસ્ત્રની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે ૨૯ • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • હેમચંદ્રાચાર્યે આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શનરૂ૫ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યો છે. ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્યધર્મીઓમાં પણ પ્રિય બનાવ્યો છે. આ ‘યોગશાસ્ત્ર' બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાત્ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે. અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો લીધાં છે. જો કે આવો કોઈ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી, આ ‘યોગશાસ્ત્રને અધ્યાત્મૌપનિષદ કહેવામાં આવે છે. આ ‘યોગશાસ્ત્રમાં વિવિધ દૃષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો, સમ્યક્ત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના “અષ્ટાંગયોગ'નો સાધુઓનાં મહાવ્રતો તેમજ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે છે ! 'तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयंस्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाम्येनासतां संपदा साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।। હે ઉપાયમૂઢ, હે ભગવાનું, હે આત્મનુ, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે ? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. અરક 2 ૨૭ ]

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152