________________
• શબ્દસમીપ •
‘ચોપનાટીયા’ તેમજ ‘વિયેવૃકાળિ' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે.
‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળનો ઉલ્લેખ નથી, આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ પછી ‘કાવ્યાનુશાસનની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારો જેવા વિષયોની છણાવટ પુરોગામી આલંકારિકોનાં અવતરણો સહિત કરી છે. આમાં ‘અલંકારચૂડામણિ'માં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫ એમ સમગ્ર ‘કાવ્યાનુશાસન’માં ૧૬૩૨ ઉદાહરણો મળે છે. આમાં ૫૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંચય હતો અને ‘કાવ્યાનુશાસન'ની રચના માટે એમણે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. આનંદવર્ધન, અભિનવગુપ્ત, રુદ્રટ, રાજશેખર, મમ્મટ, ધનંજય વગેરે આલંકારિકોના ગ્રંથોના સિદ્ધાંતોની સંયોજના કરીને તેમણે ‘કાવ્યાનુશાસન’ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે પહેલાં વિદ્યાર્થી ‘શબ્દાનુશાસન’ શીખે, કોશનું જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથોની કેડી પર પગ મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યો કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેનો વિગતે વિચાર કરીએ.
કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારોનો વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્મોત્તર' પુરાણમાં બે શબ્દાલંકાર અને સોળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ટ્ટિ અને ભામહ આડત્રીસ અલંકારો રજૂ કરે છે, જ્યારે ઠંડી પાંત્રીસ અને ઉદ્ભટ એકતાળીસ અલંકારો બતાવે છે. વામન તેના ‘કાવ્યાલંકાર’ સૂત્રમાં તેત્રીસ અલંકારો આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યનો આત્મા ગણતા આનંદવર્ધન અલંકારોને મારાથઃ ગણી તેનું મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યારબાદ રુદ્રટ અઠ્ઠાવન અને મમ્મટ તો સાઠથી પણ વધુ અલંકારો આપે છે. આ પછી ‘તંગરસર્વસ્થ’નો કર્તા રુષ્યક પંચોતેર જેટલા અલંકારો વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રુષ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચોતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલંકારો જ આપે છે.
- ૧૮ -
હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા જ
આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતો વિસ્તાર ન કરતાં વિષયને બને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પોતે જ કહે છે, “નાવવ एवैता विद्याः संक्षेपविस्तार - विवक्षया नवीनवीभवन्ति तत्तत्कर्तृकाश्वोच्यन्ते ।”
હેમચંદ્રાચાર્યના અલંકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ અનેવાતારથીનભૂતા ઉપમાને નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારો બતાવે છે. ત્યારપછી ઉપમા જેટલા સર્વવ્યાપક નહિ, પણ કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉત્પ્રેક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એક-વિષયરૂપક અને અનેકવિષયરૂપક જેવા પ્રકારો ઉદાહરણ સહિત સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવનો અસ્વીકાર કરે છે, જ્યારે નિદર્શના અલંકારમાં પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાંત જેવા અલંકારોને સ્થાન આપવાની સાથે મમ્મટની પદાર્થગા નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં સ્થાન આપી ભારે ગોટાળો પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ તુલ્યયોગિતા, અન્યોન્ય અને માલાદીપકનો સ્વીકાર કરે છે, પણ કારકદીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાયોક્તિ અલંકારની હેમચંદ્રે આપેલી વ્યાખ્યા ઘણી જ ક્લિષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે, જે ૨સગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકારોને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંક્ષેપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ ‘વિવેક’માં કારણો આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. આપેક્ષ અલંકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે, જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌંદર્યદૃષ્ટિ દેખાય છે.
પ્રાચીન સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસોક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ ‘વિવેક'માં કરે છે, ત્યારપછી આવતા વ્યતિરેક અલંકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચોવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે યોગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાન્તરન્યાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિકતા તેમજ ઔચિત્યદૃષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સસન્દેહ અલંકારની હેમચંદ્રાચાર્યે આપેલી વ્યાખ્યા ‘રસગંગાધર'કાર જગન્નાથે આપી છે તેવી રમણીય તો નથી,
- ૧૯ -