________________
શિવકેતુ
૧૫
કોઈને પણ લાગે કે તમે નક્કી પૂર્વાવસ્થામાં કોઈક રાજા-મહારાજા હશો ને ખૂબખૂબ સુખી પણ હશો. મહારાજ, મને એ કુતૂહલ છે કે તમે આવું બધુ સુખ હોવા છતાં શા માટે દીક્ષા લીધી? આપને બાધ ન હોય તો મને કહોને!
મુનિને પણ કોણ જાણે કેમ, પણ અકારણ જ આ બાળક પ્રત્યે ભાવ થવા લાગ્યો હતો. તેથી તેમણે મૌન રહેવાને બદલે તેને જ્વાબ આપવાનું જ પસંદ કર્યું, અને પોતાની પૂર્વાવસ્થાની જીવનકથા તેની સમક્ષ કહી સંભળાવી. આખી કથાનો સાર આ હતો :
કોશલપુર નગરના રાજા સત્યધર્મનાં સાતમા દીકરા ‘સૂર’ નામના તેઓ રાજપુત્ર હતા. ભાગ્યયોગે વૈતાઢ્ય પર્વત ૫૨ વિદ્યાધર શ્રેણિમાં સૂરોદય નામે નગરના પોતે વિદ્યાધર-રાજા થયા હતા. પોતાના પિતાના રાજ્ય માટે, પિતરાઈ ભાઈ યધર્મે, પોતાના છએ ભાઈઓ તથા ભત્રીજાઓની તેમજ રાજ્યની જે અવદશા કરી, તે જોઈને તેમને સંસારના વરવા સ્વરૂપ પ્રત્યે નિર્વેદ જાગતાં, ભુવનનુંગ નામના આચાર્ય ભગવંત પાસે તેમણે સંયમ ગ્રહણ કર્યો, અને પોતાના ગુરુભગવંતની નિશ્રામાં તેઓ વિહરતાંવિહરતાં અત્યારે અહીં આવ્યા છે. ગુરુભગવંત તથા અન્ય સઘળો મુનિ સમુદાય નજીકના ઉદ્યાનમાં બિરાજમાન છે, અને પોતે સ્વાધ્યાયાર્થે એકાંતનો લાભ લેવા અહીં આવીને બેઠા છે.
Jain Education International
શિવકેતુ એકચિત્તે આ સાંભળતો હતો. પોતે જાણે સ્વર્ગલોકમાં જઈ ચડ્યો હોય તેવો રોમાંચ તે આ સાંભળતાંસાંભળતાં અનુભવતો હતો. મુનિની વાત પૂરી થતાં જ તે ઊભો થઈ ગયો. ગદ્ગદ કંઠે, હર્ષિત હૈયે ને ભાવભીના ચહેરે તે મુનિના ચરણોમાં નમી પડ્યો, અને કરગર્યો : ભગવંત! તમે તમારું ચિરત્ર જ મને નથી સંભળાવ્યું, તમે તો મારા કાનમાં અમૃતરસ રેડ્યો છે. હું ધન્ય બન્યો છું આજે. પણ પ્રભુ! હવે થોડીક વધુ કૃપા વરસાવો, ને મને દીક્ષા આપો! મારો ઉદ્ધાર કરો! મારો હાથ ઝાલો મહારાજ!
સૂરમુનિએ કહ્યું: વત્સ! દીક્ષા લેવાનો તારો ભાવ જોઈને મને
For Private & Personal Use Only
www.jainelibrary.org