________________
સમયસાર : આત્મખ્યાતિ
ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ વિદ્યા - આત્મજ્ઞાન ઉપજે છે. આમ વિદ્યાજનક વિવેક થકી સ્વ – પર ભાવનું ભેદવિજ્ઞાન ઉપજે છે, એથી સકલ સ્વભાવના અવભાસનમાં સમર્થ વિદ્યા - આત્મજ્ઞાન ઉપજે છે. એટલે આ પર દ્રવ્ય તે હું નથી ને હારૂં નથી એમ જાણી આ જીવ સમસ્ત પરદ્રવ્યથી પ્રય્યત થાય છે, સર્વથા ભ્રષ્ટ થાય છે અને આમ પરદ્રવ્યથી પ્રય્યત થઈને, આ જીવ દેખવા - જાણવા રૂપ “દશિ - શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે.” અર્થાત દર્શન - જ્ઞાન સ્વભાવમાં જ વર્તવારૂપ જેની વૃત્તિ નિયત છે, ત્રણે કાળમાં ન ચળે એવી અખંડ નિશ્ચય રૂપ વર્તે છે. એવા આત્મતત્ત્વની સાથે એકત્વથી વર્તે છે. એટલે આમ ‘દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકત્વથી એકીસાથે જાણતો અને જતો તે “સ્વ સમય' પ્રતીતાય છે', અર્થાતુ શુદ્ધ દર્શન-શાનમય આત્મસ્વભાવમાં વર્તતો તે સ્વસમય. આ સમસ્ત પરથી સ્વસમય પ્રાપ્તિનો કમ સ્પષ્ટપણે સમજાઈ જાય છે : (૧) પ્રથમ તો સ્વ – પરનો ભેદજ્ઞાનરૂપ વિવેક પ્રગટે છે, (૨) તેથી આત્મજ્ઞાન રૂપ વિદ્યા ઉપજે છે, (૩) એટલે આ પરદ્રવ્ય તે હું નહિ ને મહારૂં નહિ એમ જાણી પરથી પ્રચ્યવન થાય છે, (૪) દેશિ - જ્ઞપ્તિમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણું વર્તે છે, (૫) એટલે આત્માનું સ્વરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર હોઈ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણું હોય છે, (૬) એટલે સ્વને એકત્વથી જાણવા-જવારૂપ સ્વ સમય હોય છે. આમ (૧) ભેદ જ્ઞાન - (૨) આત્મજ્ઞાન (૩) પર પ્રતિ (૪) આત્મવૃત્તિ - (૫) સ્વરૂપ સ્થિતિ (૬) સ્વ સમય, એમ ક્રમ છે. આ સર્વના પરમ અદ્દભુત નિષ્કર્ષરૂપ પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રનું આત્માનુભવોલ્ગારરૂપ આ ટંકોત્કીર્ણ અમર વચનામૃતજી છે કે –
જડ ને ચેતન દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાં ય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાય એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૨
૩. પર સમય શુદ્ધાત્મ અનુભવ સદા, સ્વ સમય વિલાસ રે; પરવડી છાંયડી જ્યાં પડે છે, તે પરસમય નિવાસ રે.” - શ્રી આનંદઘનજી (અર જિન સ્તવન)
પણ જ્યારે અનાદિ અવિદ્યા કંદલીના મૂલ કંદર્પ મોહની અનુવૃત્તિ તંત્રતાએ કરીને દેશિ - શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રય્યલ થઈ (આ જીવ) પરદ્રવ્ય પ્રત્યયી મોહ - રાગ - દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતપણે વર્તે છે, ત્યારે પુદ્ગલકર્મપ્રદેશમાં સ્થિતપણાને લીધે પરને એકત્વથી એકી સાથે ભણતો અને જતો, પરસમય એમ પ્રતીતાય છે.” - અર્થાતુ આ આત્મા જ્યારે પરને એકત્વથી એકી સાથે જાણે છે અને જાય છે (પરિણમે છે) ત્યારે તે પરસમય છે એમ પ્રતીત થાય છે. તે આ પ્રકારે - અનાદિ અવિદ્યારૂપ કંદલીનો મૂલ કંદ મોહ છે, તે મોહને અનુસરવા - અનુવર્તવારૂપ અનુવૃત્તિતંત્રતા વડે કરીને આ જીવ દેશિ - જ્ઞપ્તિ (દખવા - જાણવા રૂપ) સ્વભાવમાં નિયતવૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રય્યત થાય છે અને પરદ્રવ્યપ્રત્યયી - પરદ્રવ્ય નિમિત્તે ઉપજતા મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતત્વથી વર્તે છે, ત્યારે પુદ્ગલકર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે, તે પરને એકત્વથી એકી સાથે જાણતો અને જતો - પરિણમતો સતો તે પરસમય હોય છે. આમ દર્શન-શાન સ્વભાવી આત્મામાં નિયતપણે વર્તવારૂપ આત્મભાવથી પ્રય્યત થઈ - ભ્રષ્ટ થઈ, પરભાવને એકત્વથી જાણી તેમાં વર્તવું તે પરસમય છે. આ સમસ્ત પરથી આ પરસમયની ઉત્પત્તિની સંકલના પણ સ્વયં સમજાઈ જાય છે : (૧) પ્રથમ તો મોહ અંધકારને લીધે સ્વ - પરનો ભેદ પરખાતો નથી – ભેદ અજ્ઞાન હોય છે, (૨) તેથી આત્મઅજ્ઞાનરૂપ અવિદ્યા ઉપજે છે, (૩) એટલે દેશિ – જ્ઞપ્તિ સ્વભાવમાં નિયતવૃત્તિરૂપ આત્મતત્ત્વથી
૩૦