________________
સમયસાર : આત્મખ્યાતિ
૫.
जीवो चरित्तदंसणणाणविउ तं हि ससमयं जाण ।
पुग्गलकम्मपदेसट्ठियं च तं जाण परसमयं ॥ અર્થ - ચરિત્ર-દર્શન-શાન સ્થિત જીવ તે જ સ્વસમય જાણ ! અને પુદ્ગલકર્મપ્રદેશ સ્થિત તે (જીવ) પરસમય જાણ !
પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ ગાળામાં સ્વસમય-પરસમયનું સ્વરૂપ પ્રકાશ્ય છે અને તેનું અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે પ્રથમ “સમય'ની તત્ત્વસર્વસ્વ સમર્પક સર્વકષ તાત્ત્વિક વ્યાખ્યા કરી, તેના સ્વસમય - પરસમય એ બે પ્રકારનું સાંગોપાંગ સર્વાંગસુંદર હૃદયંગમ સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. આમ અત્રે મુખ્ય ત્રણ મુદ્દા છે : (૧) સમય, (૨) સ્વસમય, (૩) પરસમય. તેનો અનુક્રમે વિચાર કરીએ.
૧. સમય અત્રે ‘રોય નીવો નામ પાર્થ તે સમય:' - જે “આ” - પ્રત્યક્ષ અહંપ્રત્યયથી અંતરમાં અનુભવાઈ રહેલો જીવ’ નામનો પદાર્થ' - પદ અર્થ – સ્વરૂપથી કદી ચલાયમાન ન થાય એવો સ્થિર સ્થિતિરૂપ અર્થ - દ્રવ્ય - વાસ્તવિક વસ્તુ તે ‘સમય’ છે. શાથી? એકત્વથી એકી સાથે જાણે છે અને જાય છે એવી નિરુક્તિ પરથી - “સમયત: અછત્વેન યુપન્નાનાતિ અતિ રેતિ નિરુવેત્તે: ' અર્થાતુ (સમયત = સન્ + સયત) સમ્ - એકપણે એકી સાથે મતે - જાણે છે અને જાય છે - ગમન કરે છે એમ નિરુક્તિ - વ્યુત્પત્તિ છે માટે. કર્યું = Tધાતુના જાણવું અને જવું એમ બે અર્થ થાય છે, એટલે ભણવારૂપ અયન - ગમન અને એક પર્યાયથી બીજ પર્યાય પ્રત્યે જવારૂપ - પરિણમવારૂપ અયન-ગમન જ્યાં એકપણે એકી સાથે થાય છે, ભણવું અને જવું - પરિણમવું જ્યાં જૂદા નથી - એક છે. જાણવું એ જ જવું – પરિણમવું અને જવું - પરિણમવું એ જ
જ્યાં જાણવું છે, એમ જાણપણારૂપ ગમન-પરિણમન જ્યાં એકરૂપ છે તે સમય છે. એવા વ્યુત્પત્તિ અર્થ (Etiomological meaning) ઉપરથી જીવ તે “સમય” છે. આ “જીવ” નામનો પદાર્થ કેવો છે, તેનું સમગ્ર (most comprehensive) દ્રવ્યાનુયોગના નિચોડ રૂ૫ સંપૂર્ણ અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક (most scientific) તાત્ત્વિક અલૌકિક સ્વરૂપ, અત્રે તાત્ત્વિક શેખર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભાવવાહી પરમ પ્રૌઢ પરમાર્થગંભીર શૈલીથી પ્રકાશ્ય છે અને તે પણ થોડા પણ મહાગ્રંથ આશય ભરેલા પરમ અર્થઘન શબ્દોમાં એક સળંગ સૂત્રાત્મક વાક્યથી પ્રવ્યક્ત કરી, આખું વિશ્વતત્ત્વ હસ્તામલકવતુ સમપ્યું છે, તેની પરમ અદભુત ચમત્કૃતિના દિગ્ગદર્શનરૂપ ખાસ વિશદ વિચારણા અત્ર વિસ્તારીએ છીએ. તે આ ગ્રંથના પાયા રૂપ હોઈ સુશ વાંચકને યથોચિત જ જણાશે.
પ્રથમ તો જે આ “જીવ' નામનો પદાર્થ છે, તો તેનું કંઈ પણ અસ્તિત્વ હોવું જોઈએ અને આ જીવનું અસ્તિત્વ તો પ્રગટ અનુભવસિદ્ધ છે, એટલા માટે કહ્યું – “નિત્યમેવ રિપ/માનિ સ્વભાવે ગવતિષ્ઠાનત્વત્' - નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠમાનપણાને લીધે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઐક્ય અનુભૂતિ લક્ષણવાળી સત્તાથી અનુસ્મૃત (પરોવાયેલો) છે, “ઉત્પાવવ્યાધ્રીāવચાનુભૂતિતક્ષણયા સત્તાયાનુસ્થતઃ ' અર્થાત્ સદાય પરિણામ પામવું એ જ જેનો આત્મા એવા “પરિણામાત્મક' સ્વભાવમાં “અવતિષ્ઠમાનપણું' - અવસ્થિત હોઈ રહેવાપણું છે, તેથી આ જીવ ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યના ઐક્યની એકપણાની “અનુભૂતિ’ લક્ષણા “સત્તાથી' - અસ્તિતાથી - અસ્તિપણાથી “અનુસૂત’ છે, અન્વયથી પરોવાયેલ છે. અર્થાત ઉત્પાદ - ઉપજવું, વ્યય-નાશ પામવું અને ધ્રૌવ્ય - સ્થિર રહેવું એ ત્રણે ઐક્યનો એક સાથે વર્તવારૂપ એકપણાનો
જ્યાં અનુભવ થાય છે એવી એકરૂપ સત્તાથી આ જીવ સદા અભિન્નપણે જોડાયેલો જ છે. આમ ‘ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત તે સત” એમ ત્રિલક્ષણા સત્તાની અવિસંવાદી યથાર્થ વ્યાખ્યા છે અને સત્તા પણ જીવના નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠામાનપણાને લીધે છે અને તે પરિણામ પણ “સ્વભાવનું જ
૨૮