________________
વીજું :
સાચું અને એ (સમ્યકપણું) કહેવાય છે અને તેથી વિરુદ્ધ મનોવૃત્તિને. મનના વલણને કે મનના આગ્રહને “મિથ્યાત્વ” (મિથ્યાપણું) કહેવાય છે.
સમ્યક્ત્વનું પારંપરિક ફલ (છેડે આવનારું પરિણામ) સિદ્ધિ છે અને “મિથ્યાત્વ”નું પારંપરિક ફલ ભવભ્રમણ છે. તેથી “સમ્યકત્વ” ઈષ્ટ કે ઉપાદેય છે અને “મિથ્યાત્વ” અનિષ્ટ કે હેય છે. લૌકિક ભાષામાં કહીએ તે જેમને સાચા પર પ્રેમ છે, તે આખરે તરવાના અને બાકી બધા બૂડવાના. તેથી જેઓ સમજુ છે, શાણું છે, ડાહ્યા અને વિવેકી છે, તેમણે “સાચું શું અને ખોટું શું? ” અથવા “સાચું કેને કહેવાય અને છેટું કોને કહેવાય?” તે જાણવાની જરૂર છે. આ સંબંધી જૈન ધર્મનું દષ્ટિબિંદુ કેવા પ્રકારનું છે, તેને ખ્યાલ હવે પછીના પૃષ્ઠમાં આપવામાં આવ્યું છે.