________________
કમબોધગ્રંથમાળા : ૬૦ : બધી વાતની શાંતિ થશે.” હવે તે માણસે પિતાની બધી હકીક્ત રજૂ કરીને એક સાધુ મહાત્માને પૂછ્યું કે “ આવી તબિયતનું કારણ શું હશે ?' ત્યારે તે સાધુ મહાત્માએ જણાવ્યું કે “મહાનુભાવ ! આપણી અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિને આધાર મુખ્યત્વે પ્રારબ્ધ કે કર્મ ઉપર છે, તેથી તમારી પ્રતિકૂળ સ્થિતિનું કારણ અશુભ કર્મને ઉદય છે માટે પુણ્ય કરવા તરફ ખાસ ધ્યાન આપો.” .
આ રીતે એક જ બાબતને ખુલાસો જુદાં જુદાં શાને જાણનારાઓએ જુદો જુદો આપવાથી તે માણસ વિચારમાં પડે કે “આમાં કેનું સાચું માનવું અને કોનું ખોટું માનવું? છેવટે તેને સાધુમહાત્માના અભિપ્રાય પર શ્રદ્ધા બેઠી, કારણ કે પહેલા ત્રણની સરખામણીમાં તેઓ કોઈ પણ જાતના સ્વાર્થથી પ્રેરાયેલા ન હતા. સાધુમહાત્માએ કહ્યા મુજબ વર્તન કરતાં તે માણસને ઘણે ફાયદો થશે. એટલે શાસ્ત્રો અનેક પ્રકારનાં પાવાથી અને તે દરેકના અભિપ્રાયે જુદા જુદા હોવાથી તેમાં સાચાં કયાં અને ખેટાં જ્યાં તે જાણવાની જરૂર રહે જ છે.
જેમ બધા ઘેડા સરખા હોતા નથી, જેમ બધા હાથી સરખા હોતા નથી, જેમ બધા પુરુષ સરખા હોતા નથી, તેમ બધાં શાસ્ત્રો પણ સરખાં હતાં નથી. એટલે કે તેમાંના કેટલાંક વીતરાગ અને સર્વિસના પ્રરૂપેલાં હોઈને સાચાં હોય છે, તે કેટલાક રાગીઓનાં સ્વતંત્રપણે રચેલાં હોઈને અર્ધસત્ય કે અસત્ય હોય છે અને કેટલાક તે અપ્રામાણિક પુરુષની કૃતિઓ હાઈને “શાસ્ત્રસજ્ઞાને પણ નથી. શું નીચેના વિચારે પ્રદર્શિત કરનારને શાસ્ત્રની સંજ્ઞા આપી શકાય ખરી?