________________
: ૪ :
અનેકાન્તવાદ
અથવા
સ્યાદ્વાદ
વિશ્વવ્યવસ્થા અચલ છે.
વિશ્વનું સમગ્ર તંત્ર કેાઈ પણ ચાક્કસ નિયમને અનુસરે છે, તેથી તે વ્યવસ્થાવાળું જણાય છે. તથા એ વ્યવસ્થામાં ક્યારે પણ કાઈ પણ પ્રકારની તૂટ પડતી નથી, કાઈ પણ પ્રકારના ગોટાળા થતા નથી કે કાંઈ ફેરફાર જણાતા નથી, એટલે તે અટલ, અચલ કે ધ્રુવ હોય તેમ જણાય છે. જો વિશ્વનું આ તંત્ર ઘડીભર જ તૂટી પડે, ઘડીભર જ થંભી જાય, ઘડીભર જ ગોટાળામાં પડે કે ઘડીભર જ ફેરફારને પામે તે તેનુ' પરિણામ એ આવે કે વિશ્વની સઘળી વસ્તુએના એક પીંડા જ બની જાય યા તે તેના પરમાણુએ પરમાણુ છૂટા પડીને એવી રીતે વિખરાઈ જાય કે જેથી કાઇ વસ્તુનું નામ કે નિશાન રહે નહિ. એક નાનકડા ધરતીકંપ જે પરિસ્થિતિ પેદા કરે છે, તેના કરતાં લાખા અને ક્રોડગણી વિષમ પરિસ્થિતિ વિશ્વના