________________
વીજું:
: ૭૩ : સાચું અને હું
બાવલાની ઢાલ, એક વખત એક ગામમાં કેટલાક ધાડપાડુઓએ ધાડ પાડી. તે પ્રસંગે એક વીર પુરુષે પિતાના પ્રાણુનો ભેગ આપીને તે ગામને ધાડપાડુઓથી બચાવ્યું. તેથી ગામલેકએ તેની યાદગીરીમાં ગામના ગંદરે તેનું એક બાવલું બેસાડયું. અને તે બાવલાના એક હાથમાં તરવાર તથા બીજા હાથમાં ઢાલ મૂક્યાં. આ ઢાલ એક બાજુ સોનાથી રસેલી હતી અને બીજી બાજુ રૂપાથી રસેલી હતી. - હવે એક વેળા બે પરદેશી મુસાફરો સામસામી દિશામાંથી ત્યાં આવી પહોંચ્યા અને પેલા બાવલાને જોઈ પિતપતાને મત પ્રગટ કરવા લાગ્યા.
એકે કહ્યુંઃ સાબાશ છે આ વીર પુરુષને કે જેણે પરેપકારને માટે પ્રાણ પાથર્યા.
બીજાએ કહ્યું ધન્ય છે આ ગામલોકોને કે જેમણે યોગ્યની ગ્ય કદર કરીને બાવલું બેસાડયું.
પહેલાએ કહ્યુંઃ બાવલાં તે ઘણી જગાએ બેસાડેલાં છે, પણ આનાં જેવાં સુંદર નહિ!
બીજાએ કહ્યું. આ બાવલું તો ઠીકઠીક છે પણ તેના હાથમાં રહેલા તરવાર અને ઢાલ બહુ સુંદર છે. તેમાંય આ રૂપે રસેલી ઢાલ અતિ સુંદર છે !
શું કહ્યું?” પહેલે તાડુકી ઊઠ્યો, “આ ઢાલ રૂપાથી નહિ પણ એનાથી રસેલી છે, છતી આંખે અને છતાં અજવાળે તને એ કેમ દેખાતું નથી ?”