________________
ગ્રી :
.: ૭૯ : સાચું અને હું થાએ કહ્યું: તમે બધાએ શું ધાર્યું છે? એક પિતાની સ્પર્શશક્તિના વખાણ કરે છે, બીજે પિતાના શાંત મગજના ગુણ ગાય છે અને ત્રીજો વળી અનુભવની આરતિ ઉતારે છે! પણું એમ કરીને છેવટે તો પિતાને કક્કો જ ખરે કરવાને માથે છે! પણ અક્કલ કાંઈ અંધારે વહેંચાયેલી નથી. દરેક માણસમાં તે ઓછીવત્તી હોય છે જ. અને આ વાત એવી નથી કે જે સામાન્ય અલથી સમજાય નહિ. એટલે હું તે સાદી ને સીધી વાત કહું છું કે-આ હાથી સુપડા, સાંબેલા, ભૂંગળ, પખાલ કે સાવરણી જે નથી પણ એક મોટા થાંભલા જેવો છે. હવે તમારે જેમ માનવું હોય તેમ માને !
પાંચમાએ કહ્યુંઃ ઝાઝી વાતનાં ગાડાં ભરાય. એક નાની શી બાબતમાં આટલી બધી ભાંજગડ શી? એ તે સહુ કઈ જાણે છે કે-હાથી એક મોટું પ્રાણી છે. એટલે તે સુપડા જેવું સાંબેલા જેવું, ભૂંગળ જેવું, થાંભલા જેવું કે સાવરણ જેવું હોઈ શકે નહિ. એને આકાર તે લાબો પહેળો જ હોઈ શકે અને તેથી જ હું કહું છું કે આ હાથી એક મેટી પખાલ જે છે. જે તમારા મનમાં દુરાગ્રહ ન વચ્ચે હોય તે મારી વાત માની .
છઠ્ઠાએ કહ્યું: આ તે ચેખી બનાવટની જ વાત છે. આ ભાઈ સાહેબ બીજાને દુરાગ્રહી કહે છે તે તે પિતે કદાગ્રહને
ક્યાં વરેલા નથી? જે વસ્તુ સ્પષ્ટ રીતે સાવરણી જેવી છે તેને પખાલ જેવી પુરવાર કરવાને તૈયાર થવું તે કદાગ્રહ જ છે. માટે એ મહેરબાને! ખાલી ભેજાનું દહી કરે મા ! મારા જેવા ગરીબની વાત માની લે કે આ હાથી સુપડા, સાંબેલા,