Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 91
________________ ધમ બધ-ગ્રંથમાળા : e} : - પુષ્પ પેલા માણુસને હવે વિશેષ કાંઈ પૂછવાનું ન હતુ. તેથી તેણે વૈદ્યના આભાર માન્યા અને તેની કુશલતાની ભારાભાર પ્રશંસા કરી. તેમને આ વાર્તાલાપ શાંતિથી સાંભળી રહેલા બીજા દરદીઓએ પણ તેમાં પેાતાના સૂર પૂરાવ્યે. અસત્ય અને સત્યની વ્યાખ્યા. આ દૃષ્ટાન્તાથી એ હકીકત સિદ્ધ થાય છે કે પરસ્પર વિરોધી લાગતી એવી એ ખાખતા એક જ વસ્તુમાં સાઁભવી શકે છે અને તે ખ'ને વાસ્તવિક હાય છે, એટલે તેમાં એક સાચી અને બીજી ખાટી એમ હાતુ નથી. પરંતુ તે મને ખાખ સાપેક્ષ હાઇને જ્યારે અનેને સ્વીકાર કરવામાં આવે છે ત્યારે પૂર્ણ સત્ય પ્રગટ થાય છે એટલે જ (૧) દ્રવ્યને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ સાચુ છે અને પર્યાયને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ ખાટું છે, એમ કહેવુ એ અસહ્ય છે-મિથ્યા છે; તથા— (૨) પર્યાયને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ સાચું છે અને દ્રવ્યને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ ખાટું છે, એમ કહેવું પણુ અસત્ય છે—મિથ્યા છે; પરંતુ— (૩) દ્રવ્યને અનુલક્ષીને થયેલું નિરીક્ષણ પણ વાસ્તવિક છે અને પર્યાયને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણુ પણ વાસ્તવિક છે, એમ કહેવું સાચું છે. અને તેથી (૪) વિશ્વ વ્યવસ્થા અને તેના વ્યવહાર બરાબર સમજવાને માટે દ્રવ્ય તથા પર્યાય ઉભયને અનુલક્ષીને નિરીક્ષણ કરવુ' એ જ વ્યાજબી છે.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104