________________
વીજું
૯૩ : સાચું અને ખોટું છે, જે અનેકાન્તવાદ અને સ્યાદ્વાદની અભિન્નતાને જ પ્રકટ કરે છે. આ વાદ અપેક્ષાપ્રધાન હોવાથી કેટલાક તેને અપેક્ષાવાદ તરીકે પણ ઓળખે છે.
સ્યાદવાદનું સાહિત્ય. અનેકાન્તવાદ, અપેક્ષાવાદ કે સ્વાદુવાદનું મહત્વ અને સ્વરૂપ સમજવા માટે નીચેનું સાહિત્ય જેવાની જરૂર છે.
(૧) નાગમ-આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મકથા વગેરે.
(૨) જનાગમનું ટીકા સાહિત્ય-ઉપરના સૂત્રે પર રચાયેલી નિયુક્તિઓ, ચૂર્ણિઓ તથા ટીકાઓ.
(૩) શ્રી ઉમાસ્વાતિકૃત તત્વાર્થભાષ્ય. (૪) શ્રી કુંદકુંદાચાર્ય કૃત પંચાસ્તિકાય અને સમયસાર. (૫) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિતર્ક અને ન્યાયાવતાર. (૬) શ્રી સમન્તભદ્રકૃત આસમીમાંસા. (૭) શ્રી મલ્લવાદીકૃત દ્વાદશાનિયચક (૮) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક ભાષ્ય. (૯) શ્રી અકલંકકૃત તત્વાર્થ રાજવાર્તિક
(૧૦) શ્રી હરિભદ્રસૂરિકૃત અનેકાંતજયપતાકા, શાસ્ત્રવાતસમુચ્ચય તથા ગદ્દર્શનસમુચ્ચય. .