________________
ત્રીજી ૩
ઃ ૯૫ ઃ
સાચુ' અને ખોટુ
કર્યાં છે. પરંતુ આ પ્રવૃત્તિ કેટલી સમુચિત ગણી શકાય તેમા ખ્યાલ નીચેના સત્યપ્રિય તટસ્થ વિચારકેાના અભિપ્રાય પરથી આવી શકશેઃ
અભ્યાસીઓના અભિપ્રાય.
શ્રીમાન્ પડિંત ગંગાનાથ ઝા એમ.એ; ડી. લીમ્ એક સ્થલે જણાવે છે કે-જ્યારથી મેં શંકરાચાર્ય દ્વારા થયેલું જૈન સિદ્ધાંતનું (અનેકાંતવાદનું) ખડન વાંચ્યું ત્યારથી મને ખાતરી થઈ કે આ સિદ્ધાંતમાં ઘણુ મહત્ત્વ રહેલું છે, જેને વેદાન્તના એ આચાર્ય સમજ્યા નથી. જો તેમણે જૈન ધર્મના મૂળ ગ્રંથા જોવાનુ કષ્ટ ઉઠાવ્યું હાત તા તેમને એના વિરોધ કરવા જેવી કોઈ વાત દેખાત નહિ.
ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર શ્રી આનંદશંકર ખાપુભાઈ ધ્રુવજે વર્ષોં સુધી કાશી હિંદુ વિદ્યાપીઠના આચાય હતા, તેમણે એક માનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે–સ્યાદ્વાદના સિદ્ધાંત એકીકરણના દૃષ્ટિબિંદુને આપણી સમક્ષ રજૂ કરે છે. શંકરાચાયે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યાં છે તે એના મૂળ રહસ્યની સાથે મિલકુલ સંબંધ ધરાવતા નથી, એ તેા એક વાત સિદ્ધ છે કે વિવિધ દૃષ્ટિબિન્દુથી નિરીક્ષણ કર્યાં વિના આપણે કાઈ પણ વસ્તુ પૂરીત્યા જાણી શકતા નથી, અને તેથી જ સ્યાદ્વાદ ઉપયોગી અને સાર્થક છે. મહાવીરના અતાવેલા સ્યાદ્વાદને લેાકેા સંશયવાદ કહે છે પણ હું એ વાતને સ્વીકાર કરતા નથી. સ્યાદ્વાદ એ સંશયવાદ નથી પણ આપણુને એક દૃષ્ટિબિંદુ પૂરું પાડે છે. અને વિશ્વનિરીક્ષણુ માટે નવા પાઠ આપે છે.