________________
ત્રીજું :
: ૯૭ : સાચું અને ખોટું ચઢતે. હવે હું તેઓનું દષ્ટિબિન્દુ તેઓની આંખે જોઈ શકું છું. કેમ કે હું જગતના પ્રેમને ભૂખે છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.
સ્યાદ્વાદને સંદેશ સ્યાદ્વાદને સંદેશ એ છે કે-મિથ્યા માન્યતા અને તેના આગ્રહમાંથી દુરાગ્રહ પેદા થાય છે, દુરાગ્રહમાંથી કલેશ અને કંકાસનાં બીજ વવાય છે અને કલેશ કે કંકાસનાં બીજમાંથી મેટા ઝઘડા કે લડાઈઓ ફાટી નીકળે છે, જે પિતાને તથા આસપાસના સઘળાને ખુવાર કરે છે, તેથી સાચું એ છે કેદુરાગ્રહને છોડી દે અને મધ્યસ્થતાને ધારણ કરવી, જેથી દરેક વસ્તુને વિચાર નિષ્પક્ષપાતપણે કરી શકાય અને તેમાં સાચું શું છે અને ખોટું છે? તે યથાર્થ રીતે જાણી શકાય.
ઉપસંહાર જુદા જુદા કથને અને મંતવ્યમાંથી યેગ્ય સાર ગ્રહણ કર અને “મારું તે સાચું નહિ” પણ “સાચું તે મારું' એ સિદ્ધાંતને અનુસરી જ્યાં સત્ય જણાય ત્યાંથી તેને ગ્રહણ કરવું અને તે બધાને ઉપગ રાગદ્વેષ રહિત થવામાં કરી કે જેના પરિણામે મુક્તિનું મંગલ સુખ અવશ્ય માણી શકાય. | સર્વે મનુષ્ય “સાચું અને બટું” સમજતા થાય અને તેના વિવેક વડે પિતાના આત્માનું તથા વિશ્વનું કલ્યાણ કરે એ જ મંગલકામના.