Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala
Catalog link: https://jainqq.org/explore/022942/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ( 5) iTO લ સાચું અને ખોટું [ સ્યાદ્વાદ ] 1ીવ તોત થતાળી પાણી " પૂ૫ : ૩ : Page #2 -------------------------------------------------------------------------- ________________ 5 Ecocleanvarasarvan ધમં બેધ ગ્રંથમાળા-પુરુષ ત્રીજી સાચું અને ખોટું [ સ્યાદ્વાદ ] : લેખક : શ્રી ધીરજલાલ ટારસી શાહ. 卐 : પ્રકાશક : શ્રી મુક્તિકમલ જૈન મેાહનગ્રન્થમાળા, કાર્યાધિકારી-લાલચંદ નંદલાલ શાહ ઠે. રાવપુરા, ઘીકાંટા, વડલીઆ—વડાદરા. •••••[...]s[UEUELE .................. Page #3 -------------------------------------------------------------------------- ________________ * પ્રકાશક : *મુશ્ચિકમલ જેને મેહન ગ્રંથમાળા રાવપુરા-વડોદરા. આવૃતિ પહેલી. પહેલી વાર બાર આના વિ. સં. ૨૦૦૭ અક્ષયતૃતીયા. : મુદ્રકઃ શા. ગુલાબચંદે શ્રી મહાકાય મ. એસ-નાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય ૧ સાચું અને ખેતુ જાણવાની જરૂર. ૨ સાચુ' અને ખાટું જાણવાનું સાધન. બુદ્ધિનાં મુખ્ય કાર્યાં. શ્રેણિપુત્ર ભાળા [ દૃષ્ટાંત ]. ચિત્રની પરીક્ષા [ દૃષ્ટાંત ]. સત્તુદ્ધિ. બુદ્ધિ. ધબુદ્ધિ અને પાપમુદ્દે [ દૃષ્ટાંત ]. બુદ્ધિના પ્રકારા. આત્પાતિક બુદ્ધિ. વૈયિકી બુદ્ધિ. કાર્મિકી બુદ્ધિ. પારિણામિક બુદ્ધિ. ૩ જે માનવુ ખાટું છે. બહુમતવાદની પાકળતા. વરુનાં પગલાં [ દૃષ્ટાંત ]. ચારની મૂમ [ દૃષ્ટાંત ]. વાનરાનુ ટાળું [ દૃષ્ટાંત ]. શાસ્ત્રપરીક્ષાની જરૂર. અખબારાના રંગઢંગ. ૪ અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ. વિશ્વ વ્યવસ્થા અચલ છે. પૃષ્ઠન ખર ૧ ७ ૧૧ ૨૫ ૨૯ 80 ૩. ૩૭ ૩૪ ૩૬ જર ૪૫ ૪૯ ૪૯ ૫૦ ૧૩ ૫૪ ૧૮ ૧ ૬. Fe Page #5 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અનાદિ છે. વિશ્વના સર્વનાશ સભવતા નથી. દ્રવ્ય દૃષ્ટિ અને પર્યાય દૃષ્ટિ. અને દૃષ્ટિએની વાસ્તવિકતા, ખાવલાની ઢાલ [ દૃષ્ટાંત ]. હાથીનુ નિરીક્ષણ [ દૃષ્ટાંત ]. કુશલ વૈદ્ય [ દૃષ્ટાંત ]. અસત્ય અને સત્યની વ્યાખ્યા. અનેકાન્ત દૃષ્ટિ અનેકાન્ત દૃષ્ટિનુ મહત્ત્વ. અનેકાન્ત દૃષ્ટિને સ્વીકાર. અનેકાન્તવાદ એ જ સ્યાદ્વાદ. સ્યાદ્વાનું સાહિત્ય. સ્યાદ્વાદ વિષે ગેરસમજ અને અવળા પ્રચાર. અભ્યાસીઓના અભિપ્રાય. સ્યાદ્વાદના સંદેશ. ઉપસહાર. *** ૬૯ ૭. ૦૨ ૭૨ ૭૩ ૭૬ ૧ ૮૬ ૮૭ re ૯૦ ૧ ૨૧ ૩૪ ૯૫ ૬ ૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ : ૧ : સાચું અને ખોટું જાણવાની જરૂર. સજજન અને દુર્જન એક નથી; સદાચારી અને દુરાચારી સમાન નથી; એગી અને ભેગી સરખા નથી. સબરસ અને સાકરમાં ફેર હોય છે, મગ અને મરીમાં તફાવત હોય છે; ધૂળ અને તેજમત્રીમાં કેઈ ને કોઈ પ્રકારને ભેદ અવશ્ય હોય છે. તે જ રીતે “સાચું” અને “ખેટું” એક નથી; “સાચું” અને “ખોટું’ સમાન નથી, તેમ “સાચું” અને “” સરખું પણ નથી. સાચામાં અને ખેટામાં ફેર હોય છે; સાચા અને ખેટામાં તફાવત હોય છે; સાચા અને ખેટામાં કેઈ ને કોઈ પ્રકારનો ભેદ અવશ્ય હેય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ધ મધ-ગ્રંથમાળા : ” ક : પુષ્પ ‘બધું જ સાચું છે’ કે ‘બધું જ ખાટું છે' એમ માનવું એ મૂઢતાની નિશાની છે. એનો અર્થ તે એ થયે કે-આ જગમાં સાચા અને ખાટા જેવા કોઇ ભેદો હસ્તી ધરાવતા નથી. અને ખરેખર જો તેમજ હાય તો ‘સાચું કરવાના અને ખોટું છેાડવાના' આગ્રહ રાખવા, ઉપદેશ દેવા કે પ્રચાર કરવા એ સરાસર ભૂલ ગણાય, ફોગટના પરિશ્રમ લેખાય કે એક જાતની મૂર્ખતા જ મનાય. અને એ રીતે જો ‘સાચું કરવાનો અને ખાટુ' છેડવાના' આગ્રહ રાખનારને, ઉપદેશ ઢનારને કે પ્રચાર કરનારને મૂર્ખ માનીએ તે જગા કાઈ પણુ મહાપુરુષ તેમાંથી બાકી રહે નહિ; કારણ કે તે દરેકે એક યા બીજા પ્રકારે ‘સાચું કરવાના અને ખાટુ' છેડવાના આગ્રહ રાખેલે છે, ઉપદેશ દ્વીધેલા છે અને પ્રચાર કરેલા છે. એટલે જગતના તમામ મહાપુરુષોને મૂર્ખ ઠરાવવા જેટલી આપણી હિમ્મત ન હાય-અને ન જ હાય-તા ઉત્તમ રસ્તા એ છે કે બધું જ સાચુ છે' કે ‘ બધું જ ખાટું છે' એમ માનવાનું છેાડી દઇને ‘અમુક સાચુ' છે' અને અમુક ખાટું છે’તેમ માનવું જોઇએ. 6 " ' કોઈ જમવા એસનાર કદી એમ કહે છે ખરા કે મને ગમે તે આપા, કારણ કે બધું જ સરખું છે ?' કદી તે એમ કહે તા તેનું પરિણામ શું આવે ? સ`ભવ છે કે તેના ભાણામાં ‘ફાટલી’ દાળ ’ શાક’ ચટણી ’ ‘ રાયતું’ અને · ભાત' પીરસાવાને બદલે કાચું અનાજ, કાકમ, રાઇ, મેથી, લનાં છેડાં, ધૂળ, રાખ, કચરા ગમે તે પીરસાય; કારણ કે ગમે તેમાં એ બધાંના સમાવેશ થાય છે. 6 " કાઈ શાકભાજી લેવા જનાર કાછીયાને કદી એમ કહે છે Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : : ૩ : સાચું અને હું ખરો કે “મને ગમે તે શાક આપ, કારણ કે બધું જ સરખું છે?” કદી તે એમ કહે તે સંભવ છે કે તેની થેલીમાં કૂણી કાકડી, તાજાં તુરિયાં કે પાકેલાં ટામેટાને બદલે ઘરડે ગવાર, વાસી ગલકાં કે ઉતરી ગયેલી દૂધી આવી પડે; કારણ કે ગમે તેમાં એ બધાં શાકને સમાવેશ થાય છે. કઈ કાપડ લેવા જનાર કાપડિયાને કદી એમ કહે છે ખરો કે “મને તું ગમે તે કાપડ આપ, કારણ કે બધું જ સરખું છે?” કદી તે એમ કહે તે સંભવ છે કે તેના હાથમાં પહેરણ, ડગલા અને ટેપીનાં કાપડને બદલે ચોળી, ચણિયા અને સાડીનું કાપડ આવી પડે, અથવા તે શરબતી મલમલ અને સેનાને સ્થાને ઘેડા છાપને માદરપાટ કે બગસરાને ચાતારે ચાફાળ રજૂ થાય; કારણ કે ગમે તે કાપડમાં એ બધાંને સમાવેશ થાય છે. કોઈ આગગાડીને મુસાફર સ્ટેશન માસ્તર કે ટિકીટ આપનારને કદી એમ કહે છે ખરો કે “મને ગમે તે સ્ટેશનની ટિકીટ આપે, કારણ કે બધાં જ સ્ટેશન સરખાં છે?” અને કદી કહે તે સંભવ છે કે તેને વડેદરાને ઠેકાણે વઢવાણ જવું પડે, અમદાવાદના સ્થળે અહમદનગર ઉતરવું પડે અને પુનાને બદલે પાંચેરા પહોંચવું પડે; કારણ કે ગમે તે સ્ટેશનમાં એ બધાંને સમાવેશ થાય છે. એટલે બધું જ સરખું છે કે બધું જ સાચું છે એમ માનવાથી કઈ પણ વ્યવહાર સફલ થતું નથી. જે બધું જ ખોટું હોય તે ખાવાને, પીવાને, હરવાને કોઈ એમ કે બધાં ૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૪ : ફરવાને, બોલવાને, ચાલવાને, વાત કરવાને, વિવાદ કરવાને, ગાવાને, રેવાને, સૂવાને, બેસવાને પ્રભુભક્તિ, જપતપને અને કઈ પણ ક્રિયા કરવાને કોઈ જ અર્થ નથી, કારણ કે બધામાં તે સઘળી ક્રિયાઓને સમાવેશ થાય છે. એટલે બધું જ સાચું છે કે બધું જ ખોટું છે એમ માનવું એ યુક્તિ અને અનુભવથી વિરુદ્ધ છે; અને તેથી નિરાધાર ( નિર+આધાર આધાર વિનાનું ), અપ્રામાણિક (અપ્રામાણિક= પ્રામાણિક=પ્રમાણ વિનાનું), ગેરવ્યાજબી (ગય+વ્યાજબી-નહિ વ્યાજબી) કે ખોટું (તથ્ય વિનાનું) છે, જ્યારે “અમુક સાચું છે” અને “અમુક ખેટું છે” એમ માનવું એ સાધાર (સ+આધાર આધારવાળું), પ્રામાણિક, વ્યાજબી કે સાચું (તથ્યવાળું) છે. જ્યાં અમુક સાચું હોય અને અમુક ખાટું હોય, ત્યાં કયું સાચું છે અને કયું ખોટું છે?” એ જાણવાની જરૂર છે, જેથી સાચાને બેઠું અને ખેટાને સાચું માનવાનો પ્રસંગ આવે નહિ. સાચાને સાચું માનવું અને બેટને ખેટું માનવું એ વ્યાજબી છે, યોગ્ય છે, ન્યાયી છે, સંગત છે, અવિસંવાદી છે કે “સમ્યક છે, અને સાચાને ખેટું માનવું અને ખેટાને સાચું માનવું એ ગેરવ્યાજબી છે, અગ્ય છે, અન્યાયી છે, અસંગત છે, વિસંવાદી છે કે મિથ્યા છે, તેથી “સાચાને સાચું માનનાર અને ખેટાને ખોટું માનનાર” મનની વૃત્તિને, મનના વલણને કે મનના આગ્રહને નિર્ચની પરિભાષામાં સમ્યક્ત્વ Page #10 -------------------------------------------------------------------------- ________________ વીજું : સાચું અને એ (સમ્યકપણું) કહેવાય છે અને તેથી વિરુદ્ધ મનોવૃત્તિને. મનના વલણને કે મનના આગ્રહને “મિથ્યાત્વ” (મિથ્યાપણું) કહેવાય છે. સમ્યક્ત્વનું પારંપરિક ફલ (છેડે આવનારું પરિણામ) સિદ્ધિ છે અને “મિથ્યાત્વ”નું પારંપરિક ફલ ભવભ્રમણ છે. તેથી “સમ્યકત્વ” ઈષ્ટ કે ઉપાદેય છે અને “મિથ્યાત્વ” અનિષ્ટ કે હેય છે. લૌકિક ભાષામાં કહીએ તે જેમને સાચા પર પ્રેમ છે, તે આખરે તરવાના અને બાકી બધા બૂડવાના. તેથી જેઓ સમજુ છે, શાણું છે, ડાહ્યા અને વિવેકી છે, તેમણે “સાચું શું અને ખોટું શું? ” અથવા “સાચું કેને કહેવાય અને છેટું કોને કહેવાય?” તે જાણવાની જરૂર છે. આ સંબંધી જૈન ધર્મનું દષ્ટિબિંદુ કેવા પ્રકારનું છે, તેને ખ્યાલ હવે પછીના પૃષ્ઠમાં આપવામાં આવ્યું છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ : ૨ :. સાચું અને ખોટું જાણવાનું સાધન. ખાવું-પીવું, ઊઠવું–બેસવું, જવું–આવવું, સૂવું—ઊંઘવું, રક્ષણ કરવું, અવાજ કર, પ્રજોત્પત્તિ કરવી અને તેની સારસંભાળ કરવી વગેરે કેટલાક વ્યવહારે મનુષ્યમાં અને પશુપક્ષીઓમાં સમાનપણે જોવામાં આવે છે, એટલે કે તેમાં મનુષ્ય. ની કોઈ વિશિષ્ટતા નથી. પરંતુ સત્સંગ કરે, સદાચાર પાળ, એક બીજાને મદદ કરવી, એક બીજાનું ભલું કરવું, ગુરુની સેવા કરવી, પ્રભુની ભક્તિ કરવી, ધાર્મિક અનુષ્ઠાન કરવાં, ભણવું, ભણાવવું, વાંચવું, વિચારવું, સાધનસામગ્રી અનુકૂળ છતાં તેના તરફ ત્યાગ–ભાવના કેળવવી વગેરે કેટલાક વ્યવહારો એવા છે કે જે મનુષ્યની ખાસ વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા શેને આભારી છે તે વિચારવું ઘટે છે. એક વાનર, એક કૂતરે કે એક ઘેટું ખાવું-પીવું, જવું Page #12 -------------------------------------------------------------------------- ________________ મોજું : : ૭ : : સાચું અને હું આવવું, સૂવું ઊંઘવું આદિ જે જે વ્યવહાર કરે છે, તે જીવન ધારણ કરવા પૂરતા જ હોય છે. એટલે તેમાં કોઈ વિશિષ્ટ હેતુ કે વિશિષ્ટ ઉદ્દેશ નજરે પડતું નથી; જ્યારે મનુષ્યના વ્યવહાર વિશિષ્ટ હેતુપૂર્વક, વિશિષ્ટ ઉદ્દેશથી કે ચેકસ ધ્યેયની સિદ્ધિ અર્થે થતા જણાય છે. તેથી તેમાં હિતઅહિતને, સારા ખરાબને કે સાચા-ખેટાનો ભેદ નજરે પડે છે. અને તે જ એની વિશિષ્ટતા છે. બીજા શબ્દોમાં કહીએ તે પશુ-પંખીઓ મોટા ભાગે પિતાને વ્યવહાર ઓઘસંજ્ઞા કે પ્રેરણ(Instinct)વડે કરે છે, જ્યારે મનુષ્ય પોતાને વ્યવહાર બુદ્ધિપૂર્વક કરે છે કે જે એની ખાસ વિશેષતા છે. બુદ્ધિનાં મુખ્ય કાર્યો. બુદ્ધિનાં મુખ્ય કાર્યો બે છે: (૧) સત્ અને અસની તુલના કરવી કે જેને “પ્રમાણપરીક્ષા” કે “વિવેક' કહેવામાં આવે છે અને (૨) સાચા અને ખેટાનો નિશ્ચય કર કે જેને “અનુમાન” કે “નિર્ણય” કહેવામાં આવે છે. થોડા દwતેથી આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજી લઈએ. ૧ એક સારો અને બેટે રૂપીઓ પારખવા માટે રજૂ થાય છે. એટલે બુદ્ધિ પિતાનું કાર્ય શરૂ કરે છેઃ જ આ રૂપીઆની છાપ બરાબર જણાય છે, જ્યારે આ રૂપીઆની છાપ બરાબર જણાતી નથી. મા આ રૂપીઆનો રંગ ચાંદી જેવું લાગે છે, જ્યારે આ રૂપીઆના રંગમાં લાઈ કે સીસાનું મિશ્રણ હોય તેવું લાગે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધનંથમાળા : ૮ : : પુષ ૬ આ રૂપીઆની કિનારી એકધારી છે, જ્યારે આ રૂપીઆની કિનારી એકધારી નથી. જ તેથી આ રૂપીઓ સાચે છે અને આ રૂપીઓ ખે છે. - આ વિચારણામાં અ, બ, ૬ વિગેરે વિવેક છે અને એ નિર્ણય છે. ૨ “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી.” એવું કથન પરીક્ષા માટે રજૂ થાય છે, એટલે બુદ્ધિ પિતાનું કાર્ય શરૂ કરે છેઃ આ ચીભડું બહુ બહુ તે હાથ લાંબું હોય છે. દેશવિશેષથી કદાચ દેઢ હાથ લાંબું પણ હેઈ શકે પરંતુ તેથી મેટું ચીભડું કઈ પણ વખતે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. આ વળી બાર હાથ લાંબી વસ્તુની અંદર તેર હાથ લાંબી વસ્તુ સમાઈ શકે નહિ એ નિશ્ચિત છે. થા તેથી “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી” એ કથન બેઠું છે. - અહીં જ અને આ વિવેક છે અને એ નિર્ણય છે. ૩. “વાંઝણનો પુત્ર રેજ નદીએ નાવા જાય છે એવું કથન પરીક્ષા માટે રજૂ થતાં બુદ્ધિનું કાર્ય શરૂ થાય છે, તે વિચારવા લાગે છે કે જ વાંઝણી એટલે પુત્ર વિનાની, તેને પુત્ર કેમ કરીને Page #14 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી : : હે ઃ સાચુ અને માઢુ હાય ? અને જો તેને પુત્ર હાય તે તે વાંઝણી કહેવાય શી રીતે ? આ વળી જેની હસ્તી જ ન હેાય તે કોઇ પણ ક્રિયા કરે જ કેવી રીતે ? મૂરું નાસ્તિ જીતઃ ચાલા? જ્યાં મૂળ જ નથી, ત્યાં ડાળીની વાત કેવી ? ૪ તેથી “ વાંઝણીનો પુત્ર રાજ નદીએ નાવા જાય છે ’ એમ કહેવું ખાટુ' છે. કેટલીક વાર સાચા-ખાટાનો નિણ્ય કરતાં પહેલાં બુદ્ધિને વિવેક અને નિર્ણયની એક હારમાળામાંથી પસાર થવું પડે છે. જેમકે ‘ તરણા ઓથે ડૂંગર રે, ડૂંગર કોઈ દેખે નહિ !' એ કથન પરીક્ષા માટે રજૂ થયું છે, તેા બુદ્ધિ નીચે મુજબ વિચાર કરવા લાગશેઃ— વિવેક-તરણું ઘણું જ નાનુ હાય છે અને ડૂંગર ઘણેા માટા હાય છે, નિય—તેથી તરણાની એથે ડૂંગર છુપાય તે ખની શકે નહિ. વિવેક-ડૂંગર એક સ્થૂલ વસ્તુને સહુ કોઇ દેખી શકે છે, સિવાય કે અંધ, નિર્ણય–તેથી ‘ ડુંગર કોઈ દેખે નહિ ’ એમ કહેવુ પણ ખાટુ' છે. વિવેક–પરંતુ એક ભક્તકવિ ખાટુ' મેલે નહિ, કારણ કે તે પ્રામાણિક ડાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ગ્રંથમાળા : ૧૦ : પુષ્પ નિર્ણય–તેથી મારા ઉપરના અનુમાનમાં જ ખામી હોવાને સંભવ છે. વિવેક–એ ખામી કયાં હશે? શું તેણે વાપરેલા શબ્દોના અર્થો મારા સમજવામાં નહિં આવ્યા હોય ? ઘણી વખત તેવું બને છે, નિર્ણય–તેથી મેં અર્થો સમજવામાં ભૂલ કરી હોય તેમ જણાય છે. વિવેક-શબ્દનો અર્થ ભાષા પ્રમાણે અને ભાવ પ્રમાણે થઈ શકે છે. તેમાં ભાષા પ્રમાણે વાત બંધબેસતી આવતી નથી. નિર્ણય–તેથી અહીં ભાવ પ્રમાણે વિચાર કરે ગ્ય લાગે છે. વિવેક-ભાવ પ્રમાણે અર્થે વિચારીએ તે તરણું એટલે ઘણું નાનું કે નજીવું અને ડુંગર એટલે ઘણું મોટું કે મહાન. આ નિર્ણય–તેથી નાનાની પાછળ ઘણું મોટું છુપાયેલું હોય છે તેમ કહેવાનો આશય જણાય છે. વિવેક–નાના બનાવની પાછળ મેટું રહસ્ય છુપાયેલું હોય છે એ હકીકત ઘણી વખત જેવામાં આવે છે. નિર્ણય–તેથી અહીં પણ તે જ અર્થ સંગત જણાય છે. - વિવેકા-દરેક ઘટનાની પાછળનું મહાનું રહસ્ય મનુષ્ય સમજી શકતા નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : ૧૧ : સાચું અને મેટું નિર્ણય તેથી ડુંગર કોઈ દેખે નહિ!” એમ કહેવું સાચું છે. આખરી નિર્ણયઃ બધા વિચાર કરતાં લાગે છે કે “તરણું ઓથે ડુંગર રે, ડુંગર કેઈ દેખે નહિ ! ” એ કથન સાચું છે. આ વિચાર પરથી એક બીજી વાત સ્પષ્ટ થાય છે કેબુદ્ધિ જ્યારે સત અને અસતને વિવેક કરવા લાગે છે ત્યારે ચૈતન્યના ભંડળમાં પડેલ સંખ્યાતીત સંસ્કારો અનુભવ કે પ્રતીતિઓ પૈકી કેટલાકને ઉપયોગમાં લે છે અને તેને હેતુ કે દલીલ તરીકે ઉપગ કરે છે. આ હેતુ કે દલીલ પ્રમાણે જે રજૂ થયેલી વસ્તુ બરાબર જણાય તે એને તે “સાચું ” કહે છે અને તેથી ભિન્ન કે વિરુદ્ધ જણાય તો એને તે “ખેટું કહે છે. “તરણા ઓથે ડુંગરવાળા કથનને તેણે અમુક હેતુથી કે અમુક દલીલથી ખોટું ઠરાવ્યું હતું અને પાછું તે જ કથનને બીજા હેતુથી કે બીજી દલીલેથી “સાચું” કરાવ્યું. એટલે એક કથન કે એક કામ અમુક હેતુથી કે અમુક દલીલથી વિચારતાં સારું લાગે છે અને તે જ કથન કે તે જ કામ બીજા હેતુથી કે બીજી દલીલથી વિચારતાં ખોટું લાગે છે. આ વાતને વધારે ખ્યાલ નીચેનાં બે દષ્ટાંતે વિચારવાથી આવી શકશે – - શ્રેષ્ઠિપુત્ર ભેળે. જીર્ણદત્ત નામના એક શેઠે મરતી વખતે પિતાના પુત્ર ભેળાને પાસે બોલાવીને કહ્યું કે “બેટા! હું તે હવે આ સંસારની વિદાય લઉં છું, પણ તારું ભલું થાય તે માટે કેટલીક Page #17 -------------------------------------------------------------------------- ________________ મધમાળા : ૧૨ : શિખામણ આપતે જાઉં છું. તે તું બરાબર સાંભળી લે અને તેને સાવધાનીપૂર્વક અમલ કરજે. તે શિખામણે આ પ્રકારની છે. (૧) ઘર ફરતી દાંતની વાડ કરજે. (૨) દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ. (૩) સ્ત્રીને બાંધી મારજે (૪) હમેશાં મીઠું જમજે (૫) ગામેગામ ઘર કરજે (૬) દુઃખ પડે ત્યારે ગંગાને કાંઠે ખેદજે અને (૭) સંદેહ પડે તે પાટલીપુત્ર જઈ મારા મિત્ર સોમદત્તને પૂછજે. | શેઠ સ્વર્ગવાસી થયા અને ભેળાએ પિતાની શિખામણને અમલ કર્યો, પરંતુ તેમ કરતાં તેની પાસેનું બધું દ્રવ્ય ખલાસ થયું અને તે નિર્ધન થઈ ગયે. તેથી બધેથી હડધૂત થવા લાગે. કહ્યું છે કે – દ્ધિએ પૂજા પામતા, ધન સાથે ગુણ જાય; દ્રવ્યવિહણુ માનવી, મૃતક સમ તેલાય. ભૂષણ ગિરિજા-કેતનું તસ રિપુ તસ પતિ જેહ; તસ રામા જસ ઘર નહીં, ખરે વિગુતે તેહ, મનુષ્ય ધનવડે પૂજાય છે અને ધન જતાં જાણે નિર્ગુણ બની ગયા હોય તેવા લેખાય છે. ખરેખર ! દ્રવ્ય વિનાના માનવીની ગણતરી મડદા જેવી જ થાય છે. ગિરિજાતંત એટલે પાર્વતીના પતિ શિવજી. તેમનું ભૂષણ તે સાપ. તેને રિપુ તે ગરુડ તેના પતિ તે વિષ્ણુ, અને તેની રામા તે લક્ષમી. એ જેના ઘરમાં રહેતી નથી, તે બિચારો બધા ઠેકાણે વગેવાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કે : ૧૩ : સાચું અને એક આ પ્રમાણે શિખામણનું પરિણામ બૂરું આવવાથી ભેળાના મનમાં સંદેહ ઉત્પન્ન થયે કે “પિતા બહુ શાણા હતા અને મારું નિરંતર ભલું ચાહનારા હતા. તે મને ખેટી શિખામણે કેમ આપે? માટે મારી ભૂલ તે નહિ થઈ હોય?” એટલે તે પાટલીપુત્ર નગરે ગયે અને તેના પિતાના મિત્ર સમદત્તને મળે. સમદર તેને ઉચિત આદરસત્કાર કરીને પૂછ્યું કે “હે વત્સ! તું બધી વાતે કુશળ તે છે ને ?' તે વખતે ભેળાએ જવાબ આપે કે “વડીલશ્રી ! મારા પિતાની શિખામણને સાચી માનીને મેં તે મુજબ વર્તન કર્યું, તે હું નિર્ધન અને દુઃખી દુઃખી થઈ ગયે, માટે હવે આપ રસ્તો બતાવે કે મારે શું કરવું ?' સોમદત્તે કહ્યું: “ભાઈ ભેળા ! તારા પિતાએ શું શું કહ્યું હતું અને તેને અમલ તે કેવી રીતે કર્યો તે મને કહી બતાવ; પછી મારે જે કાંઈ કહેવું ઘટશે તે કહીશ.” ભેળાએ કહ્યું: “મારા પિતાશ્રીએ એમ કહ્યું હતું કે “ઘર ફરતી દાંતની વાડ કરજે.” એટલે મેં હજારે રૂપીઆ ખચીને હાથીદાંત મંગાવ્યા અને તેથી મારા ઘર ફરતી વાડ કરાવી. પણ લોકો એને કાઢી ગયા અને મારા પૈસાનું પાણી થયું. | મારા પિતાશ્રીએ બીજું એમ કહ્યું હતું કે “દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ.” તે પ્રમાણે લેકેને દ્રવ્ય આપીને હું લેવા ગયે નહિ. પરંતુ તેમ કરતાં કંઈ પણ માને જ લીધેલું Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ચંથમાળા : ૧૪ : : પુષ્પ દ્રવ્ય પાછું આપવા આવ્યું જ નહિ અને મારું બધું લેણું ખોટું થયું. મારા પિતાશ્રીએ ત્રીજું એમ કહ્યું હતું કે “સ્ત્રીને બાંધી મારજે.” તે પ્રમાણે મેં સ્ત્રીને બાંધીને મારી, તે મારાથી નારાજ થઈને તે પિતાને પિયર ચાલી ગઈ અને ઘરમાં હું એકલો જ રહ્યો. મારા પિતાશ્રીએ ચોથું એમ કહ્યું હતું કે “હમેશા મીઠું જમજે.” તે પ્રમાણે હમેશાં હું લાડુ, બરફી, પેંડા, મેસુર, મગજ, મેહનથાળ, ગુલાબજાંબુ, ગગન ગાંઠિયા વગેરે મીઠાઈઓ ખાવા લાગ્યો. એટલે મારા શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા. | મારા પિતાશ્રીએ પાંચમું એમ કહ્યું હતું કે “ ગામે ગામ ઘર કરજે.” તે પ્રમાણે મેં ઘણા ગામમાં જમીન ખરીદી અને ત્યાં ઘરે બંધાવ્યાં. પણ એમ કરતાં બધાં ઘરો લોકોએ કઈને કઈ પ્રકારની તકરાર ઊભી કરીને બથાવી પાડ્યા. હું એકલે બધે ક્યાંથી પહોંચું? મારા પિતાશ્રીએ છછું એમ કહ્યું હતું કે “દુઃખ પડે ત્યારે ગંગાને કાંઠે ખેદજે.” તે પ્રમાણે, દુઃખ પડતાં મેં ગંગાને કાંઠે અનેક ઠેકાણે ખોદ્યો પણ ત્યાંથી કાંઈ પણ દ્રવ્ય મળ્યું નહિ અને મારે બધે પરિશ્રમ ફેગટ ગયે. મારા પિતાશ્રીએ સાતમું એમ કહ્યું હતું કે “સંદેહ પડે તે પાટલીપુત્ર જઈ મારા મિત્ર સોમદત્તને પૂછજે.” તે પ્રમાણે મને સંદેહ પડતાં હું આપની પાસે આવ્યું છું, માટે Page #20 -------------------------------------------------------------------------- ________________ વીજું ઃ : ૧૫ : સાચું અને મેટું આપ મારી સારસંભાળ કરે. હવે આપના વિના આ જગમાં મારું કઈ જ નથી. આ પ્રમાણે ભેળાની બધી હકીક્ત સાંભળીને સોમદત્ત કહ્યું કે “હે વત્સ! તારા પિતા ઘણું જ અનુભવી અને કાબેલ હતા. તેમણે જે શિખામણે આપેલી છે, તે ઘણી જ સુંદર છે અને તે પ્રમાણે વર્તવામાં આવે તે કઈ પણ દિવસ દુઃખી થવાને વખત આવે જ નહિ. પણ એ શિખામણેનું સાચું રહસ્ય તું સમજે નહિ, બધું જ ઊલટું કર્યું અને તું હેરાન-પરેશાન થઈ ગયે; માટે એ શિખામણનું સાચું રહસ્ય સમજી લે. તે આ પ્રમાણે છેઃ (૧) “ઘર ફરતી દાંતની વાડ કરજે ” એટલે ઘરની આસપાસ રહેતા લોકો સાથે વાણુને એ વ્યવહાર કરજે કે જેથી બધાં આપણને વાડરૂપ થાય અને આપણું રક્ષણ કરે. જે માણસે પાડોશીઓ જોડે સારાસારી રાખતા નથી અને વાતવાતમાં વહી પડે છે, દંતકલહ કરે છે, તેઓને અનેક પ્રસંગોએ વેઠવું પડે છે અને નહિ ધારેલી મુશીબતે ઉઠાવવી પડે છે. તેથી દાંતની વાડ કરવી-મીઠા શબ્દપ્રયોગોથી રક્ષણની વ્યવસ્થા કરવી એ સર્વથા ઉચિત છે. (૨) “ દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ” એટલે દ્રવ્ય એવી રીતે આપજે કે આપ્યા પછી તેમની પાસે લેવા જવાને વખત આવે નહિ. આવું ત્યારે જ બને કે જ્યારે સામા પાસેથી પૈસા કરતાં દેટુંબમણું કિંમતનું ઘરેણું ખાનામાં લીધું હોય. એ રીતને વ્યવહાર કર્યા વિના લેકે આપણું Page #21 -------------------------------------------------------------------------- ________________ ધમબોધ-ગ્રંથમાળા : ૧૬ : ઘર પૂછતાં આવે નહિ અને લીધેલું પાછું આપી જાય નહિ. તેથી “દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ” લેવા જવું પડે તે પ્રસંગ ઊભું કરીશ નહિ, એમ કહ્યું તે સર્વથા ઉચિત છે. (૩) “સ્ત્રીને બાંધી મારજે” એટલે તેને કામમાં એવી રીતે પરવી દેજે કે જેથી તેને બીજા કેઈ નબળા વિચારો આવે નહિ. તે પર એક દૃષ્ટાંત કહું તે સાંભળ. - શ્રીપુર નગરમાં જિનદત્ત નામને એક શેઠ વસતે હતે. તેનો માટે પુત્ર પરદેશમાં કમાવા ગયે. હવે તેની ભાર્યા શ્રીમતી પતિને દીર્ઘ વિગ થવાથી કામાતુર થઈ. એટલે તેણે પિતાની પાસે રહેનારી એક વિશ્વાસુ ઘરડી સ્ત્રીને કહ્યું કે “મને કામવિકાર બહુ થયે છે, માટે કઈ પુરુષને બોલાવી લાવ.” - ડેશી સમજી ગઈ કે શેઠની આ પુત્રવધૂ મોટા ભાગે નવરી રહે છે, તેથી તેને આ દુષ્ટ વિચાર આવ્યો છે. એટલે તે ડોશીએ તેના સસસને એકાંતમાં બોલાવીને કહ્યું કે “હવે વહનું મન વશ રહેતું નથી. વૈવનવતી સ્ત્રી નવરી રહે તે એ શિયળ કેમ પાળી શકે? માટે તે સંબંધી વિચાર કરીને યોગ્ય લાગે તે ઉપાય કરે.” સસરે સમજુ હતું. તેણે દીર્ધ વિચાર કરીને ઘરના સર્વ માણસેને ભેગા કર્યા અને પિતાની સ્ત્રી પર કૃત્રિમ ગુસ્સે કરીને કહ્યું કે “હવેથી તમારે તમામ કામ વહુને પૂછીને કરવું. પૈસા ટકા જે જોઈએ, તે તેની પાસેથી માંગી લેવા.” આ પ્રમાણે બધાની સમક્ષ તેણે ઘરને સઘળો કારભાર વહુને સેં. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઘણું ? * ૧૭ : સાચું અને મારું શેઠના ઘરમાં કરચાકર ઘણા હતા અને મેમાન-પરેણું આવ્યા જ કરતાં હતાં એ બધાંની સારસંભાળ કરતાં અને દરેકને પૂછેલી વાતને જવાબ આપતાં વહુને ઘડીની પણ નવરાશ રહેતી નહીં. તે કાયમ કામમાં ને કામમાં ગુંથાયેલી જ રહેતી. પછી શેઠની પ્રેરણાથી ડેસીએ વહુને એકાંતમાં બોલાવીને કહ્યું કે “તમારા માટે કોઈ પુરુષને લઈ આવું?” તે સાંભળી વહુએ જવાબ આપે કે “અરે ડોશીમા ! મને તે ઘડીની પણ ફુરસદ મળતી નથી. રાત્રિ પડે છે અને સૂવાનો સમય થાય છે, ત્યાં તે થાકીને લોથપોથ થઈ જાઉં છું. એટલે ઊંઘ સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા થતી નથી માટે તમારે એ વાત ભૂલી જ જવી. હવે ફરીને કયારેય પણ તે સંભારશે નહિ.” ડોશીએ તે વાત શેઠને કરી એટલે શેઠને ઘણી જ શાંતિ થઈ એવામાં તે સ્ત્રીનો પતિ પરદેશથી ઘણું ધન કમાઈને ઘેર આવી ગયું અને તે સ્ત્રી પોતાના પતિ સાથે યથેષ્ટ સુખ ભેગવવા લાગી. માટે સ્ત્રીને બાંધી મારવી” એટલે કામકાજથી પરવારેલી રાખવી એ સર્વથા એગ્ય છે. (૪) “હમેશાં મીઠું જમજે” એટલે કેઈ પણ ભેજનને મીઠું કરીને જમજે, કોઈ પણ ભોજન મીઠું ત્યારે જ લાગે છે કે જ્યારે ભૂખ કકડીને લાગી હોય. ગમે તેવું સ્વાદિષ્ટ ભજન પણ વિના ભૂખે મીઠું લાગતું નથી. જેઓ ખરી ભૂખ વિના Page #23 -------------------------------------------------------------------------- ________________ માધ-ચંથમાળા : ૧૮ : કાય છે કે મીઠાઈઓને ખાવાથી જાડા અથવા શક્તિવાળા જવાશે એમ માનીને તેનું વારંવાર સેવન કરે છે, તેમની જઠર બગડે છે અને અપચ થાય છે. તે અપ જ સર્વ રોગનું મૂળ છે. આયુર્વેદના લાખ શ્લોકોને સાર એ જ છે કે પહેલાનું મેલું બરાબર પચી જાય પછી જ બીજું ભજન કરવું. તેથી મીઠું જમવાનો અર્થ “લાડુ, બરફી, પેંડા, મેસુર, મગજ, મેહનથાળ, ગુલાબજાંબુ, ગગન ગાંઠિયાં' વગેરે ઉડાવવાનું નથી, પણ ખરી ભૂખે ખાવાને છે, તેથી “હમેશાં મીઠું જમજે” એમ કહ્યું તે સર્વથા યેગ્ય છે. (૫) “ગામેગામ ઘર કરજે” એટલે અનેક ઠેકાણે મિત્રે બનાવજે કે જે સમય આવ્યે ઉપયોગી થાય. તે માટે એક વાત કહું તે સાંભળ. દાવરી નદીના કિનારે શિમળાનું મોટું ઝાડ હતું. તેમાં લઘુપતનક નામને એક કાગડો રહેતું હતું. તેણે એક દિવસ સવારમાં કોઈ શિકારીને જોઈને વિચાર્યું કે “આજનો દિવસ જરૂર ખરાબ જો, કારણ કે સવારના પહેરમાં કાળમુખાનું મેં જોયું છે.” તેવામાં એ શિકારીએ ચેખાના દાણા વેરીને જાળ પાથરી અને થોડેક દૂર સંતાઈ બેઠો. હવે થોડી વારે આકાશમાં ઊડતા કેટલાક કબૂતરેએ એ દાણા જેયા અને તેથી નીચે ઉતરીને તેને ચણવાને વિચાર કર્યો. તે જોઈને ચિત્રગ્રીવ નામના તેમના વયેવૃદ્ધ સરદારે કહ્યું કે “ભાઈએ! જે કામ કરે તે વિચારીને કરજે. આ નિર્જન જંગલમાં અનાજ કેવું? અને જ્યાં અનાજને સંભવ નથી ત્યાં ચોખાના દાણા કેવા? એટલે તેમાં શંકાનું કારણ છે.” Page #24 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું L: ૧૯ : સાચું અને બેટું - તે સાંભળીને એક કબૂતરે કહ્યું. “ઘરડા માણસો તે દરેક વખતે ડર બતાવ્યા જ કરે, તેથી શું આપણે કઈ કામ કરવું જ નહિ? જો એમ કરીએ તે દાંત અને અન્નને વેર થાય માટે હિમ્મતથી કામ લે અને દૂધ જેવા સફેદ ચેખાના દાણા ચણીને મેજ ઉડાવે.” એટલે બધા કબૂતર નીચે ઉતર્યા અને જેવા ચેખાના દાણા ચણવા ગયા, તેવા જ જાળમાં સપડાઈ ગયા. આવું અનિષ્ટ પરિણામ આવવાથી તેઓ પેલા જુવાન કબૂતરને ઠપકો આપવા લાગ્યા કે “તારા દેઢડહાપણથી જ આ ખરાબી ઊભી થઈ છે. ” તે સાંભળીને ચિત્રગ્રીવે કહ્યું કે “ભાઈએ ! આ સમય લડવાને કે વાદવિવાદ કરવાનું નથી. જો તેમ કરશે તે હમણું જ શિકારી આવી પહોંચશે અને આપણે બધા પકડાઈ જઈશું માટે જરા પણ સમય ગુમાવ્યા વિના બધા એકી સાથે બળ કરે જેથી આપણે આ જાળ સાથે જ આકાશમાં ઊડી જઈશું.” બધા કબૂતરોએ તેમ કર્યું તે જાળના ખીલા ઉખડી ગયા અને તેઓ જાળ સાથે આકાશમાં ઊડવાને શક્તિમાન થયા. આ જોઈને શિકારી નિરાશ થઈને ચાલ્યા ગયે અને પેલે લઘુપતનક નામને કાગડો “હવે શું બને છે?” તે કૌતુક જેવાના હેતુથી તેમની પાછળ ગયે. કેટલુંક ઊડ્યા પછી ચિત્રગ્રીવે કહ્યું કે “ભાઈએ ! હવે આપણે ભયમાંથી સદંતર મુક્ત થયા છીએ, માટે આ નીચે વહી રહેલી ગંડકી નદીના કિનારે ઉતરે. ત્યાં હિરણ્યક નામને ઊંદરને રાજા રહે છે, તે આપણે મિત્ર હોવાથી આપણને Page #25 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળ : ૨૦ : જાળમાંથી મુક્ત કરશે.” તેથી બધા કબૂતરે ગંડકીના કિનારે ઉતર્યા અને હિરણ્યકના અનેક કારવાળા રહેઠાણ પાસે ગયા. | હિરણ્યકે મિત્ર તરીકેની ફરજ બજાવીને તે કબૂતરનાં બંધનો છેદી નાંખ્યા એટલે તે પોતાના ઠેકાણે ગયા. આ જોઈ લઘુપતનકે વિચાર કર્યો કે “આ હિરણ્યક બહુ ચતુર જણાય છે અને તેની બુદ્ધિ ઉત્તમ છે. હું જે કે પ્રકૃતિથી ચંચળ છું અને કોઈને વિશ્વાસ કરતા નથી, તથા બનતાં સુધી કોઈથી છેતરાતો નથી, છતાં પણ આની સાથે મિત્રતા કરું, કારણ કે વિત્તહીન કે સાધનહીન દશામાં બુદ્ધિવાળે મિત્ર મદદગાર થાય છે. તેથી તેણે હિરણ્યકના દર આગળ જઈને કહ્યું કે “હું લઘુપતનક નામને કાગડે છું અને તારી સાથે મિત્રતા ઈચ્છું છું.” તે સાંભળી હિરણ્યકે કહ્યું: “હું ભેજ્ય છું અને તું ભક્તા છે; તેથી આપણુ બે વચ્ચે પ્રીતિ કેવી રીતે થાય?” કાગડાએ કહ્યું “અરે ઉંદરજી! તમને ખાઉં એમાં મારું પિટ ક્યાં ભરાઈ જવાનું હતું? પણ તમે છે તે કઈક દિવસ-ચિત્રગ્રીવને ઉપયોગી થયા તેમ મને પણ ઉપયોગી થાઓ, તેથી મારી માગણીને અનાદર કરશે નહિ.” - હિરણ્યકે કહ્યું: “તું સ્વભાવથી ચપળ છે અને ચપળને નેહ કરવામાં સાર નહિ. કહ્યું છે કે “બિલાડીને, પાડાને, મેંઢાને, કાગડાને અને કાપુરુષને વિશ્વાસ કરે નહિ.” લઘુપતનકે કહ્યું “એ બધું ઠીક છે. પ્રમાણે તે બંને Page #26 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું': : ૧૧ : સાચું અને ખાટુ આજીના મળી રહે, માટે તમે મારી ભાવના સામે જુએ. હું કોઈ પણ રીતે તમારી મિત્રતા ઈચ્છુ છું. જો તમે મારું' કહ્યુ નહિ માનો તે અનાહારી રહીને પ્રાણના ત્યાગ કરીશ. ’ આ સાંભળીને હિરણ્યકે તેની મિત્રતા કરી. એક વાર લઘુપતનકે હિરણ્યકને કહ્યું કૈં ‘ મિત્ર ! આ દેશમાં ભારે દુકાળ પડયા છે અને પેટ ભરતાં પણ ભારે મુશ્કેલી પડે છે, તેથી પાસેના દક્ષિણાપથમાં કપૂરગૌર નામનું એક સરાવર છે, ત્યાં મારા પ્રિય મિત્ર મન્થરક નામના કાચા વસે છે, એની પાસે જાઉં છું. 6 " હિરણ્યકે કહ્યુંઃ કાગડાભાઈ ! તે પછી અહીં એકલા રહીને મારે શું કરવું છે ? હું પણ તમારી સાથે જ આવીશ. ’ એટલે કાગડાએ ઉંદરને ચાંચમાં લીધે। અને તે અને કરગૌર સરાવરના કિનારે, જ્યાં મથરક કાચો રહેતા હતા ત્યાં પહોંચ્યા. મથકે તે બંનેનું ચાગ્ય સ્વાગત કર્યું" અને મિત્રભાવે જણાવ્યું કે ખાએ, પીએ ને માજ કરે, ’ આ ઘર તમારું જ છે, તેથી હવે ત્રણે મિત્રા સરોવરના કિનારે રહે છે અને વિવિધ વાર્તાલાપે તથા જ્ઞાનગેાછી કરતાં સમય વીતાવે છે. એવામાં ચિત્રાંગ નામના એક મૃગ ત્યાં પાણી પીવાને આવ્યે. તેને જોઈને અતિથિ-સત્કારમાં અતિકુશલ એવા મથરકે કહ્યુ કે “ પધારા હરણ ભાઈ! મજામાં તે ખરાને?? • ચિત્રાંગે કહ્યું: ભાઈ ! મજા તેા એવી જ છે ! શિકારી કૂતરાઓ પાછળ પડ્યા હતા, તેમનાથી માંડ માંડ ખચ્યા છું.’ Page #27 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા : રર : * પુષ્ય મંથરકે કહ્યું. “અન્ય સ્થળે ભય હેય તે અહીં રહે. આ લીલું કુંજાર વન છે, તેમાં ચારે ચરજે અને આ શીતળ જળથી ભરેલું સુંદર સરોવર છે, તેનું પાણી પીજે.” | ચિત્રાંગે કહ્યું: “તમારી સજજનતાને ધન્ય છે! જે બધા તમારા જેવા ભલા અને માયાળુ હોય તે કેવું સારું? તમારી સાથે રહેવાનું મને ખૂબ જ ગમે. પણ તમે મારા મિત્ર બની તે અહીં રહી શકાય; કારણ કે આ અજાણ્યા પ્રદેશમાં બીજા કોઈ જોડે મારે ઓળખાણ નથી.” | મંથરકે કહ્યું: “હરણભાઈ ! તમે ઘણુ નિખાલસ અને ભલા દેખાઓ છે, તેથી તમારી સાથે મિત્રતા રાખવામાં અમને કોઈ જાતનો વધે નથી. અત્યારથી જ તમે અમારા મિત્ર.” લઘુપતક કાગડે, હિરણ્યક ઊંદર, મંથરક કાચબો અને ચિત્રાંગ મૃગ એ ચારે જણા પરમ મિત્ર બનીને ત્યાં રહેવા લાગ્યા. એવામાં એક દિવસ એવું બન્યું કે–એડા સમય સુધી ચિત્રાંગ પાછો ફર્યો નહિ. તેથી બધા મિત્રે આકુળવ્યાકુળ બની ગયા અને તેનું શું થયું હશે?' તે વિચાર કરવા લાગ્યા. આખરે લઘુપતનકે તેની ભાળ કાઢી લાવવાનું માથે લીધું અને તે આકાશમાં ઊડીને ચારે તરફ જોવા લાગ્યું. ત્યાં એક તળાવના કાંઠે ખીલે બાંધેલા ચામડાના મજબૂત ફસામાં ફસાયેલા ચિત્રાંગને છે. તે જોઈને લઘુપતનકે પૂછ્યું કે “ભાઈ! આવી હાલત શાથી થઈ?” ચિત્રાંગે કહ્યું: “અત્યારે એ કહેવાનો વખત નથી, માટે Page #28 -------------------------------------------------------------------------- ________________ કીશું: : ર૩ : સાચું અને એક તું જરા પણ કાલક્ષેપ કર્યા વિના હિરણ્યકને અહીં તેડી લાવ, જેથી તે મને આ પાશમાંથી છૂટે કરે.” લઘુપતનક મથકે પાછો ફર્યો અને હિરણ્યકને ચાંચમાં ઉપાડીને લે આયે. ધીમે ધીમે ચાલતે મંથરક પણ ત્યાં આવી પહોંચે. આ જોઈને હિરણ્યકે કહ્યું કે “ભાઈ મંથરક! તે આ ઠીક કર્યું નહીં. તારે તારું ઠેકાણું છોડવું જોઈતું ન હતું, કારણ કે આ ફોસે છેરાતાં ચિત્રાંગ નાસી છૂટશે, લઘુપતનક ઝાડે ચડી જશે અને હું કોઈ દરમાં પેચ જઈશ. પણ તું શું કરીશ?” એમ કહીને તે ચિત્રાંગન જાળ કાપવા લાગ્યું. એવામાં શિકારી ત્યાં આવી ચડયો એટલે હિરણ્યક પાસેના દરમાં પેસી ગયે, લઘુપતનક આકાશમાં ઊડી ગયું અને ચિત્રાંગ જેર કરીને નાસી છૂટ. માત્ર એક મંથરક બાકી રહ્યો. તેને મંદ મંદ ચાલતે જોઈને શિકારીએ કહ્યું કે “મૃગલે તે છટકી ગયો, પણ આ કાચબો ઠીક છે.' અને તેણે કાચબાને પકડી લીધો. પછી તેને દેરીથી બાંધી, ધનુષ્યના છેડે લટકાવીને ચાલવા લાગ્યો. પાછળ ત્રણે મિત્રે ભેગા થયા અને મંથરકને કઈ પ રીતે બચાવ જોઈએ એવા નિર્ણય પર આવ્યા. તે નિર્ણય અનુસાર ચિત્રાંગે નદીના કિનારે શબવત્ થઈને પડવાનું હતું, લઘુપતન કે તેના ઉપર બેસીને તેની આંખ ઠેલતે હોય તે દેખાવ કરવાનું હતું, અને તેથી શિકારી હરણને લેવા માટે કાચબાને નીચે મૂકે તે વખતે હિરણ્યકે તેનું બંધન છે નાખવાનું હતું. Page #29 -------------------------------------------------------------------------- ________________ મધ-રંથમાળા : ૨૪ : આ યોજના મુજબ ચિત્રાંગ આગળ જઈને નદીને કિનારે મડદું થઈને પડયે અને લઘુપતનક તેની આંખ ઠલવા લાગ્યો. આ જોઈને શિકારીએ કાચબાને જમીન પર ફેંક અને હરણને લેવા માટે આગળ વધશે. તે જ વખતે હિરણ્યકે મંથરકનું બંધન કાપી નાંખ્યું અને તે નદીના ઊંડા પાણીમાં સરકી ગયે. અહીં ચિત્રાંગે પણ મંથરકને છૂટે થયેલે જોતાં છલંગ મારી અને વન ભણી નાસી ગયે. લઘુપતનક કાકા કરતે આકાશમાં ઊડ્યો અને હિરણ્યક નજીકના દરમાં પેસી ગયે. શિકારીએ પાછા આવીને જોયું તે દેરી કાપેલી પડી હતી અને કાચ તેમાંથી અદશ્ય થઈ ગયું હતું. પછી આ ચારે મિત્રેએ લાંબા સમય સુધી એક-બીજાના સહકારથી ખાધું, પીધું ને મેજ કરી. તેથી તારા પિતાએ એમ કહ્યું કેઃ “ગામે ગામ ઘર કરજે એટલે કે ઠેકઠેકાણે મિત્ર બનાવજે ” તે સર્વથા યોગ્ય જ છે. (૬) “દુખ પડે ત્યારે ગંગાને કાંઠે ખેદજે” એટલે તું દુઃખમાં આવી પડે અને દ્રવ્યની જરૂર હોય, ત્યારે ગંગા નામની ગાયને જે ઠેકાણે બાંધવામાં આવે છે, તેની ગમાણુ પાસેનો ભાગ ખેદજે, એટલે તને યથેષ્ટ દ્રવ્ય મળશે. નહિ કે ગંગાનદીના કિનારે ખોદજે કે જે સેંકડો ગાઉ લાંબે છે. અને તેટલા મોટા કિનારે ઠામઠેકાણા વિના ખેદાય જ શી રીતે ? તેથી હે વત્સ! તું ઘેર પાછા ફરીને મારા કહ્યા મુજબ ગંગાગાયની ગમાણ પાસેનો ભાગ બેદી જે, ત્યાંથી તને યથેષ્ટ દ્રવ્ય જરૂર મળશે.” Page #30 -------------------------------------------------------------------------- ________________ : ૨૫: સાચું અને હું ભેળાએ તે પ્રમાણે કર્યું તે તેને જોઈતું દ્રવ્ય મળી ગયું. આથી તે પિતાના પિતાની જે શિખામણને ખેતી અને અનર્થકારી માનતે થયે હતું, તે જ શિખામણને સાચી અને લાભ કરનારી સમજવા લાગે તથા તેના અનુસરણથી સર્વ વાતે સુખી થયે. તાત્પર્ય કે “જે વાત એક રીતે વિચારતાં બેટી લાગે છે, તે જ વાત બીજી રીતે વિચારતાં સાચી લાગે છે.” ચિત્રની પરીક્ષા. એક ચિત્રકારે ઘણી મહેનતે એક ચિત્ર તૈયાર કર્યું. આ ચિત્રમાં તેણે એક નવયૌવનાને વીણા વગાડતી બતાવી હતી. આ ચિત્ર લઈને તે એક રાજા પાસે ગયે. રાજાએ તેને જોઈને કહ્યું કે “આ ચિત્ર આમ તે ઠીક જણાય છે, પણ જે રાજસભામાં મૂકવું હોય તે તેમાં કઈ પણ પ્રકારની ભૂલ નથી તેની ખાતરી કરી લેવી જોઈએ. એ માટે મારે મારી સભાના પંડિતેનો અભિપ્રાય લેવું પડશે. જો તેઓ આ ચિત્રને કેઈ પણ ખામી વિનાનું જાહેર કરશે, તો હું ઘણી ખુશીથી તેને ખરીદી લઈશ અને તમને મોટું ઈનામ આપીશ; તેથી આ વાત મંજૂર હોય તે જણાવે.” ચિત્રકારે રાજાની વાત મંજૂર કરી, એટલે તે ચિત્રને બીજા દિવસે રાજસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તે વખતે રાજાએ સભાના સર્વે પંડિતેને ઉદ્દેશીને કહ્યું કે “આજે તમારી સમક્ષ એક ચિત્ર રજૂ થયું છે. તેમાં કઈ પણ પ્રકારની ભૂલ છે કે Page #31 -------------------------------------------------------------------------- ________________ બાદ-ગ્રંથમાળા : ૨૬ : ઃ પુષ્પ કેમ તે હું જાણવા ઇચ્છું છું, માટે દરેક પંડિતે પિતાને અભિપ્રાય લખીને જણાવ.” ' તે પરથી પંડિતેઓ ચિત્રનું નિરીક્ષણ કર્યું અને પિતપિતાને અભિપ્રાય નીચે મુજબ લખી જણાવ્યા એક અભિપ્રાયઃ “આ ચિત્ર બધી રીતે સુંદર છે, પણ તેમાં વાળનું સૌદર્ય જોઈએ તે રીતે પ્રકટ થતું નથી.' બીજો અભિપ્રાયઃ “આ ચિત્ર એકંદર સારું છે, પણ વીણાવાદન કરનારી સુંદરીમાં જે પ્રકારનું ભાદ્દીપન થવું જોઈએ તે જણાતું નથી.” ત્રીજો અભિપ્રાયઃ “આ ચિત્ર ચિત્રકારના અપ્રતિમ કૌશલ્યને રજૂ કરે છે પણ તેમાં દર્શાવેલી વર્ષાવતુ પ્રસ્તુત નથી. તે માટે વસંતઋતુને સમય પસંદ કરે જોઈતું હતું.” ચોથે અભિપ્રાયઃ “આ ચિત્રની નાયિકામાં અંગસૌષ્ઠવ જોઈએ તેવું જણાતું નથી.” - પાંચમે અભિપ્રાયઃ “આ ચિત્રમાં વરાભૂષા પર જોઈએ તેટલું ધ્યાન અપાયું નથી. બીજી રીતે ચિત્ર વખાણવાલાયક છે.” છઠ્ઠો અભિપ્રાયઃ “આ ચિત્રનું રેખાંકન મેળું જણાય છે.” સાતમે અભિપ્રાયઃ “આ ચિત્રના રંગવિધાનમાં જોઈએ તેવી દીપ્તિ નથી.” આઠમે અભિપ્રાયઃ “આ ચિત્રનું આયોજન મનોહર નથી.” રાજાએ પંડિતોના આ અભિપ્રાયથી ચિત્રકારને વાકેફ Page #32 -------------------------------------------------------------------------- ________________ ગીજી: : ર૭ : સાચું અને કર્યો ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, પરંતુ ડી જ વારમાં તે સમજી ગયેકે પિતે રાજાની શરત કબૂલ કરવામાં ભારે છકડ ખાધી હતી, કારણ કે કઈ પણ કૃતિમાંથી જે ભૂલ જ કાઢવી હોય તે તે કઈને કઈ પ્રકારે કાઢી શકાય છે અને મારા ચિત્ર સંબંધી પણ તેવું જ બન્યું છે.” હવે એ ચિત્રકાર નિરાશ ન થતાં બીજ રાજા પાસે ગયો. અને તેને એ ચિત્ર બતાવતાં જ તેનું અદૂભુત વર્ણન કરવા લાગ્યું. ચિત્રકારે કહ્યું: “આપ નામદાર કલાના મહાન પ્રશંસક તરીકે જગતભરમાં વિખ્યાત છે, એટલે આ ચિત્ર આપને બતાવવા માટે જ લાગે છું. હું ઈચ્છું છું કે--આપ તેની રેખાઓ, રંગવિધાન, આયોજન ને ભાવનિરૂપણમાં રહેલા અદ્ભુત સૌન્દર્યની એગ્ય કદર કરશે. વળી આપની સભા ધુરંધર વિદ્વાનોથી વિરાજિત છે. જે તેઓ પણ આ ચિત્રની ખૂબીઓ વિષે પોતપોતાને અભિપ્રાય જણાવશે તે હું ઘણે જ આભારી થઈશ.” રાજાએ એ ચિત્ર બીજા દિવસે રાજસભામાં રજૂ કરવાની સૂચના આપી અને ચિત્રકારના ઉતારાને બંદોબસ્ત કર્યો. બીજા દિવસે એ ચિત્ર રાજસભા સમક્ષ રજૂ થયું તે. વખતે રાજાએ ત્યાં વિરાજતા વિદ્વાનોને આ ચિત્રની ખૂબીઓ યોગ્ય ભાષામાં વર્ણવી બતાવવાનું જણાવ્યું. તે પરથી એ. વિદ્વાને એક પછી એક એ ચિત્રની ખૂબીઓ જણાવવા લાગ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભયગ્રંથમાળા : ૨૮ : - પુષ્પ પ્રથમ વિદ્વાને કહ્યું: ‘ આ સુંદરીની સુવાસથી મઘમઘતી કાયાને ચંદનનું વૃક્ષ જાણીને કેશકલાપરૂપી મહાન મણિધરે તેના આશ્રય કર્યો છે. ખીજા વિદ્વાને કહ્યું: ૬ આ મૃગનયનાના નયનાને જોઈને જ હરણા જંગલમાં ચાલ્યા ગયા છે. " ત્રીજા વિદ્વાને કહ્યું: શરમાવે છે. ’ 6 આ સુંદરીના કપાલ કમલને પણુ : ચાથા વિદ્વાને કહ્યું: વીણાનું વાદન કરતી આ નવયોવના સમસ્ત જગતના ત્રિવિધ તાપનુ સંહરણુ કરી રહી છે. ’ પાંચમા વિદ્વાને કહ્યું: “ નેત્રાને નવપદ્ધવિત કરનારી આ રમણી રંભા, ઉર્વશી કે મેનકાની યાદ તાજી કરાવે છે.’ છઠ્ઠા વિદ્વાને કહ્યું: ‘આ સુંદરીની ઉત્તમ વજ્રવિભૂષા એમ સૂચવે છે કે તે કોઇ પૃથ્વીપતિની પુત્રી છે. ’ < સાતમા વિદ્વાને કહ્યું: આ ચિત્રમાં સુંદરીના સ્વરૂપે કલાદેવી સાક્ષાત્ વિરાજે છે. ’ આઠમા વિદ્વાને કહ્યું: ‘ અક્ષય કીર્તિને આપનારું આ ચિત્ર ભૂમિપતિના ભવનના ભવ્ય શણુગાર છે. ’ વિદ્વાનોના આ પ્રકારનાં મનોહર વર્ણના સાંભળીને તે રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેણે માટી રકમ આપીને તે ચિત્ર ખરીી લીધું. તાત્પય કે જે ચિત્ર એક રીતે વિચાર કરતાં ખામીવાળું Page #34 -------------------------------------------------------------------------- ________________ બીજું : ૨૯ : 'સારું અને બે જણાતું હતું, તે જ ચિત્ર બીજી રીતે વિચાર કરતાં ખૂબીઓવાળું જણાયું. સદ્દબુદ્ધિ બુદ્ધિ સદુહેતુથી દેરાય તે મનુષ્યને સન્માર્ગે લઈ જાય છે. અને અસદુહેતુથી ઘેરાય તે ભારે અનર્થ ઉપજાવે છે. બીજી રીતે કહીએ તે હેતુથી રાતી બુદ્ધિ એ સદ્દબુદ્ધિ છે અને તેનું પરિણામ ન્યાય, નીતિ, આચાર તથા ધર્મનું પાલન છે, જ્યારે અસહેતુથી દોરાતી બુદ્ધિ એ કુબુદ્ધિ છે અને તેનું પરિણામ અન્યાય, અનીતિ, અનાચાર અને અધમે છે. લેકેમાં એક કહેવત છે કે “જેનું શાક બગડયું, તેને. દિવસ બગડે અને જેનું અથાણું બગડયું તેનું વરસ બગડયું ” આ કહેવતમાં એટલું ઉમેરી શકાય કે “જેની બુદ્ધિ બગડી તેનું જીવતર બગડયું.” એટલે જીવનને સુધારવા માટે, જીવનના સઘળાં કર્તવ્ય સારી રીતે પાર પાડવા માટે અને સાત્વિક પુરુષાર્થની યથાર્થ સાધના કરવા માટે સદ્બુદ્ધિની જરૂર છે. તે સંબંધી એક કવિએ ઠીક કહ્યું છે કે – श्रियं प्रसूते विपदं रुणद्धि, श्रेयांसि सूते मलिनं प्रमार्टि । संस्कारयोगाच परं पुनीते, शुद्धा हि बुद्धिः किल कामधेनुः ।। ખરેખર! સદ્દબુદ્ધિ એ કામધેનુ ગાય જેવી છે, કારણ કે તે લક્ષ્મીને જન્મ આપે છે, વિપત્તિઓને રોકે છે, કલ્યાણને ઉત્પન્ન કરે છે, પાપને ભૂંસી નાખે છે અને યોગ્ય ઉપાયોથી બીજાને પણ પવિત્ર બનાવે છે. » Page #35 -------------------------------------------------------------------------- ________________ સએલ-2 માળા : પુષ્પ : ૩૦ : બુદ્ધિ વાગે 96 બુદ્ધિનુ પરિણામ પૂરું' છે. ' ક્રૂડના ડાંડિયા કપાળમાં ફૂડ ત્યાં ઘુડ • ખાડા માઢે તે પડે’ વગેરે કહેવતા કુબુદ્ધિથી આવનારા આખરી અનિષ્ટ પરિણામનું સૂચન કરે છે. તે સંબંધી નીચેનુ દૃષ્ટાંત વિચારવા ચેાગ્ય છે. ધર્મબુદ્ધિ અને પાપમુદ્િ એક નગરમાં ધર્મ બુદ્ધિ અને પાપમુદ્ધિ નામના બે વિષ્ણુકા રહેતા હતા. તેઓ એક બીજાને સારી રીતે ઓળખતા હતા એટલું જ નહીં પણુ વખત આવ્યે એક બીજાનું કામ પણ કરતા હતા, તેથી બંને વચ્ચે મૈત્રી થઇ. હવે એક વખત તે અને મિત્રાએ પરદેશમાં જવાના વિચાર કર્યાં કારણ કે વિદ્યા, શિલ્પ અને ધનની વૃદ્ધિ પરદેશમાં ગયા વિના થતી નથી. અને મિત્ર પરદેશ ગયા અને ત્યાં સારી કમાણી કરી. પછી તેઓ ઘેર આવવાને નીકળ્યા. તેઓ ગામની નજીક આવ્યા એટલે પાપમુદ્ધિની બુદ્ધિમાં ફેર પડયા. તે વિચાર કરવા લાગ્યા કે " આ ધર્મબુદ્ધિનું ધન કાઈ પણ રીતે પડાવી લઉં તા એકદમ ધનવાન થઈ જાઉં, તેથી કાઈ યુક્તિ લડાવવા દે. ’ એથી તેણે ધર્મબુદ્ધિને કહ્યું: ' ભાઈ! આ ધન કમાતાં આપણુને ઘણી મહેનત પડી છે એટલે તે રફેદફે ન થઈ જાય તે જોવું જોઇએ, જો આપણે આ બધું ધન ઘરે લઇ જઇશું તે કુટુંઆએ અને સંબંધીએ માગણી કર્યાં વિના નહિ રહે. અને તેમની માગણી થશે એટલે કાંઈ ને કાંઇ તે આપવુ' જ પડશે; માટે સારા રસ્તા એ છે કે આ ધનને માટો ભાગ આપણે Page #36 -------------------------------------------------------------------------- ________________ વીજું: : ૩૧ : સાચું અને હું અહીં એક ઝાડના મૂળ આગળ દાટી દઈએ અને જરૂર જેટલું જ ઘેર લઈ જઈએ. પછી જરૂર પડશે તેમ અહીંથી ધન કાઢી જઈશું.” ધર્મબુદ્ધિ સરલ હતું. તેના પેટમાં કેઈ પણ જાતનું પાપ ન હતું. વળી તે બધાને પોતાના જે જ સરલ સમજતો હતો. એટલે તેમ કરવાને કબૂલ થયે. બંને જણુએ પોતાના ધનને મોટે ભાગે ત્યાં દાટી દીધે, અને થોડું ધન લઈને પોતાને ઘેર આવ્યા. એક રાત્રે પાપબુદ્ધિએ ત્યાં જઈને બધું ધન કાઢી લીધું અને ખાડા પૂરીને તથા જમીન સરખી કરીને પાછા ઘેર આવતો રહ્યો. - હવે થોડા દિવસ બાદ ધર્મબુદ્ધિને ધનની જરૂર પડી એટલે પાપબુદ્ધિને સાથે લઈને, તે ધનવાળી જગ્યાએ ગયો અને જમીન ખેદી, પરંતુ તેમાંથી કાંઈ પણ નીકળ્યું નહિ. આ જોતાં જ પાપબુદ્ધિ પત્થર સાથે માથું કૂટવા મંડ્યો અને બોલવા લાગે કે “હાય ! હાય ! હવે હું શું કરીશ? મારી પાસે જે કાંઈ હતું, તે બધું આમાં જ હતું? હવે મારાં છોકરાં– હૈયાંની શી વલે થશે.? આ વાતને ભેદ તારા અને મારા સિવાય બીજું કોઈ પણ જાણતું ન હતું, તેથી તું જ મારું ધન હરી ગયે છે; માટે મારા ભાગનું ધન મને સોંપી દે. નહિ તે રાજદરબારમાં જઈને ફરિયાદ કરવી પડશે.” - ધર્મબુદ્ધિએ કહ્યું: “અરે દુરાત્મન ! આ તું શું બેલે છે? હું કદી પણ ચેરી કરું જ નહિ, પણ લાગે છે કે આ Page #37 -------------------------------------------------------------------------- ________________ માધ-ચંથમાળા : ૩૨ ? ધન તું એકલે જ ઉપાડી ગયો છે, માટે ચૂપચાપ મારો ભાગ પાછો આપી દે. નહિ તે હું તને રાજદરબારમાં ખેંચી જઈશ.” આમ બંને જણ વિવાદ કરતા ધર્માધિકારી પાસે ગયા. ધર્માધિકારીએ બંનેની હકીકત સાંભળીને કહ્યું કે આ બાબતમાં દિવ્ય કરવું પડશે.” તે સાંભળીને પાપબુદ્ધિએ કહ્યું કે “આ ન્યાય ઠીક નથી. પહેલાં પત્ર, પછી સાક્ષી અને એ બેયનો અભાવ હોય તે જ દિવ્યને આશ્રય લેવાય, પણ મારે તે વૃક્ષદેવતા સાક્ષી છે, તે અમારામાંથી દષિત કેણુ છે અને નિર્દોષ કેણુ છે, તે કહી આપશે.” તેથી ધર્માધિકારીએ બંનેના જામીન લીધા અને “આવતી કાલે સવારે આવજે” એમ જણાવીને જવા દીધા. પાપબુદ્ધિએ ઘેર જઈને પિતાના પિતાને કહ્યું કે “પૂજ્ય પિતાજી ! ધન મેં ચેર્યું છે, પણ તમારા વચનથી મને તે પચી જાય એમ છે.” પિતાએ કહ્યું: “વત્સ! એ કેવી રીતે બની શકે ? ” પાપબુદ્ધિએ કહ્યું: “પિતાજી! એ પ્રદેશમાં ખીજડાનું એક મોટું વૃક્ષ છે અને તેમાં એક મોટી બખેલ છે. એ બલમાં તમે હમણું જ દાખલ થઈ જાઓ કે જેથી બીજા કેઈને પણ ખબર પડે નહિ. પછી સવારે બધાની સમક્ષ હું પૂછું કે “હે વૃક્ષદેવતા! તમે અમારા બંનેના સાક્ષી છે, માટે કહી દે કે અમારામાંથી કેણુ ચેર છે?” તે વેળાએ તમારે જણાવવું કે “ધર્મબુદ્ધિ ચોર છે." પિતાએ કહ્યું: “આ ઉપાય બરાબર નથી. એનું પરિણામ સારું આવવા સંભવ નથી.” Page #38 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી : ૩૩ : સાચું અને પાપબુદ્ધિએ કહ્યું: ‘જો તમે મારા કહ્યા પ્રમાણે નહિ કરા તે આપણા બધાનેા નાશ થશે. ’ છેવટે તેના પિતાએ એ વાત કબૂલ કરીને રાત્રિના અધ કારમાં તે ખીજડાની બખોલમાં જઈને બેઠો. 6 સવારે અધિકારીએ સાથે, ધર્મબુદ્ધિ અને પાપમુદ્ધિ ધનવાળી જગાએ ગયા. ત્યાં કેટલાંક શાસ્રવચના સંભળાવતાં વૃક્ષમાંથી એવાં વચને નીકળ્યાં કે આ ધન ધબુદ્ધિએ હરી લીધુ છે.” આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા અધિકારીએ ધર્મબુદ્ધિને શું દડ દેવા તેના વિચાર કરવા લાગ્યા. એવામાં ધર્મ બુદ્ધિએ જે વૃક્ષમાંથી વાણી નીકળી હતી, તેની આસપાસ થોડું સૂકું ઘાસ પાથરીને તેને સળગાવ્યું અને તેમાં જલી સળગી ઊઠે તેવાં લાકડાં તથા ખીજાં બ્યા નાંખ્યા. આથી ચેાડી વારમાં તે વૃક્ષ સળગી ઊઠયું અને તેમાંથી એક અધદુગ્ધ પુરુષ કરુણુ ક્રંદન કરતા બહાર નીકળી આન્યા. રાજ્યાધિકારીઓએ તેને પૂછ્યું કે ‘એલ! તુ કાણુ છે ?” એટલે તેણે જવાખ આપ્યા કે ‘ દુષ્ટ પુત્રે મારી આ દશા કરી છે, ’ અને તે તરત જ મરણ પામ્યા. રાજ્યાધિકારીએ બધી વાત પામી ગયા, તેથી તેમણે ધમબુદ્ધિનું ધન પાછું અપાવ્યુ ને પાપમુદ્ધિને શૂળીની શિક્ષા કરી. તાત્પ કે ‘ કુબુદ્ધિનું ફળ અત્યંત ભયકર છે.” બુદ્ધિના પ્રકાર પૂર્વ મહર્ષિઓએ બુદ્ધિના ચાર પ્રકારા માન્યા છેઃ (૧) Page #39 -------------------------------------------------------------------------- ________________ ધમધમાળા : ૩૪ : ત્પત્તિકી (૨) વૈનાયિકી (૩) કાર્મિકી અને. (૪) પરિણામિકી. તેમાં ઉત્પત્તિ એટલે જન્મ એ જ જેનું કારણ છે તે અત્પત્તિકી કહેવાય છે. તાત્પર્ય કે જે બુદ્ધિ સૂત્ર, ગુરુ કે વડીલની મદદ વિના જન્માંતરીય સંસ્કારજન્ય ક્ષયોપશમની તીવ્રતાથી જ વસ્તુના યથાર્થ મર્મને પકડી શકે છે અને તેના યોગ્ય ઉપાયે ચેજી શકે છે તે અત્પત્તિકી ગણાય છે. જે બુદ્ધિ ગુરુ અને શાસ્ત્રને યોગ્ય વિનય કરવાથી પ્રકટે છે અથવા તે વિનય એટલે શિક્ષણવડ ઉત્પન્ન થાય છે તે વૈનેયિકી કહેવાય છે. જે બુદ્ધિ કર્મ એટલે વારંવારના અભ્યાસથી ઉત્પન્ન થાય છે તે કાર્મિકી કહેવાય છે, અને જે બુદ્ધિ અનુભવથી પાકટ થયેલી હોય છે તથા હેતુ અને અનુમાનના જ્ઞાનવાળી હોય છે તે પરિણામિકી કહેવાય છે. બુદ્ધિના આ ચાર પ્રકારનું સ્વરૂપ તેનાં દષ્ટાંતે સમજવાથી બરાબર ખ્યાલમાં આવી જશે. આત્મત્તિકી બુદ્ધિ. કાકડીવાળ. એક ગામડિયે કાકડીનું ગાડું ભરીને નજીકના શહેરમાં વેચવા ગયે. ત્યાં ચાલાક માણસ તેને ભેટી ગયે. તેણે કહ્યું: “જે કેઈ માણસ આ ગાડાની બધી કાકડીઓ ખાઈ જાય તે તેને શું આપે?” આમ બનવું અશક્ય માનીને પેલા ગામડિયાએ કહ્યું કે “જે કઈ એમ કરે તે તેને નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે નહિ તે લાડુ આપે પેલા ચાલાક માણસે તે શરતને સ્વીકાર કરીને બધી Page #40 -------------------------------------------------------------------------- ________________ ગોજી : ઃ ૩૫ : સાચું અને ખોટું કાકડીએ ચાખી લીધી. પછી પેલે ગામડિયા એ કાકડીઓને વેચવા લાગ્યા ત્યારે લોકોએ કહ્યું કે આ બધી કાકડીએ ખાધેલી છે.’ એટલે પેલા ચાલાક માણુસે તે જવામને પકડી લીધે અને જણાવ્યું કે મારી શરત મેં પૂરી કરી છે, માટે તારી શરત તું પૂરી કર. ’ " ગામડિયાએ તો માન્યું હતું કે આવેા લાડૂ આપવાને વખત જ આવવાના નથી.’ તેથી તેણે એ સંબંધી કાંઇ પણ વિચાર કર્યો ન હતો. એટલે તે ગભરાયા અને પેાતાને શરતમાંથી મુક્ત કરવા માટે પેલા માણુસને પચીશ રૂપિયા આપવા લાગ્યા. પરંતુ પેલા માણુસે તે રૂપિયા લીધા નહિ, તેથી ગામડિયાએ પચાશ રૂપીઆ આપવા માંડ્યા, સે રૂપીઆ આપવા માંડ્યા, અસે રૂપીઆ આપવા માંડ્યા ને છેવટે ત્રણસેા રૂપીઆ આપવા માંડ્યા, છતાં તેણે લીધા નહિ. ત્યારે ગામડિયાને લાગ્યુ કે-આ ચૂત મને છેાડવાના નથી, તેથી કોઇ નિપુણ બુદ્ધિવાળાને શેાધી કાતું કે જે આ કોયડાના ઊકેલ કરે. એટલે તે એવા માણસ પાસે ગયા કે જે તેની ઔત્પત્તિકી બુદ્ધિ માટે પંકાતા હતા. ગામડિયાએ તેને બધી હકીકત કડી સ'ભળાવી. તે વખતે પેલા ઔત્પત્તિકી બુદ્ધિવાળાએ કહ્યું: ‘ એમાં મુંઝાય છે શું? તું એ માણસને એવા લાડ આપી શકીશ કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળે નહિં. ' એમ કહીને તેણે ઉપાય બતાન્યા. , હવે તે ગામિડયા કઢાઇની દુકાનેથી મુઠીમાં સમાય તેવા એક લાડૂ લઇને પેલા ધૃત તથા નગરલેાકે સાથે શહેરના દરવાજે ગયા અને તે લાડૂને દરવાજા વચ્ચે મૂકીને કહેવા લાગ્યા કે ‘ અરે લાડૂ ! તું નગરના દરવાજામાંથી બહાર નીકળ.' પણુ Page #41 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા ૩૬ઃ લાડુ નગરના દરવાજામાંથી બહાર નીકળી શક્યું નહિ. એટલે તેણે એ લાડૂ ધૂર્તને આપતાં જણાવ્યું કે “આ લાડુ એ છે કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે તેવું નથી.” - પેલે ધૂર્ત શેરને માથે સવાશેર મળેલે જાણીને ચાટ પડી ગયા અને ત્યાંથી ચૂપચાપ ચાલતે થયે. કાગડાની સંખ્યા. એક રાજાએ પિતાના મંત્રીને પૂછયું કે આ વીણતટ (બેનાતટ) નગરમાં કાગડાઓની સંખ્યા કેટલી હશે? મંત્રી ત્પત્તિકી બુદ્ધિવાળે હતું, એટલે તેણે તપ્ત જ જવાબ આપે કે “સાઠ હજાર.” રાજાએ પૂછ્યું: “જે એથી ઓછા થાય તે?” મંત્રીએ કહ્યું: “કેઈ કામ પ્રસંગે બહાર ગયેલા સમજવા.' ત્યારે રાજાએ ફરીને પૂછયું અને જે વધારે થાય છે?” મંત્રીએ ઠંડા કલેજે જવાબ આપ્યો “તે બીજા મહેમાન તરીકે આવેલા સમજવા.” એ સાંભળી રાજા ચૂપ થઈ ગયે અને તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગે. વેનચિકી બુદ્ધિ. બે શિ. એક સિદ્ધપુત્ર પાસે બે શિષ્ય નિમિત્તશાસ્ત્રને અભ્યાસ કરતા હતા. તેમાં પહેલો શિષ્ય ગુરુની ભક્તિ ખૂબ જ કરતે Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું: : ૭ : સાચું અને ખોટું તથા તેઓ જે કાંઈ શીખવતા તે બરાબર ગ્રહણ કરી લેતે. અને પછી તેના પર ચિંતન-મનન કરતે. જ્યારે બીજે શિષ્ય ગુરુની ભક્તિ ઉપર ઉપરથી જ કરતા અને ગુરુ શિક્ષણ આપતા ત્યારે પણ જોઈએ તેવું લક્ષ્ય આપતે નહિ. એક વાર ગુરુએ કઈ કામ પ્રસંગે આ બંને શિષ્યોને બહાર ગામ મોકલ્યા. ત્યાં રસ્તામાં કેઈ જાનવરનાં પગલાં પડેલાં જોઈને બીજા શિષ્ય કહ્યું: “આ પગલાં હાથીનાં છે. ” તે વખતે પહેલા શિષ્ય કહ્યું કે “આ પગલાં હાથીનાં નહિ પણ હાથણીનાં છે. વળી તે હાથણી ડાબી આંખે કાણી છે અને તેના પર કેઈ રાજાની રાણી બેઠેલી છે, જે સૌભાગ્યવંતી અને સગર્ભા છે. તે આજકાલમાં એક સુંદર પુત્રને પ્રસવશે.” આ સાંભળી બીજા શિષ્ય કહ્યું: “આ ટાઢ પહેરી છે તેને તે ઠીક ઉપયોગ કર્યો. આ વાતમાંથી કેટલા ટકા બાદ કરવાના? પહેલા શિષ્ય કહ્યું: “જે વાત મને બરાબર સ્પષ્ટ સમજાય છે, તે જ તને કહી છે. એમાં અજાયબી પામવા જેવું કાંઈ જ નથી. આગળ ચાલીશું એટલે બધી વાત બરાબર જણાઈ આવશે.” - હવે તે શિષ્ય કેટલુંક ચાલ્યા પછી એક ગામના પાદરે આવી પહોંચ્યા. ત્યાં તળાવના કિનારે કેઈ રાજાને રસાલે પડ્યો હોય તેમ જણાયું. એટલે તે બંને નજીક ગયા અને જોયું તે એક તંબુમાં હાથણી બાંધેલી હતી. આ હાથણી ડાબી આંખે કાણી હતી. અને તેઓ ઊભા ઊભા હાથણીને જુએ છે, તેટલામાં એક દાસીએ તંબૂમાંથી બહાર આવીને પાસે ઊભેલા ચેકીદારને Page #43 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા દ ૩૮ : કહ્યું કે “જઈને મહારાજાને ખબર આપ કે રાણીજીએ એક સુંદર પુત્રને જન્મ આપે છે.” ' આ સાંભળી બીજે શિષ્ય ઊંડા વિચારમાં પડી ગયે અને મનમાં બોલ્યા કે “ગુરુએ આને કઈક ગુપ્ત વિદ્યા શીખવી લાગે છે અને મને તેનાથી અજાણે રાખે છે.” પછી તે બંને શિષ્ય તળાવમાં હાથ પગ ધોઈને તેને કિનારે રહેલા એક વિશાળ વડની છાયામાં આરામ લેવા બેઠા. એવામાં ત્યાં થઈને એક સી નીકળી. તેણે આ બંનેને પંડિત જેવા જોઈને પૂછ્યું કે “હે ભાઈ! મારે પરદેશ ગયેલો પુત્ર કયારે આવશે ? ” આ પ્રશ્ન પૂછતાં જ તેના મસ્તક પર પાણીને ઘડે નીચે પડ્યો અને ફૂટી ગયે. આ જોઈને બીજા શિષ્ય તરત જવાબ આપ્યો કે “હે વૃદ્ધા ! તારો પુત્ર આ ઘડાની જેમ નાશ પામે છે, તે પાછો કયાંથી આવી શકે? માટે પ્રભુના નામની માળા ફેરવ.” આ સાંભળી પહેલા શિષ્ય કહ્યું: “ડેસીમા ! જરાયે ફીકર કરશે નહિ. તમારો પુત્ર સાજોનર છે અને તમે અહીંથી ઘેર પહોંચશે. કે તરત જ તેને મેળાપ થશે. ” ડેસી પહેલા શિષ્યને આશીર્વાદ આપીને ઘેર ગઈ અને જોયું તે પિતાનો પુત્ર પરદેશથી ઘેર આવી પહોંચ્યું હતું. તેણે પિતાના પુત્રને બે પંડિતાએ આપેલા જવાબની વાત કરી એટલે તેને પુત્ર પ્રથમ શિષ્ય પર ખૂબ પ્રસન્ન થયા અને તળાવના કિનારે આવીને તેને સારી દક્ષિણ આપી. આ જોઈ બીજે શિષ્ય મનમાં બબડી ઊડ્યોઃ “આની બધી વાત સાચી કેમ પડે Page #44 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ૩૯ ક સાચું અને ખાટું છે ? અને મારી એકે ય વાત સાચી કેમ પડતી નથી ? જરૂર ગુરુએ ભણાવવામાં પક્ષપાત કરેલા છે, ’ " તે શિષ્યે ગુરુએ. સાંપેલું કામ કરીને પાછા ફર્યાં અને ગુરુની આગળ હાજર થયા. તે વખતે પહેલા શિષ્યે નીચે નમીને તેમને પંચાંગ પ્રણિપાત કર્યાં, જ્યારે બીજો શિષ્ય સ્થભની જેમ અક્કડ ઊભા રહ્યો. આ જોઈ ગુરુએ કહ્યું કે - હું શિષ્ય ! શિષ્ટાચારના લાપ કરવા ઉચિત નથી. • શિષ્ય વળતા ઉત્તર આપ્યા કે જેને તમે ખરાખર શિક્ષણ આપ્યુ હોય તે "તમને નમે. હું શા માટે નમું ?' ગુરુએ પૂછ્યું કે મેં તને ખરાખર ભણાવ્યેા નથી ?' શિષ્યે કહ્યુંઃ હા, તેમજ છે. જો તમે મને ખરાખર ભાગ્યેા હાત તે। આ તમારા માનીતા શિષ્યની જેમ મારા જવાબે પણ સાચા પડત, પરંતુ તેવું કાંઈ બન્યું નથી. ’ પછી તેણે રસ્તામાં અનેલી બધી વાત કહી સંભળાવી. " ત્યારે ગુરુએ પ્રથમ શિષ્યને કહ્યું કે “ મેં તને કાઈ ગુપ્ત વિદ્યા શીખવી છે ? પ્રથમ શિષ્ય તેના સ્પષ્ટ ઈન્કાર કર્યાં અને જણાવ્યુ` કે જ્યારે જ્યારે આપ મને નિમિત્તશાસ્ત્ર શીખવતા હતા ત્યારે હું મરામર ધ્યાન આપતા હતા અને તેનાં રહસ્યા પર એકાંતમાં વિચાર કરતા હતા. તેથી મારી બુદ્ધિના જે કાંઇ વિકાસ થયેા છે તેના આધારે જ મે આ સઘળી ખાખતા ખરાખર કહેલી છે. અમે બંનેએ જાનવરનાં જે પગલાં જોયાં તેમાં એ વાત તા દીવા જેવી સ્પષ્ટ હતી કે તે પગલાં હાથીનાં છે, પણ તે નરનાં છે કે માદાનાં છે, તે વિચારવાનું હતું. એ માખતના વિચાર કરતાં મારું ધ્યાન ત્યાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ક્રમ આધ-ગ્રંથમાળા : ૪૦ : પુષ્પ ભાગળ થયેલા પેશાબ પર કારાયુ. તેના પરથી મેં નક્કી કર્યું" ૐ એ પગલાં નરનાં નહિ પણ માદાનાં જ છે. વળી રસ્તા પર મેં' નજર કરી તેા જમણી બાજુનાં ઝાડનાં પાંદડાં તાડેલાં હતાં પણ ડાખી ખજુનાં પાંદડાં જેમ ને તેમ હતા, તેથી મે' નિશ્ચય કર્યો કે આ હાથણી ડાબી આંખે કાણી હાવી જોઇએ, નહિ તા એ બાજુનાં પાંદડાં પણુ જરૂર તેણે તાડ્યાં હોત. આવા વાહન પર બેસનાર કાઇ સાધારણ મનુષ્ય ન હાય એટલે મેં ધાર્યું” કે તે કાઈ રાજાની રાણી જ હાવી જોઇએ. વળી માગળ જતાં તેણે હાથણીને ઊભી રાખી હતી, નીચે ઉતરીને પેશાબ કર્યાં હતા તે વખતે પવનથી ઉડેલા તેના વસ્ત્રના કેટલાક તાંતણા માજીના વિટપ (ડ) પર ભરાઈ ગયા હતા. તે રંગે લાલ હાવાથી મેં જાણ્યુ* કે તે રાણી નક્કી સૌભાગ્યવતી હાવી જોઇએ. વળી તે રાણી પેશાબ કરીને ઊભી થઈ ત્યારે હાથના થાપા મૂકીને ઊભી થઇ કે જેની રેખાએ રેતીમાં સ્પષ્ટ રીતે પડેલી હતી એટલે મેં જાણ્યું કે તે સગર્ભા છે અને ચાલતી વખતે તેણે જમણેા પગ પહેલા ઉપાડેલા અને ભારથી મૂકેલા એટલે મેં અનુમાન કર્યું” કે જરૂર તેને પૂરા કે દિવા જાય છે અને તેના ગર્ભમાં પુત્ર છે એટલે તે થાડા જ સમયમાં પુત્રને પ્રસવશે. વળી ડાસીએ અમને ખ'નેને પ્રશ્ન પૂછ્યા ત્યારે પાણીના ઘડા પડી ગયા, તેના અર્થોં મેં એવા ાં કે માટીના ઘડા જેમ માટીમાં મળી ગયા તેમ આ દાસીના પુત્ર પણ ડાસીને મળી જશે. ખસ, આ મારા ખુલાસા છે. આપે આપેલા સુદર શિક્ષણ સિવાય આવી નિરીક્ષણ શક્તિ અને આવી અનુમાન બુદ્ધિ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગીજું': : ૪૧ : : સાસુ અને ખોટુ મારામાં આવત નહિં, માટે આપશ્રીના હું જીવનપર્યંત ઋણી છું. આ સાંભળી ગુરુએ તેને ધન્યવાદ અને આશીર્વાદ આપ્યા તથા ખીજા શિષ્યને કહ્યુંઃ હે વત્સ ! આ વાતને બધે ખુલાસા તે સાંભળી લીધા છે, માટે તેમાં કસુર તારી જ છે. અમે તે જે કાંઈ શાસ્ત્રીય સિદ્ધાંતા છે તે તમારી આગળ રજૂ કરીએ છીએ ને તેને ખરાખર શીખવીએ છીએ. એ ગ્રહણ કરવાનું અને તેના પર ચિંતન-મનન કરવાનું કામ તમારું છે.’ અહીં પહેલા શિષ્યની બુદ્ધિ શુરુ અને શાસ્ત્રના વિનય કરવાવડે ઉત્પન્ન થઈ તેથી તે વૈનિયકી જાણવી. પાણીની શાધ. એક રાજા યુવાન સૈનિકાનું લશ્કર લઇને વિજય યાત્રા કરવાને નીકળ્યે. અનુક્રમે તે પોતાના લશ્કર સાથે એક જંગલમાં આવી ચડયા. આ જંગલમાં કાઇ પણ સ્થળે પાણી મળ્યું નહિ તેથી બધા તૃષાતર થઈને પાણીની શોધ કરવા લાગ્યા, પણ તેમાં કાઇને સફલતા મળી નહિ. તે વખતે એક વૃદ્ધ સૈનિકે કહ્યુ કે ‘ ગધેડાઓને છૂટા મૂકે. ભૂમિ સૂંઘતા તે જે સ્થળે પહોંચશે ત્યાંથી પાણી મળી આવશે. ’ એટલે રાજાએ ગધેડાને છૂટા મૂકાવ્યા તે તે ભૂમિ સૂંઘતા સૂંઘતા એવા સ્થળે પહોંચ્યા કે જ્યાં પાણીથી ભરેલું એક તળાવ હતું. એ તળાવનું પાણી પીને રાજાએ તથા સૈનિકોએ પ્રાણ મચાવ્યા. અહીં વૃદ્ધ સૈનિકની બુદ્ધિ વૈનયિકી જાણવી, કારણ કે તેણે એ બુદ્ધિ વડીલાના વિનયથી મેળવી હતી. Page #47 -------------------------------------------------------------------------- ________________ હંમબાધગ્રંથમાળા : ૪૨ : કાર્મિકી મુદ્ધિ ચાર અને ખેડૂત. . એક નગરમાં કાઇક ચારે રાત્રિના સમયે પૈસાદારના ઘરમાં અષ્ટદલ કમલના આકારનું ખાતર પાડીને ચારી કરી. સવારે લેાકેા ભેગા થયા અને તે ખાતરના આકાર જોઈને કહેવા લાગ્યા કે આ ચાર ઘણા જ હોશિયાર જણાય છે, નહિ તે આવું અષ્ટદલ કમલના આકારનું ખાતર કેમ પાડી શકે ? જ્યાં પ્રાણનું જોખમ હાય ત્યાં આવી કલા અતાવવી એ ખરેખર ઘણુ મુશ્કેલ છે. ’ એ વખતે, ખભે ખાયા અને દાંતા લઈને ઊભેલા એક ખેડૂત ખત્રી ઊઠયે કે ઃ રાતવિસના અભ્યાસથી તેમ મની શકે છે, માટે એમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. ’ હવે ભેગા થયેલા લેાકેામાં ચારી કરનારા ચાર પણ સારાં કપડાં પહેરીને ઊભા હતા અને લેાકેાના મુખેથી પેાતાના કાર્યની પ્રશંસા સાંભળીને ખૂબ ફૂલાતા હતા, ત્યાં રંગમાં ભંગ પાડનારા આ શબ્દો સાંભળીને તેને ઘણા જ ગુસ્સા આવી ગયા. તેથી ખેડૂતની પાછળ પાછળ તે એના ખેતરે પહોંચ્યા અને ત્યાં ખેડૂતની ગરદન પકડીને ઓલ્યા કે - તને જાનથી મારીશ, ’ ખેડૂતે કહ્યું': ' પણ કાંઇ વાંક કે ગુના ? મને જાનથી શા માટે મારવા છે? ’ 6 ચારે કહ્યું: ‘તુ કાઇનાં વખાણુ સાંભળી શકતા નથી અને ખરેખર પ્રશંસા કરવા યાગ્ય કામની પણ નિંદા કરે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ વીજું : : ૪૩ : સાચું અને ખોટું માટે. આજે સવારે, તે પેલા શેઠના ઘરમાં પડેલા ખાતરને વખાણ્યું નહિ અને ઉલટું એમ કહ્યું કે “ રાત દિવસના અભ્યાસથી તેમ બની શકે છે, માટે એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.” તારી આ ધૃષ્ટતા બદલ તને યોગ્ય શિક્ષા કરવા માગું છું. ? ખેડૂતે કહ્યું: ‘જો એમ જ હોય તે મને છૂટે મૂકે, જેથી મારું બોલવું સાચું છે તેની ખાતરી કરી બતાવું.” ચેરે એને છૂટો મૂકો, એટલે તે ખેડુતે અનાજ વાવવા. માટેની કોયલી ઉઘાડી અને મગના દાણુની એક મૂઠી ભરીને કહ્યું કે “તું કહે તે આ મગને નીચા ના વાવું' કહે તે સવળા મેંના વાવું, કહે તે પડખાના વાવું અને કહે છે, એકેક આંગળના અંતરે વાવું, માટે તારી મરજી હોય તે જણાવ.” ચરે કહ્યું: “બધા મગ અવળા મેંના વાવ ” એટલે ખેડૂતે તે પ્રમાણે વાવી બતાવ્યું. તેથી ચાર ઘણે ખુશ થયા અને બેલી ઊઠ કે–ખરેખર ! અભ્યાસથી સર્વ કાંઈ બની શકે છે. તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.” અને તે ચાલતે થયે. તેલની ધાર, ગાંગલી ઘાંચણ મેડે ચડી હતી. પાછળ તેલ લેવા માટે આવેલા ઘરાકે બૂમાબૂમ કરવા લાગ્યા કે “ અત્યારે ઘરાક વેળાએ ઉપર જવાનું ભલું સૂઝે છે !” એ સાંભળીને ગાંગલીએ. મેડી ઉપરથી જવાબ આપે કે “તેલ જોઈતું હોય તે આ . બારીની નીચે આવે, બધાને હું અહીંથી જ તેલ આપીશ.” Page #49 -------------------------------------------------------------------------- ________________ ધમધંથમાળા એટલે તેલ લેવા આવનારા પિતાના કામ સાથે બારી નીચે ગોઠવાઈ ગયા. પહેલાએ કહ્યું: “પાશેર તેલ આપ.” ગાંગલીએ કહ્યું: ‘તારું કામ જમીન પર મૂકો અને તેણે ઉપરથી ધાર કરી તે પાશેરનું વાસણ બરાબર ભરાઈ રહ્યું. બીજાએ કહ્યું: “અધે શેર આપ.”, ત્રીજાએ કહ્યું: “એક શેર આપ.” થાએ કહ્યું: “સવાશેર ને નવટાંક આપ.” તે દરેકને ગાંગલીએ તેમના કહ્યા પ્રમાણે જ તેલ આપ્યું. આ જોઈને બધા કહેવા લાગ્યા કે “ધન્ય છે ગાંગલીની કુશલતાને ! મેડે ઊભાં ઊભાં તેલની ધાર કરવી અને તેમાં જરા પણ તેલ ઠામની બહાર જાય નહિ કે માપથી વધારે ઓછું આવે નહિ, એ તે ખરેખર ઘણું જ અદ્દભુત કહેવાય.’ ગાંગલીએ કહ્યું: “એ તે રાતદિવસને મહાવરો પડે એટલે બધુંયે આવડે. એમાં અદ્દભુત જેવું કાંઈ નથી.” કારીગરે અને કલાકારો એક રસે ડેઈથી પિરસવા છતાં બધાને સરખું પીરસી શકે છે. એક વણકર સૂતરની દડીઓ જોઈને કહી આપે છે કે આનાથી આટલું જ કાપડ ઉતરશે. એક સુથાર “અમુક માપનું ગાડું બનાવવું છે એમ જાણતાં જ કહી આપે છે કે તેમાં આટલું લાકડું જોઈશે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : ૪૫ : સારું અને એક દરજી કાપડનું માપ જાણતાં જ કહી શકે છે કે તેમાંથી અમુક કપડાં બની શકશે. એક કુંભાર માટીના પીંડા પરથી કહી શકે છે કે તેમાંથી કેટલાં નળિયાં કે કેટલાં ઘડા ઉતરી શકશે. એક ચિત્રકાર પશુ, પક્ષી, વેલ, બુટ્ટી વગેરેનું ચિત્રામણ આબેહુબ કહી શકે છે. એક શિલ્પી જુદા જુદા ભાવવાળી મૂર્તિઓ, જાણે સાચી જ હોય તેવી બનાવી શકે છે. એક લેખક વિચારોને એટલી સુંદર રીતે ગોઠવી શકે છે કે જેને વાંચતા જ માણસના મન પર સચોટ અસર થાય છે. એટલે સતત અભ્યાસથી-કર્મથી બુદ્ધિમાં એક પ્રકારની વિશદતા આવે છે, જે બીજાની સરખામણીમાં અદ્દભુત લાગે છે. પારિણુમિકી બુદ્ધિ લાત મારનારને શિક્ષા. એક રાજાને સેવકોએ કહ્યું કે “મહારાજ ! સફેદ વાળવાળા અને જીર્ણ શરીરવાળા વૃદ્ધોને નેકરીમાં ન રાખતાં જે તરુણ હોય તેને જ નેકરીમાં રાખવા.” રાજા કરેલ હતું એટલે કે પારિણમિકી બુદ્ધિવાળો હતે. તેણે કહ્યું “વારુ, તમારી વાત ધ્યાનમાં રાખીશ.” : પછી થેડા દિવસ બાદ તરુણુ સેવકોને ભેગા કરીને પૂછયું કે “મને લાત મારનારને શું શિક્ષા કરવી જોઇએ?” તે સાંભળીને Page #51 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા : ૪૬ : ને તરુણ સેવ તરત જ બોલી ઊઠ્યા કે “એને ગરદન મારે જોઈએ.” પછી તે જ પ્રશ્ન વૃદ્ધ સેવકોને પૂછયે, એટલે તેમણે કહ્યું કે “એને જવાબ શેડી વાર પછી આપીશું.” બધા વૃદ્ધ સેવકે ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે ‘રાજાને લાત કેણું મારી શકે? તેની રાણી અથવા પુત્ર સિવાય તેવું કામ કઈ પણ કરી શકે નહિ. અને રાણીને અથવા પુત્રને તે સત્કાર જ કરે જોઈએ.” થેડી વાર પછી તેમણે જવાબ આપે કે “મહારાજ ! આપને લાત મારનારને સત્કાર કરવું જોઈએ.” એ જવાબથી રાજા ઘણે ખુશ થયે, કારણ કે તેણે એ જ આશયથી પ્રશ્ન કર્યો હતો. રાજાએ તેને હવાલે આપીને તરુણ સેવકોને જણાવ્યું કે હવે તમે કહો તે માત્ર તરુણેને જ નોકરીમાં રાખ્યું અને તમે કહે તે વૃદ્ધોને પણ રાખું.” સેવકોએ કાંઈ પણ જવાબ ન આપતાં નીચું જોયું અને રાજાના ઠરેલપણની મનોમન પ્રશંસા કરી. હીરાની પરીક્ષા એક કલાકાર ઝવેરીએ ખડી સાકરના ટૂકડામાંથી હીરે બનાવ્યું અને તેને પહેલ પાડવા વગેરેની ક્રિયા કરીને આબેહૂબ બનાવ્યું. પછી તે એક રાજા આગળ લઈ ગયે અને ખૂબ આડંબરથી કહ્યું કે “ મહારાજ ! આપ ઝવેરાતની પરીક્ષા કરવામાં એક્કા છે, તે આ હીરાનું મૂલ્ય શું છે, તે કહી આપે.” Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : ૪૭ : સાચું અને ખોટું રાજાએ તે હીરે હાથમાં લીધું અને વિચાર કર્યો કે “આમાં કાંઈ પણ કારણ હોવું જોઈએ. નહિ તે આ ઝવેરી આવી ઢબને પ્રશ્ન કરે નહિં. એવામાં એક માખી ઊડતી આવી અને તેના પર બેઠી. એથી રાજાએ અનુમાન કર્યું કે નક્કી ખાદ્ય પદાર્થને-સાકરને જ આ બનાવેલ છે, નહિ તે તેના પર માખી બેસે નહિ. એટલે તેણે એ હીરાને મુખમાં મૂકતાં જણાવ્યું કે “ ઝવેરી ! તમારા હીરાની કિંમત આટલી છે !” ઝવેરી રાજાની પરિણમિકી બુદ્ધિ જોઈને ખુશ થઈ ગયે. - મોદકપ્રિય. એક રાજકુમારને મીઠાઈ ખાવાને ઘણે શેખ હતું અને તેમાં પણ મદક બહુ પ્રિય હતા, તેથી અવારનવાર વિવિધ પ્રકારના મોદક બનાવીને જમતે હતે. એક વાર મેદક ઘણું સ્વાદિષ્ટ થવાના કારણે, તેણે એનું આકંઠ ભેજન કર્યું. તેથી એને અપચ થશે અને શરીરમાંથી દુર્ગંધ યુક્ત પવન છૂટવા લાગ્યું. તે જોઈને તેણે વિચાર કર્યો કે “અહો ! ગમે તેવું મનહર ભેજન જમવામાં આવે, પણ આ શરીરના વેગે, તે ઘડીકમાં જ અપવિત્ર બની જાય છે! તેથી આ શરીર અપવિત્રતાનું ધામ છે અને અશુચિને ભંડાર છે. અને જે વસ્તુ આટલી અપવિત્ર અશુચિવાળી છે, તેને ખુશ રાખવા માટે નવાં નવાં મિષ્ટાન્નો જમવાં એ કઈ પણ રીતે ડહાપણનું કામ નથી. એથી હવે મિષ્ટાન્ન જમવાથી સયું! અને તેણે તે જ દિવસથી પ્રતિજ્ઞા કરી કે “હવે પછી કઈ મિષ્ટાન્ન જમવું નહિ અને ભાણુમાં જે કાંઈ સ્વાદિષ્ટ કે બેસ્વાદિષ્ટ હાજર થાય, તેને આનંદથી આગવું.” તા . જન્મ વત્ર બની શa ખુશ છે . કોમ Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-થમાળા ૪૮ : તેમ કરતાં એ રાજકુમાર સ્વાદને જિતી શો અને પરિણામે બીજી ઇન્દ્રિયને જિતવામાં પણ સમર્થ થયે. અહીં મોદકપ્રિય રાજકુમારને બેઠું છેડવાની જે બુદ્ધિ ઉત્પન્ન થઈ તે પરિણામિકી સમજવી. ચાર પ્રકારની બુદ્ધિનું તાત્પર્ય એ છે કે કેટલાક માણસે અદ્દભુત બુદ્ધિને લીધે કેઈની પાસે શિખ્યા ન હોય છતાં સાચું અને ખેટું પારખી શકે છે, જ્યારે કેટલાક માણસે ગુરુ અને શાસને વિનય કરવાથી બુદ્ધિને વિકાસ એવી રીતે કરી શકે છે કે જેથી સાચું અને છેટું પારખવાને શક્તિમાન થાય છે. કેટલાકમાં આવી બુદ્ધિ સતત અભ્યાસના પરિણામે આવે છે અને કેટલાકમાં આવી બુદ્ધિ વૃદ્ધાવસ્થાના કારણે-ઠરેલપણાના કારણે કે એગ્ય અનુમાને કરવાની શક્તિને લીધે આવે છે. સારાંશ કે આ જગમાં સર્વસાધારણ મનુષ્યોને માટે સાચું અને હું જાણવાનું સાધન બુદ્ધિ છે અને તેના વડે તે સાચા અને બેટાને નિર્ણય કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ : ૩ : જે માનવું ખોટું છે. આપણે જે કાંઇ માનીએ છીએ તે બધું જ સાચુ' હોતું નથી, કારણ કે તેમાંની કેટલીક માન્યતાએ તે આપણે કાંઈ પણ ઊંડા વિચાર કર્યાં વિના માત્ર બીજાના સૂચનથી જ સ્વીકારી લીધેલી હાય છે અને કેટલીક માન્યતા લાગણીને વિષય બની જવાથી તેના સાચા-ખાટાપણા વિષે આપણે વધારે વિચાર કરવાનું જ પસંદ્ય કરતા નથી. તેથી આપણું કર્યું માનવું. સાચું છે અને કયું માનવું ખાટું છે, તેના વિચાર કરવાની જરૂર પડે છે. બહુમતવાદની પાળતા. કેટલાક મનુષ્યા એમ માને છે કે ‘ઘણા માણસા કહેતા હાય માટે જ તે સાચુ' અને થોડા માણસા કહેતા હાય માટે ૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૫૦ : |ઃ પુષ્પ જ તે ખોટુ” પરંતુ આ માન્યતા કેટલા અંશે વ્યાજબી છે, તેને ખ્યાલ નીચેના દષ્ટાંતે પર વિચાર કરવાથી આવી શકશે. વસનાં પગલાં. એક માણસ પોતાની સ્ત્રીને તેડીને ઘેર આવતું હતું. પાસે ભાતું કે પાણી કાંઈ હતું નહિ! હવે રસ્તામાં સ્ત્રીને ખૂબ તરશ લાગી, એટલે તેણે પતિને કહ્યું કે “હે નાથ! મને ખૂબ તરશ લાગી છે !' પતિએ તેને જવાબ આપતાં જણાવ્યું કે- હે પ્રિયે! ખેદ ન કર. અહીંથી થોડે દૂર, આપણું માર્ગમાં, સુંદર વૃક્ષેની છાયાવાળું, મને હર કમલેથી સુશોભિત અને સ્વાદુ જલથી ભરેલું એક રમણીય સરોવર આવશે.” તે સાંભળીને સ્ત્રીને આશ્વાસન મળ્યું અને તેણે પહેલાંની માફક જ માર્ગ કાપવાનું ચાલુ રાખ્યું, પરંતુ ઘણું ચાલવા છતાં જ્યારે સરોવર દેખાયું નહિ, ત્યારે તેણે પતિને પુનઃ પૂછ્યું કે “હે નાથ ! હવે સરેવર ક્યારે આવશે?” પતિએ કહ્યું કે “તે આવવાની તૈયારીમાં છે, માટે જરા પણ ચિંતા કરીશ નહિ.” આમ પેલી સ્ત્રી સરોવરની આશામાં ને આશામાં ઘેર પહોંચી અને ત્યાંનું જલપાન કરીને સ્વસ્થ બની. પછી તેણે પતિને કહ્યું કે “તમારા જેવા તે કોઈ ઠગારા જેયા નહિ!” પતિએ કહ્યું: “એમાં ઠગારા શાના? તને શું ઠગી લીધી? Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીજી' : : ૫૧ : સાચું અને ખાટુ સ્ત્રીએ કહ્યું: - માર્ગ માં સરોવર ન હોવા છતાં ‘સુંદર વૃક્ષાની છાયાવાળુ, મનહર કમલેાથી સુશોભિત અને સ્વાદુ જલથી ભરેલું એક રમણીય સરેાવર' બતાવવું એ ઠગાઈ નહિ તેા ખીજું શું કહેવાય ? ’ પતિએ કહ્યું: ‘એ શબ્દો આશ્વાસનના હતા, માટે ઠગાઈ કહેવાય નહિ. જો એ વખતે મે' સરોવરની આશા ન આપી હાત, તે ઘર સુધી તું પહેાંચી શકત જ નહિ. એટલે તારા હિતની ખાતર મેં એવી આશા આપી હતી, અને તેથી તેને ઠગાઈ—બંગાઈ ગણી શકાય નહિ. ' શ્રીએ કહ્યું: ' આ તા તમારી વાચતુરાઇ છે. હું તા એટલું જાણું કે ઠગાઈ એટલે ઠગાઇ. પછી તે ગમે તે કારણે કરવામાં આવી હાય. અને તમે આ વાતને સ્વીકાર કરવા તૈયાર ન હા, તેા ચાલે આપણે પાંચ માણસને પૂછી જોઇએ.’ પતિએ કહ્યું: ‘ ઘણી વાર પાંચ માણસા ખાટા હોય છે ને એક માણસ સાચા હોય છે. તેથી એ ન્યાય મારે કબૂલ નથી. મારા આ મંતવ્યની ખાતરી તને થાડા જ વખતમાં કરાવી આપીશ.' હવે તે માણસે પેાતાની સ્રીથી છૂપી રીતે, વરુનાં પગલાંવાળી ચાંખડીએ બનાવી અને એક વખત પરાઢિયાના સમયે, તેના વડે, નગરના દરવાજા બહાર વરુના આબેહૂબ પગલાં પાડી દીધાં. પછી સવારમાં લેાકેા નગર બહાર નીકળતાં તેણે એ પગલાં બતાવીને કહ્યું કે ‘ અરે ભાઈએ ! રાત્રિના સમયે આ નગરમાં એક વરુ આવેલુ' જણાય છે. જીએ તેના પગલાં! Page #57 -------------------------------------------------------------------------- ________________ ધમબોધ-ગ્રંથમાળા : ૫૨ ૪ માટે આજથી બંધા ચેતતા રહેજે!” આટલું કહીને, તે પિતાને ઘેર પાછો ફર્યો. હવે વરુની વાત તે આખા નગરમાં કર્ણોપકર્ણ પ્રસરી ગઈ અને ચોરે–ચટે-હાટે-વાટે ઘાટે જ્યાં જુઓ ત્યાં એ જ વાત થવા લાગી. એમ કરતાં તે માણસની પિતાની સ્ત્રી પાણી ભરવા માટે પનઘટ પર ગઈ, જ્યાં તેણે એ વાત સાંભળી, તેથી ઘેર આવીને પતિને કહ્યું કે “સાંભળ્યું ? આજે તો આપણુ નગરમાં એક મોટું વરુ આવ્યું હતું અને તે કેઈના સાત ખોટના છોકરાને ઉપાડી ગયું છે!' પતિએ કહ્યું કે “એ વાત બનવાજોગ નથી. આવા મોટા શહેરમાં વરુ ક્યાંથી આવે?” સ્ત્રીએ કહ્યું કે “જ્યાં જુઓ ત્યાં આ વાત સંભળાય છે, તે શું બધા ખેટા અને તમે જ એક સાચા? તે દિવસે પણ તમે એવી જ હઠ પકડી હતી. બન્યો આ વિચિત્ર સ્વભાવ તે કેને ગમે?” તે વખતે પેલા માણસે કહ્યું કે “બધા માણસે બેટા છે અને હું એક સાચો છું; કારણ કે આ વાતનું ખરું રહસ્ય મારા સિવાય બીજું કંઈ પણ જાણતું નથી. અને તને કહી દઉં કે આ અસત્ય વાતને પ્રચાર મેં જ કર્યો છે અને લેકોએ તેને પકડી લીધી છે. એક વાત ચાલી એટલે ચાલી ! પછી કોણ જુએ છે કે તેમાં સાચું શું અને બેટું શું? મારે તને ખાતરી કરી આપવી હતી કે પાંચ માણસનું કહેવું પણ કેટલું પિકળ હોય છે. જે તારે એ વાતને વધારે પુરા જોઈતા હોય Page #58 -------------------------------------------------------------------------- ________________ વીજું: .: ૫૭ : સાચું અને મેટું તે જોઈ લે આ વરુનાં પગલાં” એમ કહીને તેણે વરુનાં બનાવટી પગલાં પાડનારી ચાંખડીઓ તેની આગળ મૂકી. તેથી સ્ત્રીને ખાતરી થઈ ગઈ કે “ઘણા માણસો કહેતાં હોય છતાં તે ખોટું હોઈ શકે છે.” ચેરની બૂમ એક વાર પવનના ઝપાટાથી છાપરા પરનું એક નળીયું ખસી ગયું. તેથી થોડે ખડખડાટ થયે. એ ખડખડાટ સાંભળીને શેરીનું એક કૂતરું ભસવા લાગ્યું અને તેના ભસવાને અવાજ સાંભળીને બીજા પણ બે ચાર કુતરાં ભસવા લાગ્યાં. એ અવાજથી એક માણસે અનુમાન કર્યું કે “નક્કી કઈ ચેર આટલામાં પેસી ગયા છે! ” અને તેણે બૂમ મારી કે “ચાર! ચોર!!” એ બૂમ સાંભળીને બીજા માણસે બૂમ મારી કે “ચાર! ચેર! પકડે! પકડો !!” એ બૂમ સાંભળીને ત્રીજા માણસે બૂમ મારી કે “ચેર ! ચેર !! પકડે ! પકડે!! આ જાય !” બસ એ તે ચારે બાજુથી ચાર-ચાર અને પકડે–પકડોની બૂમ પડવા લાગી. એ સાંભળીને ઘણુ માણસો જાગી ઊઠયા ને હાથમાં જે કાંઈ આવ્યું, તે લઈને બહાર નીકળ્યા. તેમણે ગામના ઝાંપા સુધી ગલીએ ગલી અને શેરીએ શેરી તપાસી લીધી; પણ કઈ ચેર મળે નહિ, તેથી આશ્ચર્ય પામીને તેઓ અંદર અંદર પૂછવા લાગ્યા કે “પહેલી બૂમ કેણે પાડી હતી ?” - એકે કહ્યું કે “મેં બીજાની બૂમ સાંભળી હતી, તેથી બૂમ પાડી હતી.” બીજાએ કહ્યું કે “મેં ત્રીજાની બૂમ સાંભળી હતી, Page #59 -------------------------------------------------------------------------- ________________ ધ મધ-ગ્રંથમાળા : ૫૪ : : પુષ્પ 6 તેથી મ પાડી હતી. ' ત્રીજાએ કહ્યું કે · મેં ચાથાની બૂમ સાંભળી હતી, તેથી બૂમ પાડી હતી. ' એમ બધા બીજાનુ નામ લેવા મડ્યા, હવે જે માણસે ખરેખર બૂમ પાડી હતી, તે તેા ઘરની બહાર જ નીકળ્યેા ન હતા, કારણ કે ચારના ખ્યાલ માત્રથી તે હેબતાઇ ગયા હતા. આ સંચાગમાં પહેલી બૂમ કેણે પાડી હતી ?' તેના પત્તો ક્યાંથી લાગે ? એટલે બધા માણુસા ધીમે ધીમે વિખરાઇ ગયા ને ફ્રી નિદ્રાને ખાળે પડયા. તાત્પર્ય કે—એક વાત ઘણા જણાએ કહેવા છતાં તે ખાટી હતી. કેટલાએક માણસા એમ માને છે કે ‘ ઘણા માણુસા કરતાં હાય તે જ સાચું' પરંતુ એ માન્યતા પણ ભૂલભરેલી છે. સંભવ છે કે ઘણા માણુસાનું કરવું પણ ખાટું હોય. આ વાતની પ્રતીતિ નીચેનાં દૃષ્ટાંતા વિચારવાથી થઇ શકશે. વાનરોનુ ટાળુ રાજાના કુંવરાએ વાનરાનું એક ટળું પાળ્યું હતું. તેને તે સારું સારું ખવડાવતા, નવડાવતા-ધાવડાવતા, રમાડતા અને કૂદાવતા. આથી બધા વાનરોને ત્યાં ખૂબ જ ગમી ગયું હતુ. હવે તે જ ઠેકાણે ઘેટાનું એક નાનું ટોળું પાળવામાં આવ્યું હતુ, જે નાના રાજકુમારેશને સવારી કરવા માટે ઉપયોગી હતું. આ ઘેટામાં એક ઘેટા વકરેલા હતા. તે રાજ રાજાના રસેાડામાં પેસી જતા અને જે દેખે તે ખાઇ જતેા. આથી રસોઇયાને તેના પર બહુ ક્રોધ આવતા અને હાથમાં લાકડું, Page #60 -------------------------------------------------------------------------- ________________ ગોજી : : ૫૫ ઃ સાચું અને ખાટુ કાંઇ આવતુ, તેના વાસણું, પત્થર વગેરે જે છૂટો ઘા કરતા. આમ વારંવાર બન્યા જ કરતું. ન તા ઘેટા પેાતાની આદત છેડતા કે ન તા રસોઈયા તેના પર ઘા કર્યાં વિના રહેતા. આ જોઈને એક સમજુ વાનરે બધા વાનરેશને એકાંતમાં ખેલાવીને કહ્યું કે ‘, જ્યાં ઘેટાની અને રસોઇયાની લડાઈ રાજ ચાલુ હોય, ત્યાં છેવટે વાનરાના મરા સમજવે, માટે જ્યાં સુધી આપણા પર આફત આવી નથી, ત્યાં સુધીમાં આપણે આ રાજભવનને છેડીને વનમાં ચાલ્યા જઈએ, ત્યાં આપણે સુખેથી રહી શકીશુ. ’ 6 આ સાંભળીને એક વાનરે કહ્યું: ઘેટા અને રસાઇયાની લડાઇ ચાલતી હોય તેમાં આપણે શું? ઘેટા ઘેટાની વાત જાણે અને રસોઇયા રસોઇયાની વાત જાણે. એ બને એમનું ફાડી લેશે, તેથી આપણુને શી રીતે હરકત આવવાની છે?’ બીજા વાનરે કહ્યું: ' ઘેટા અને રસોઈયાની લડાઇ તા ઘણા દિવસથી ચાલે છે. તેના લીધે હજી સુધી આપણને કાંઇ હરકત આવી નથી, તેા હવે પછી શી રીતે આવશે ? ત્રીજા વાનરે કહ્યું: ‘ દ્રીસૂત્રી થવામાં શુ મજા છે ? જ્યાં કાઈ પણ આકૃતની સંભાવના નથી, ત્યાં મહાન આફતની સંભાવના કરવી અને પ્રાપ્ત થયેલાં સુખચેનને છેડી દેવાં એ કાઇ પણ રીતે વ્યાજબી નથી. ’ ચેાથા વાનરે કહ્યું: ‘ કયાં રાજભવનનાં અમૃત જેવાં મીઠાં @ાજન અને કયાં વનનાં તૂરાં કડવાં–તીખાં-ખારાં અને લૂખાં Page #61 -------------------------------------------------------------------------- ________________ કમબોધ-રંથમાળા : ૫૬ : = પુષ્પ ફળો? આપણને જે સુખ અહીં મળે છે, તે વનમાં કદી પણ મળવાનું નથી, માટે “પડ પાણા પગ પરની નીતિને અનુસરવું ચગ્ય નથી.” પાંચમા વાનરે કહ્યું: “એ તે સમજાવે કે ઘેટે અને રસઈ અંદરઅંદર લડે, તેમાં આપણે મરે શી રીતે થાય ?' - સમજુ વાનરે કહ્યું. “એ બધું અત્યારે નહિ સમજાય. પણ એ પ્રશ્ન પર મેં બહુ ઊંડાણથી વિચાર કર્યો છે અને તેમાં જે ભાવી નજરે પડયું છે, તે તમને કહી બતાવ્યું છે; માટે મારા પર વિશ્વાસ રાખીને આ સ્થાનને છોડી દે અને ગમે તે બીજે ઠેકાણે ચાલે.” એ સાંભળીને એક વાનરે કહ્યું કે “આ બાબત ઘણી ગંભીર છે, તેથી એક માણસની શિખામણ પ્રમાણે વર્તી શકાય નહિ. વળી પંચ કહે, તે જ હમેશાં પ્રમાણ હોય અને બહુ મતિ જે કાંઈ ફેંસલે કરે તે જ વ્યાજબી ગણી શકાય, માટે આ બાબતમાં બધા વાનરભાઈઓના મત લે.” એ પરથી બધા વાનરોના મત લેવાયા. તેમાં કેઈએ પણ સમજુ વાનરની વાતને ટેકે આપે નહિ, એટલે એકમત વિરુદ્ધ નક્કી કરવામાં આવ્યું કે “હાલ આપણે જે પ્રમાણે રાજભવનમાં રહીએ છીએ, તે જ પ્રમાણે રહેવાનું ચાલુ રાખવું.” પિતાના બંધુઓની આ હાલત જોઈને સમજુ વાનર અત્યંત દુઃખી થયે અને તે એક જ વનમાં ચાલ્યા ગયે. બધા વાનરે તેને મૂર્ખ માનીને, તેની મૂખઈ પર હસવા લાગ્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ શીજું : ૫૭ : સાચું અને હું ઘેટા અને રસોઈયાની લડાઈ પહેલાની જેમ જ ચાલુ રહી. તેમાં એક દિવસ કેધે ભરાયેલા રસેઈયાએ ઘેટા પર સળગતું લાકડું ફેંકયું. તેથી એ ઘેટે સળગી ઉઠયે અને બૂમાબૂમ કરતે પાસેની અશ્વશાળામાં પેઠે. ત્યાં જમીન પર આળોટતે. તે પોતાનું સળગેલું શરીર બુઝવવા લાગ્યું. હવે અશ્વશાલા ઘાસથી ભરેલી હતી અને જમીન પર પણ ઘણું ઘાસ પથરાયેલું હતું. તેથી જેતજોતામાં પ્રચંડ આગ ભભૂકી નીકળી, જેણે કેટલાક ઘેડાને જીવતાં ભરખી લીધા અને કેટલાકને આખા અંગે દઝાડી દીધા. આ ઘોડાઓ અતિ કિંમતી હતા અને રાજાને બહુ વહાલા હતા, તેથી રાજાએ કુશલ વૈદ્યોને બોલાવીને પૂછયું કે “ઘડા દાઝી ગયા હોય, તેની શાંતિને ઉપાય શું?” વૈદ્યોએ પશુચિકિત્સાનાં પુસ્તકે જયાં–ખાસ કરીને શાલિહેત્રને ગ્રંથ , અને તેના આધારે જણાવ્યું કે “જે વાનરની ચરબી લગાડવામાં આવે તે દાઝેલા ઘડાઓને તરત શાંતિ થઈ જાય, માટે જેમ બને તેમ જલદી વાનરની ચરબી મેળવે.” - એ સાંભળીને રાજાએ કહ્યું: “એ ઉપાય તે સત્વર થઈ શકશે, કારણ કે આપણું રાજભવનમાં જ વાનરેનું એક ટેળું પાળેલું છે.” પછી રાજાના હુકમથી તે બધા વાનરેને વધ કરવામાં આવ્યું અને તેમના મૃત દેહમાંથી યથેષ્ટ ચરબી મેળવીને દાઝેલા ઘડાઓને લગાડવામાં આવી. આ બનાવની ખબર પડતાં પેલા સમજુ વાનરે યુક્તિ Page #63 -------------------------------------------------------------------------- ________________ ધમબોધ-ચંથમાળા : ૫૮ : * પુજ પ્રયુક્તિથી રાજા ઉપરનું વૈર લીધું, પણ તેથી જે વાનરેએ પિતાના પ્યારા પ્રાણ ગુમાવ્યા હતા, તે તે પાછા ન જ આવ્યા. તાત્પર્ય કે-બહુ વાનરેએ રાજભવનમાં રહેવાનું નક્કી કર્યું હતું છતાં તે “ખોટું” હતું અને માત્ર એક જ વાનરે વનમાં જવાનું પસંદ કર્યું હતું, છતાં તે “સાચું' હતું. શાસ્ત્રપરિક્ષાની જરૂર કેટલાક એમ માને છે કે “શામાં જે કાંઈ લખ્યું છે, તે બધું જ સાચું છે. પરંતુ તેમનું એ માનવું છેટું છે, કારણ કે શારની રચના મનુષ્ય દ્વારા થાય છે અને બધા મનુષ્ય કાંઈ પૂર્ણ જ્ઞાની, વિશુદ્ધ ચારિત્રશીલ, સંપૂર્ણ પ્રામાણિક કે તદ્દન સ્વાર્થરહિત હોતા નથી. એટલે તેમની રચનામાં એક યા બીજા પ્રકારે “ખોટું” દાખલ થઈ ગયું હોય તે સંભવ છે. વળી શાસ્ત્ર શબ્દ કેઈ પણ વિષયની ગ્રંથરચનાને છેડે લગાડી શકાય છે. જેમકે-ધર્મશાસ્ત્ર, આચારશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, જોતિષશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રાણુશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, કાળશાસ્ત્ર, પ્રજનનશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઉડ્ડયનશાસ્ત્ર, સંહારશાસ્ત્ર વગેરે વગેરે, એટલે બધાં જ શાસ્ત્રો પવિત્ર અને પ્રામાણિક હેય તેમ માનવાને કારણ નથી. છતાં દલીલની ખાતર માની લઈએ કે તે શા પ્રામાણિકપણે રચાયેલાં છે, કથા ગિનિયાં છે Page #64 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : ૫૯ : સાચુ' અને ખાટું. અભિપ્રાય જુદો તે પણ એક જ વિષય પરત્વે તે બધાને જુદા હાઇને તેમાં · સાચું શું અને ખાટું શુ ?' તે જાણવાની જરૂર પડે જ છે. દાખલા તરીકે એક માણુસને ખરાખર ઠીક રહેતું ન હતું, તેથી તેણે એક કુશળ વૈદ્યની સલાહ લીધી એટલે તે કુશળ વૈદ્યે જણાવ્યું કે શરીરમાં રહેલા વાત, પિત્ત અને કાં કાઇ પણ પ્રકારની વિકૃતિ પેદા થાય તે જ રાગ ઉત્પન્ન થાય છે, માટે તેમાં કાંઈક બગાડા થયેલા હૈાવા જોઇએ, મને તમારી નાડીપરીક્ષા કરતાં, તેમ જ બીજા લક્ષણા જોતાં, એમ જણાય છે કે વાત કુપિત થયેા છે અને તે જ તમને હેરાન કરે છે.’ પછી તે માણસે એક જોશીની સલાહ લીધી તેા તેણે જવાખ આપ્યા કે મનુષ્યના જીવન પર ગ્રહાની અસર અતિ મળવાન હાય છે અને તેમાં અમુક અમુક ગ્રડાની દૃષ્ટિ ખરાખર ન હાય તા તેની તબિયત લથડી જાય છે. મને તમારા ગ્રહા જોતાં એમ લાગે છે કે મગળ અને શનિ તમારી વિરુદ્ધ છે. અને તે જ તમને સતાવી રહ્યો છે માટે ગ્રહશાંતિ કરાવવી જોઇએ. ’ પછી તે માણુસે એક દેવીભકતની સલાહ લીધી તે તેણે જણાવ્યુ કે ( આ જગમાં અનેક પ્રકારના દેવ-દેવી, ભૂત–પિશાચ, યક્ષ—વ્યંતર, ડાકણ-શાકણુ આદિ જોવામાં આવે છે, તેમાંથી જો કાઇના અપરાધ થયા હાય કે કોઇને પણ કૂહુ' પડયું હોય તે આપણામાં તે પ્રવેશ કરે છે અને હેરાન કરે છે. એટલે મને લાગે છે કે તમને કોઇ વ્યંતરના વળગાડ હાવા જોઇએ, માટે મગળવારને રાજ મારી પાસે કાળી ઊનને દ્વારા કરાવા અને તે તમારા જમણા હાથે માંધા એટલે તમને Page #65 -------------------------------------------------------------------------- ________________ કમબોધગ્રંથમાળા : ૬૦ : બધી વાતની શાંતિ થશે.” હવે તે માણસે પિતાની બધી હકીક્ત રજૂ કરીને એક સાધુ મહાત્માને પૂછ્યું કે “ આવી તબિયતનું કારણ શું હશે ?' ત્યારે તે સાધુ મહાત્માએ જણાવ્યું કે “મહાનુભાવ ! આપણી અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિને આધાર મુખ્યત્વે પ્રારબ્ધ કે કર્મ ઉપર છે, તેથી તમારી પ્રતિકૂળ સ્થિતિનું કારણ અશુભ કર્મને ઉદય છે માટે પુણ્ય કરવા તરફ ખાસ ધ્યાન આપો.” . આ રીતે એક જ બાબતને ખુલાસો જુદાં જુદાં શાને જાણનારાઓએ જુદો જુદો આપવાથી તે માણસ વિચારમાં પડે કે “આમાં કેનું સાચું માનવું અને કોનું ખોટું માનવું? છેવટે તેને સાધુમહાત્માના અભિપ્રાય પર શ્રદ્ધા બેઠી, કારણ કે પહેલા ત્રણની સરખામણીમાં તેઓ કોઈ પણ જાતના સ્વાર્થથી પ્રેરાયેલા ન હતા. સાધુમહાત્માએ કહ્યા મુજબ વર્તન કરતાં તે માણસને ઘણે ફાયદો થશે. એટલે શાસ્ત્રો અનેક પ્રકારનાં પાવાથી અને તે દરેકના અભિપ્રાયે જુદા જુદા હોવાથી તેમાં સાચાં કયાં અને ખેટાં જ્યાં તે જાણવાની જરૂર રહે જ છે. જેમ બધા ઘેડા સરખા હોતા નથી, જેમ બધા હાથી સરખા હોતા નથી, જેમ બધા પુરુષ સરખા હોતા નથી, તેમ બધાં શાસ્ત્રો પણ સરખાં હતાં નથી. એટલે કે તેમાંના કેટલાંક વીતરાગ અને સર્વિસના પ્રરૂપેલાં હોઈને સાચાં હોય છે, તે કેટલાક રાગીઓનાં સ્વતંત્રપણે રચેલાં હોઈને અર્ધસત્ય કે અસત્ય હોય છે અને કેટલાક તે અપ્રામાણિક પુરુષની કૃતિઓ હાઈને “શાસ્ત્રસજ્ઞાને પણ નથી. શું નીચેના વિચારે પ્રદર્શિત કરનારને શાસ્ત્રની સંજ્ઞા આપી શકાય ખરી? Page #66 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : : ૬૧ : સાચું અને મારું - “હે સુંદર નેત્રવાળી ! ઈરછા પ્રમાણે ખા અને પી. હે સુંદર અંગવાળી! જે યૌવનાદિક વીતી જશે તે તેને ફરીથી પ્રાપ્ત થશે નહિ. હે ભીરુ ! જે સુખાદિક ગયું છે, એટલે તે તર્યું છે, તે ફરીથી પ્રાપ્ત થશે નહિ, કારણ કે આ શરીર કેવળ મહાભૂતને સમુદાય જ છે.” “જીવવું ત્યાં સુધી મેજથી જીવવું. પાસે પૈસા ન હોય તે કેઈનું દેવું કરીને પણ માલમલીદો ઉડાડવા કારણ કે આ દેહ એક વાર ભસ્મીભૂત થયા પછી પાછો મળવાને નથી.” “મધ, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન એ પાંચ પ્રકારના આચારને અનુસરવાથી હે દેવિ ! મનુષ્યને શી મોક્ષ થાય છે.” લોહીનો કાદવ થાય તેવડો મોટો પશુયજ્ઞ કરવાથી સ્વર્ગસુખની પ્રાપ્તિ થાય છે.” એટલે સુજ્ઞ મનુષ્યએ શાની સંજ્ઞામાત્રથી ભેળવાઈ ન જતાં, તેમાં કે ઉપદેશ આપે છે અને વસ્તુનું સ્વરૂપ કેવા પ્રકારનું બતાવ્યું છે, તેની પરીક્ષા કરવી ઘટે છે, અને તેમાં જેનું કથન અવિસંવાદી, પ્રામાણિક અને ન્યાયપુરસ્સરનું જણાય તેને જ સાચા તરીકે સ્વીકાર કરે યોગ્ય છે. અખબારનાં રંગઢંગ. કેટલાક એમ માને છે કે “અખબારેમાં જે કંઈ છપાય છે, તે બધું જ સાચું. પરંતુ એ સમજ ભૂલભરેલી છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૬૨ : * પુષ્પ કારણ કે અખબારોએ પિતાની અમુક પ્રકારની નીતિ પસંદ કરેલી હોય છે, તેથી જે કાંઈ બનાવ બને, તેને તેઓ પિતાના બીબામાં જ ઢાળે છે અને તેને લગતી જે કાંઈ સેંધ કે અભિપ્રાય પ્રગટ કરે છે, તેમાં પણ એ જ નીતિને વળગી રહે છે. આ વાતની વિશેષ પ્રતીતિ એક જ બનાવ પર પ્રગટ થયેલાં નીચેનાં લખાણ પરથી થઈ શકશે – (૧) સરકારી ભેદનીતિના પરિણામે મુંબઈના મજૂરે વચ્ચે થયેલી ગંભીર મારામારી. દિલ્હી તા. – –૩૨. વર્તમાન સરકારની મૂડીવાદી વલણથી મજૂરની હાલત દિનપ્રતિદિન બગડી રહી છે. તેમાં યે મજૂરનું સંગઠન તેડવા માટે સરકાર જે ભેદભાવની નીતિ ધારણ કરી રહી છે, તેનાં ભાઠાં પરિણામે હવે સ્પષ્ટ રીતે જણાવાં લાગ્યાં છે. ગઈ કાલે મુંબઈના મજૂરો વચ્ચે ગંભીર પ્રકારની મારામારી થઈ તે એ વાતને એક અચૂક પુરાવે છે. અમે સરકારને પૂછીએ છીએ કે આવી ગંભીર મારામારી એકાએક કેમ થઈ? શું મજૂરોમાં અરસ્પર વધતા જતા અવિશ્વાસની તેને બિલકુલ માહિતી ન હતી ? કે જાણબૂઝીને આંખ આડા કાન કરવામાં આવ્યા છે? જનતા માને છે કે આ પ્રકારની ગંભીર મારામારી એ સરકારની ભેદભાવની નીતિનું સ્પષ્ટ પરિણામ છે, એટલે તે અળખામણું નીતિ વિનાવિલંબે બંધ થવી જ જોઈએ. આ સંબંધમાં વધારે સમાચારની રાહ જોવાઈ રહી છે.” Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : : ૬૩ : સાચું અને ખાટુ (૨) મુંબઈના મારામાં ફાટી નીકળેલું હુલ્લડ, તે માટે સરકારે લીધેલાં તાકીનાં પગલાં. દિલ્હી તા. -૩૨. “ મુંબઈ ઇલાકામાં લૂંટફાટ અને મારામારીના બનાવા દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ બનાવામાં રાજદ્વારી હિત ધરાવતી એક ટાળકીના છૂપા દોરીસંચાર હોય તેમ માનવાને માટે સરકાર પાસે કેટલાક પુરાવાએ આવી પડ્યા છે. ગઈ કાલે મુંબઈના મજૂર લત્તામાં જે તેાફાન ફાટી નીકળ્યું, તેમાં પણ એવા જ કાઈ છૂપા હાથના દોરીસંચાર હતા તેમ જણાય છે. પર ંતુ સરકાર સચેત છે અને તેણે તાકીદનાં પગલાં ભર્યાં છે. આવા પ્રસંગે નાગરિકાની ફરજ છે કે તેણે સરકારી તંત્રને પૂરેપૂરી મદદ કરવી અને સ્વાથી તત્ત્વાને દૂર કરવાની અ ંબેશમાં પેાતાના પૂરેપૂરા ફાળા નાંધાવવા. આ હુલ્લડની વધારે વિગત મેળવવા માટે અમારા ખાસ પ્રતિનિધિ કાશીશ કરી રહ્યા છે. (૩) મુંબઇમાં મારાનું છમક્લુ સરકારે ઊગતાં જ દાખી દીધું. લેડન ૩ર "" હિંદુસ્તાન અશાંતિની આગ તરફ રહ્યુ છે. તેના વિવિધ ભાગોમાં હાલ જે ઝપાટાભેર ઘસડાઈ બનાવા બની રહ્યા છે, તે એમ બતાવવાને પૂરતા છે કે સરકાર ઢીલી નીતિ અખત્યાર કરી રહી છે. જો આવી પરિસ્થિતિ હવે વધુ વખત - Page #69 -------------------------------------------------------------------------- ________________ તભાવી લે જવાબદાર નથી અને માં ધબોધ-ગ્રંથમાળા : ૬૪ : નભાવી લેવામાં આવશે તે આપણે એ મહાન દેશની સુલેહશાંતિ માટે જે જવાબદારીઓ સ્વીકારેલી છે, તે જોખમમાં આવી પડશે. તેથી અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે સરકારી તંત્રે હિમ્મત અને મક્કમતાથી કામ લેવું અને અનિષ્ટ તને ઊગતા જ દાબી દેવાં. હિંદની અશાંત પરિસ્થિતિમાં મુંબઈ ઇલાકે આગળ પડતે જણાય છે કે જે મી. ગાંધીની પ્રવૃત્તિને મુખ્ય પ્રદેશ છે. ત્યાં અભણ મજૂરને ઉશ્કેરવાનું કામ એક સરખું ચાલે છે. તેના પરિણામે વારંવાર છમકલાં થયાં કરે છે. આવું જ એક છમકલું ગઈ કાલે મુંબઈના દાદર વિભાગમાં થયું હતું જે એ વાતને એક વધુ પુરો પૂરો પાડે છે. જે કે સરકારી અમલદારેએ કુનેહ બતાવીને તેને ઊગતાં જ દાબી દીધું છે, તે પણ હવે પછી આ પ્રકારનાં છમકલાં ન થાય તેની પૂરી તકેદારી રાખવી ઘટે છે.” મૂળ તાર. આ લખાણે જેના પરથી તૈયાર થયા તે ( રૂટરને) મૂળ તાર નીચે મુજબ હતા – “મુંબઈના મજૂર લત્તામાં એકાએક તેફાન ફાટી નીકળ્યું છે. તેમાં કેટલા ઘવાયા અને કેટલા મરાયા તે સત્તાવાર સમાચારના અભાવે જાણી શકાયું નથી. મામલે તંગ છે. લાગતાવળગતા અધિકારીઓ તે માટે ઘટતાં પગલાં લઈ રહ્યાં છે.” રૂટરને આ સમાચાર તેના પ્રતિનિધિએ કયા સંગમાં પહોંચાડયા હતા, તે પણ જાણવા જેવું છે. મુંબઈના દાદર લતામાં કેટલાક દિવસ અગાઉ બે મજૂરે વચ્ચે અરસ્પરસની Page #70 -------------------------------------------------------------------------- ________________ બીજું : : ૬પ : સાચું અને બે લેવડદેવડ અંગે તકરાર થઈ હતી. આ તકરારે ધીમે ધીમે મેટું રૂપ પકડયું હતું અને તેમાં તે બંનેના મિત્રે પણ સામેલ થયા હતા. તેમાંથી બનાવવાના દિવસે છૂટા હાથની મારામારી થઈ અને સામસામા પત્થરો ફેંકાયા તેથી આજુબાજુના લેકે ગભરાઈને નાસવા લાગ્યા. હવે તે જ વખતે “રૂટને પ્રતિનિધિ ત્યાં થઈને પસાર થતા હતા. તેણે લેકેને આ રીતે નાસભાગ કરતાં જોઈને પૂછ્યું કે હકીકત શું છે?” એટલે ગભરાએલા લેકેએ ઉતાવળમાં જવાબ આપે કે મજૂરો લડી રહ્યા છે અને મામલે તંગ છે.” સમાચારની નિરંતર શોધમાં રહેતાં ખબરપત્રીને માટે આ મસાલે સુંદર હતું, એટલે તેણે પિતાના વડામથકને ઉપર મુજબનો તાર કર્યો હતે. આ રીતે જ્યાં વસ્તુની રજૂઆત કર મરડીને, મીઠું મરચું ભભરાવીને તથા પોતાની નીતિને અનુકૂળ બનાવીને કરવામાં આવતી હોય ત્યાં “સાચું શું અને બેટું શું?” તે કેવી રીતે સમજી શકાય? યુદ્ધના સમાચારે યુદ્ધના મરચા પરથી આવતી ખબરેમાં પણ આ જ હંગ જણાશે. તેમાં એક દિવસ એમ જણાવ્યું હશે કે “શત્રુ એની કરવામાં આવેલી ગંભીર ખુવારી. તોડી પાડવામાં આવેલા અઢાર વિમાને તે બીજા દિવસે એમ જણાવ્યું હશે કે “શત્રુ મરણિયે થઈને લડત હોવાથી આપણું દળમાં કેટલીક ખુવારી Page #71 -------------------------------------------------------------------------- ________________ અમાધચંથમાળા ઃ પુષ થઈ છે. પણ તેનું પ્રમાણ માટે નથી. વળી ત્રીજા દિવસે તેમાં જણાવ્યું હશે કે “આપણું લશ્કર ધીમે પણ મકકમ પગલે લડી રહ્યું છે અને તેણે ૪૫૦૦ વાર જેટલી આગેકૂચ કરી છે. સૈનિક ખૂબ મિજાજમાં છે અને હવામાન અનુકૂળ છે.” અને ચોથા દિવસે જણાવ્યું હશે કે “તુએ આજે એકાએક પલટે લીધે હેવાથી આગળ વધવાનું કામ અટકી પડયું છે અને કેટલાક મથકે બીનમહત્વના હેઈને ન્યૂહરચનાની અનુકૂલતા ખાતર તેને છોડી દેવામાં આવ્યાં છે.” એમ સમાચારેની પરંપરા આવ્યા જ કરશે અને તેમાં જે જાતની ભાષા વાપરવામાં આવી હશે તેના પરથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ ભાગ્યે જ આવી શકશે. અને તેથી જ જે સમાચારોને વાંચતા વિજયના ચિહ્નો જણાતાં હોય છે, ત્યાં એકાએક પરાજયના સમાચાર આવી પડે છે અને જેમને પરાજય થઈ રહ્યો છે. એવી છાપ પડી હોય છે, તેમના વિજ્ય-સમાચાર વાંચવા મળે છે. ચૂંટણુ જગ. કેઈ“ચૂંટણી જંગ ખેલાતું હોય ત્યારે અખબારની આ કલા (?) ઘણે જ વિકાસ પામે છે. એટલે કે તે ખૂણેખાંચરેથી શોધી લાવીને કેટલીક હકીકતે એવા સ્વરૂપે રજૂ કરે છે કે જેથી પાઠકે ઘડીભર તે દિંગ જ થઈ જાય અને ભૂલાવામાં પડે. જે કે પીઢ વાચકો આ જાતના લખાણમાંથી નેવું ટકા બાદ કરીને જ બાકીનાને સાર ગ્રહણ કરતા હોય છે, એટલે જલદી ભરમાઈ જતા નથી, પણ બીજાની સ્થિતિ તેથી વિરુદ્ધ હેઈને એટલે કે “છાપામાં આવતું નેવું ટકા સાચું, દશ ટકા ફેરફારવાળું” એમ માનતા હોઈને સહેલાઈથી આડા રસ્તે દોર Page #72 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું: : ૬૭ : સાચું અને બેટ વાઈ જાય છે અને જે કામ કરવાની ઈચ્છા હતી નથી, તે જ કામ “પવિત્ર કર્તવ્ય” “મહાન ફરજ” કે એવા જ કેઈ ભળતા નામ નીચે ખુશીથી કરવા લાગી જાય છે! એકપક્ષી રજૂઆત. અખબારને ધંધે લેકચિ ઉપર નભનાર હોઇને તેના સંપાદકે સમાચારની રજૂઆત કરવામાં મારફાડ, ગુંડાગીરી, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બળાત્કાર, ખૂન, પોલીસખટલા, નાચરંગના જલસા, નાટક સિનેમા, ચળવળ ઉશ્કેરણીના સમાચારેને પહેલી પસંદગી આપે છે. શાંતિ, સહનશીલતા, પ્રામાણિક્તા, સ્વાર્પણ, ત્યાગ, સંયમ, બ્રહ્મચર્ય, વ્રતારાધન, ધર્મપાલન, ધર્મોત્સવ આદિના સમાચારને જૂજ જાજ સ્થાન આપે છે અને ઘણી વખત તે આપતા જ નથી, આ હાલતમાં તે જે કાંઈ છાપે તે બધું જ સાચું કેમ માની શકાય ? એમ માનવું એ સરાસર ભૂલ છે. અખબારે દ્વારા સત્યની પ્રાપ્તિ થઈ શકે નહિ. . ' તાત્પર્ય કે “સાચું અને હું બરાબર સમજવું હોય તે પૂર્વગ્રહને છોડીને દરેક વાતનો વિચાર મધ્યસ્થતાથી કરવાની જરૂર છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૪ : અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ વિશ્વવ્યવસ્થા અચલ છે. વિશ્વનું સમગ્ર તંત્ર કેાઈ પણ ચાક્કસ નિયમને અનુસરે છે, તેથી તે વ્યવસ્થાવાળું જણાય છે. તથા એ વ્યવસ્થામાં ક્યારે પણ કાઈ પણ પ્રકારની તૂટ પડતી નથી, કાઈ પણ પ્રકારના ગોટાળા થતા નથી કે કાંઈ ફેરફાર જણાતા નથી, એટલે તે અટલ, અચલ કે ધ્રુવ હોય તેમ જણાય છે. જો વિશ્વનું આ તંત્ર ઘડીભર જ તૂટી પડે, ઘડીભર જ થંભી જાય, ઘડીભર જ ગોટાળામાં પડે કે ઘડીભર જ ફેરફારને પામે તે તેનુ' પરિણામ એ આવે કે વિશ્વની સઘળી વસ્તુએના એક પીંડા જ બની જાય યા તે તેના પરમાણુએ પરમાણુ છૂટા પડીને એવી રીતે વિખરાઈ જાય કે જેથી કાઇ વસ્તુનું નામ કે નિશાન રહે નહિ. એક નાનકડા ધરતીકંપ જે પરિસ્થિતિ પેદા કરે છે, તેના કરતાં લાખા અને ક્રોડગણી વિષમ પરિસ્થિતિ વિશ્વના Page #74 -------------------------------------------------------------------------- ________________ વીજું : : : સાચું અને “સ્વભાવકંપ” કે “પ્રકૃતિકંપ”માંથી ઊભી થઈ જાય. પરંતુ વિશ્વ નિયમ મુજબ-વ્યવસ્થા મુજબ ચાલી રહ્યું છે, એટલે એ વાત સિદ્ધ છે કે તેની સમગ્ર વ્યવસ્થા અતૂટ છે, અચલ છે. વિશ્વ અનાદિ છે. વિશ્વની સમગ્ર વ્યવસ્થા જે અતૂટ છે, અચલ છે તે તે કેટલા વખતથી અતૂટ અને અચલ છે તે પણ વિચારવા ગ્ય છે. આ વિશ્વ જેમ અત્યારે છે, તેમ ઘડી પૂર્વે પણ હતું; અને જેમ ઘડી પૂર્વે હતું, તેમ ગઈ કાલે પણ હતું. વળી તે જેમ ગઈ કાલે હતું, તેમ ગયા મહિને પણ હતું; અને જેમ ગયા મહિને હતું તેમજ ગયા વર્ષે પણ હતું. એ જ રીતે સેંકડે વર્ષ પહેલાં, હજારો વર્ષ પહેલાં, લાખે વર્ષ પહેલાં અને કરેડે વર્ષ પહેલાં પણ તે તેવા જ અતૂટ અને અચલ સ્વભાવવાળું હતું. જે એમ ન હોય તે ક્યારેક પણ તે એકાએક ઊભું થઈ ગયું, તેની સમગ્ર વ્યવસ્થા એકાએક ઊભી થઈ ગઈ, એમજ માનવું પડે, જે કારણ અને કાર્યના નિયમથી વિરુદ્ધ છે. મતલબ કે આ વિશ્વમાં “કારણ વિના કેઈ કાર્ય બનતું નથી” એ જે સર્વમાન્ય સ્થાપિત સિદ્ધાંત છે તેનાથી એ ઉલટું છે. જે કારણ વિના જ કાર્ય ઉત્પન્ન થતું હોય તે ગમે ત્યારે ગમે તેવું જ બને અને તેથી કઈ પણ પ્રકારને ચેકસ કેમ કે ચક્કસ નિયમ જળવાય નહિ, પરંતુ વિશ્વમાં તે ચક્કસ ક્રમ અને ચક્કસ નિયમ બરાબર જળવાય છે, તેથી કારણ વિના કાર્યની ઉત્પત્તિ માનવી એ અનુભવથી વિરુદ્ધ છે. છતાં ઘડીભર માની લેવામાં આવે કે આ જગતમાં કારણ વિના કાર્ય થાય છે, તે કઈ પણ પ્રકારની વ્યવસ્થા રહેશે નહિ કે Page #75 -------------------------------------------------------------------------- ________________ ધમ ઓધ-ગ્રંથમાળા ૭૦ : ઃ પુષ કાઈ પણ પ્રકારના વ્યવહાર જળવાશે નહિ. એથી તેા માળાએ ઊડવા લાગશે, પહાડી મુસાફરી કરવા લાગશે, નદીઓ અને તળાવા ચર્ચા કરશે, દરિચા એક બિંદુ જેવા બની જશે, સૂર્ય અને ચંદ્રને એક ઈયળ ખાઇ જશે અને મનુષ્ય માત્ર કીડા મની જશે; કારણ કે તેમાં કોઇ કારણની અપેક્ષા રહેતી નથી. જો કારણ વિના જ કાર્ય સ ́ભવતું હાય તા આ બધું ખની શકે પરંતુ તેવુ કાંઈ થતું નથી એટલે એ વાત સિદ્ધ છે કે કારણથી જ કાય અને છે; તેથી આ વિશ્વ એકાએક ઊભુ થઈ ગયું કે તેની વ્યવસ્થા એકાએક ચાલુ થઈ ગઈ એ કલ્પના અવ્યવહારુ અને અસંગત છે. આ સાગામાં એમ માનવું જ ઉચિત છે કે આ વિશ્વ તેની વ્યવસ્થા-સમેત પૂર્વે પણ હતું, તેની પૂર્વે પણ હતું અને તેની પૂર્વ-પૂર્વ-પૂર્વે પણ હતું; અને એ રીતે તેની મૂળ શરુઆત સુધી જવુ અશક્ય છે, તેથી તે અન્-આદિ એટલે કે આદિ વિનાનું–અનાદિ છે. વિશ્વના સર્વનાશ સભવતા નથી. તે કાઇ પણ · જે વિશ્વ અને તેની વ્યવસ્થા અનાદિ છે, વખતે તેના નાશ થશે કે નહુિં ?” તે પણ વિચારવા ચાગ્ય છે. જો એમ માનવામાં આવે કે તેના નાશ સભવે છે, એ થાય છે કે અત્યાર સુધીમાં તેનેા નાશ કેમ ન તેા પ્રશ્ન થયે ?” " તેના એના સમધમાં જો એમ કલ્પના કરવામાં આવે કે થોડા થાડો નાશ થઇ રહ્યો છે, એટલે તે થાડા અંશે નાશ પામ્યું છે અને ભવિષ્યમાં તેને સંપૂર્ણ નાશ થઈ જશે,' તો તે કલ્પના પણુ વ્યાજખી નથી; કારણ કે વ્યતીત થયેલેા કાલ Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું .: ૭૫ : સાચું અને હું એટલે મટે છે અમર્યાદિત છે કે તેમાં થોડું થોડું નાશ પામનારું વિશ્વ કયારનું યે પૂરું નાશ પામી ગયું હતું અને તેના સ્થાને આજે માત્ર શૂન્ય કે અભાવ જ હોત. ત્યારે “અમુક વસ્તુ નાશ પામી, અમુકને નાશ થયે, એમ જે કહેવાય છે, તેને વાસ્તવિક અર્થ શું થાય છે?” તે સમજવાની જરૂર રહે છે. એ વાત આપણે એક નાનકડા દષ્ટાંતથી સમજીશું. એક માણસ પાસે સોનાનાં બે કુંડલ હતાં. તે ભાંગીને તેણે હાથની બંગડીઓ બનાવી. હવે વખત જતાં તે બંગડીએને પણ ભાંગી નાખી અને તેનાં વેઢ તથા વીંટીઓ બનાવ્યાં. વળી પ્રસંગ આવતાં તે પણ ભાંગી નાંખ્યાં અને તેને એક હાર બનાવ્યું. આમ તેણે એક વસ્તુને નાશ કરીને બીજી વસ્તુઓ બનાવ્યા કરી. હવે તેમાં કુંડલ, બંગડીઓ અને વેઢ વીંટીઓને નાશ થશે, પરંતુ તેમાં જે સોનું હતું “મૂલ દ્રવ્ય હતું તે તે કાયમ જ રહ્યું. આ હકીકત વિશ્વને બરાબર લાગુ પડે છે, એટલે તે નવાં નવાં રૂપાંતરને પામે છે, નવાં નવાં સ્વરૂપને ધારણ કરે છે, અથવા તે નવા નવા પર્યામાં પરિણમે છે. પણ તેના મૂળ દ્રવ્યને કિંચિત્ માત્ર નાશ થતો નથી. એટલે આપણે જેને નાશ કહીએ છીએ, તે તેના રૂપાંતરને હેાય છે, તે તેના વર્તમાન આકારને હોય છે, અથવા તે તે તેના પર્યાયને હોય છે પણ મૂળ દ્રવ્યને હેતે નથી, એથી એમ કહી શકાય કે આ વિશ્વ હવે પછી પણ હશે, તેની પછી પણ હશે અને તેની પછીપછી-પછી એમ અનંતકાલ સુધી પણ હશે. મતલબ કે તેને સર્વનાશ સંભવ નથી તેથી તે અનંત છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ હુ મધ-ગ્રંથમાળા : EK : દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદૃષ્ટિ. : પુષ્પ વિશ્વનુ અચલપણું અનાદિપણું-અન’તપણું દ્રવ્યને અનુલક્ષીને માનવામાં આવ્યું છે; પણ જે પર્યાયને અનુલક્ષીને જોવામાં આવે તે રા વિશ્વમાં નિર ંતર પરિવર્તન ચાલી રહ્યુ છે; તેથી તેની કોઈ પણ વસ્તુ કાયમ નથી. જે વસ્તુ ગઇકાલે હતી, તે આજે નથી; જે વસ્તુ ઘડી પહેલાં હતી, તે અત્યારે નથી અને જે અત્યારે છે, તે હવે પછી રહેવાની નથી. અને પરિવર્તન એક પર્યાયના નાશ ( વ્યય) અને બીજા પર્યાયની ઉત્પત્તિ ( ઉત્પાદ ) વિના સંભવતુ નથી, એટલે આ વિશ્વ ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણુ પામે છે, એમ અનુભવી શકાય છે. સારાંશ કે આ વિશ્વ દ્રવ્યની દૃષ્ટિએ અચલ, અનાદિ અને અનંત હાઇને શાશ્વત, સ્થિર અને નિત્ય જણાય છે, પરંતુ પર્યાયની દૃષ્ટિએ તે ઉત્પાદ અને વ્યયવાળુ હાઇને અશાશ્વત, અસ્થિર અને અનિત્ય છે. અને દૃષ્ટિની વાસ્તવિકતા. વિશ્વને નિહાળવાની આ બંને દૃષ્ટિએ વાસ્તવિક છે, યોગ્ય છે; એટલે તેમાંની એક સાચી છે ને બીજી ખાટી છે એમ કહી શકાય નહિ. એ દૃષ્ટિએમાં એક દૃષ્ટિ સાચી હાય તા ખીજી ખાટી જ હાવી જોઈએ, અથવા એક ખાટી છે માટે જ બીજી સાચી હાવી જોઈએ, એ બંને માન્યતાઓ ભૂલભરેલી છે. સંભવ છે કે-અને દૃષ્ટિએ સાચી હોય અને અને દૃષ્ટિએ ખાટી પણ હાય. આ વાત સમજવાને માટે નીચેનાં દૃષ્ટાંતે ઉપયોગી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ વીજું: : ૭૩ : સાચું અને હું બાવલાની ઢાલ, એક વખત એક ગામમાં કેટલાક ધાડપાડુઓએ ધાડ પાડી. તે પ્રસંગે એક વીર પુરુષે પિતાના પ્રાણુનો ભેગ આપીને તે ગામને ધાડપાડુઓથી બચાવ્યું. તેથી ગામલેકએ તેની યાદગીરીમાં ગામના ગંદરે તેનું એક બાવલું બેસાડયું. અને તે બાવલાના એક હાથમાં તરવાર તથા બીજા હાથમાં ઢાલ મૂક્યાં. આ ઢાલ એક બાજુ સોનાથી રસેલી હતી અને બીજી બાજુ રૂપાથી રસેલી હતી. - હવે એક વેળા બે પરદેશી મુસાફરો સામસામી દિશામાંથી ત્યાં આવી પહોંચ્યા અને પેલા બાવલાને જોઈ પિતપતાને મત પ્રગટ કરવા લાગ્યા. એકે કહ્યુંઃ સાબાશ છે આ વીર પુરુષને કે જેણે પરેપકારને માટે પ્રાણ પાથર્યા. બીજાએ કહ્યું ધન્ય છે આ ગામલોકોને કે જેમણે યોગ્યની ગ્ય કદર કરીને બાવલું બેસાડયું. પહેલાએ કહ્યુંઃ બાવલાં તે ઘણી જગાએ બેસાડેલાં છે, પણ આનાં જેવાં સુંદર નહિ! બીજાએ કહ્યું. આ બાવલું તો ઠીકઠીક છે પણ તેના હાથમાં રહેલા તરવાર અને ઢાલ બહુ સુંદર છે. તેમાંય આ રૂપે રસેલી ઢાલ અતિ સુંદર છે ! શું કહ્યું?” પહેલે તાડુકી ઊઠ્યો, “આ ઢાલ રૂપાથી નહિ પણ એનાથી રસેલી છે, છતી આંખે અને છતાં અજવાળે તને એ કેમ દેખાતું નથી ?” Page #79 -------------------------------------------------------------------------- ________________ ધમધગ્રંથમાળા : ૭૪ : - પુષ્પ ' અરે મૂર્ખ ’ બીજે ખરાડી ઊઠ્યો. · શુ' તુ' એમ સમજે છે કે હું કાંઈ દેખતા નથી? ખરેખર તારી આંખે જ અંધાપા આન્યા લાગે છે કે જેથી તને આ રૂપે રસેલી ઢાલ સાનાની જણાય છે ! ’ આ સાંભળી પહેલાના પત્તા ઉછળી આવ્યેા. તેણે કહ્યું: • એ નાદાન ! તું ભાંગમાંગ ચડાવીને જ આવ્યા લાગે છે કે જેથી તને સેાના અને રૂપા વચ્ચેના તફાવત જણાતા નથી !! શું આ ઢાલ રૂપાથી રસેલી છે? હુ છાતી ઠોકીને કહુ છું કે આ ઢાલ સેાનાથી જ રસેલી છે. ’ " બીજો પણ મિજાજના તિસ્મારખાં હતા. એટલે તેણે વળતી ગર્જના કરીઃ તારા જેવા અક્કલના ઇસ્કોતરા ચાંદીને સાનુ કહેવા ભલે તૈયાર હોય પણ હું એ માટે હરગીઝ તૈયાર નથી, હું પણુ છાતી ઠોકીને કહું છું કે આ ઢાલ રૂપાથી રસેલી છે, રૂપાથી રસેલી છે ને રૂપાથી રસેલી છે. ' અસ એમ કરતાં વાત વધી પડી અને તેએ મારામારી પર આવી ગયા. પણ એવામાં ગામલેક ત્યાં આવી પહોંચ્યા ને તે બંનેની વચ્ચે પડ્યા. પછી તેમણે પૂછ્યું: એ ભલા મુસાક્રા ! તમે શા માટે લડી રહ્યા છે ? જો એનુ કારણ અમને જણાવવા જેવું હાય તેા જણાવા તે પરથી પહેલાએ પ્રત્યુત્તર આપ્યા: આ આંધળા એમ કહે છે કે આ ઢાલ રૂપાથી રસેલી છે. અને ખીજાએ જવાબ વાળ્યેઃ આ મૂખ એમ કહે છે કે આ ઢાલ સાનાથી રસેલી છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ': હપ ? સાચું અને બેટ આ સાંભળી ગામલેકએ જણાવ્યું કે જે તમારે બંનેને લડવાનું કારણ આટલું જ હોય તો એક કામ કરે. તમે એક બીજાની જગાએ આવી જાઓ અને ઢાલની બીજી બાજુ જોઈ ત્યે. એટલે સાચું શું છે તે સમજાઈ જશે. - હવે મુસાફરોએ તે મુજબ કર્યું ત્યારે તેઓ અત્યંત અજાયબી વચ્ચે જોઈ શક્યા કે તે ઢાલ તે સેનાથી પણ રસેલી હતી અને રૂપાથી પણ રસેલી હતી. એટલે તેઓ પિતપતાની દષ્ટિએ સાચા હતા પણ એક બીજાને જૂહા ઠરાવવા જતાં બંને જૂઠા પડ્યા. એથી તેમણે એક બીજાની માફી માગી અને પોતપોતાના રસ્તે પડ્યા. જ્યાં એક વસ્તુને બાજુઓ જ બે હેાય ત્યાં એક બાજુ સાચી ને બીજી બાજુ બેટી એમ કહી શકાય નહિ. આ બનાવમાં સાચા અને ખાટાનું તારણ કાઢવું હોય તે તે નીચે મુજબ કાઢી શકાય? ૧ આ ઢાલ સોનેરી છે પણ રૂપેરી નથી એમ કહેવું ખોટું છે કારણ કે તે રૂપેરી પણ છે. ( ૨ આ ઢાલ રૂપેરી છે પણ સેનેરી નથી એમ કહેવું ખેઠું છે કારણ કે તે સોનેરી પણ છે. ૩ આ ઢાલ સેનેરી છે એમ કહેવું તે અમુક અંશે સાચું છે, કારણ કે તેને એક ભાગ જરૂર સોનેરી છે, પરંતુ તેટલું જ કહેવાથી ઢાલનું પૂરું જ્ઞાન થતું નથી. તે માટે અન્ય બાજુના જ્ઞાનની અપેક્ષા રહે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ મધચંથમાળા : ૭૬ : * પુષ્પ ૪ આ ઢાલ રૂપેરી છે એમ કહેવું તે પણ અમુક અંશે સાચું છે, કારણ કે તેને એક ભાગ જરૂર રૂપેરી છે, પરંતુ તેટલું જ કહેવાથી ઢાલનું પૂરું જ્ઞાન થતું નથી એટલે તેની બીજી બાજુ જાણવાની અપેક્ષા રહે છે. ૫ આ ઢાલ સોનેરી પણ છે અને રૂપેરી પણ છે એમ કહેવું તે સત્ય છે અથવા પૂર્ણ સત્ય છે કારણ કે તે ઢાલ સોનેરી પણ છે અને રૂપેરી પણ છે. એટલે બે બાજુમાંથી એક બાજુને સાચી ને બીજી બાજુને બેટી કહેનારા બંને બેટા છે. પોતપોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરનારા પણ બીજાના દષ્ટિબિંદુને નિષેધ નહિ કરનારા બંને અમુક અંશે સાચા છે. જ્યારે બંને બાજુની સાપેક્ષ હકીકતને સ્વીકાર કરનારા સંપૂર્ણ સાચા છે. હાથીનું નિરીક્ષણ. એક રાજાને રસાલે એક ગામથી બીજે ગામ જાતે હતું. તેમાં કેટલાક ઘેડા હતા, કેટલાક ઊંટ હતા અને એક સુંદર હાથી પણ હતું. આ રસાલે બપોર ગાળવા ગામડાની એક ધર્મશાળામાં છે. ગામ લોકોને ખબર પડી એટલે તેઓ એ રસાલે જેવાને આવી પહોંચ્યા. તેમાં છ આંધળાઓ પણ સામેલ હતા. આ આંધળાઓએ હાથી વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું પણ કોઈ વાર તેને “જે” ન હતો. એટલે તેમણે મહાવતને વિનંતિ કરી કે–ભલા થઈને અમને હાથીને અડકવા દે કે જેથી તેના પર હાથ ફેરવીને તેનું નિરીક્ષણ કરી શકીએ. Page #82 -------------------------------------------------------------------------- ________________ વીજું . : ૭૭ : સાચું અને ખોટું મહાવત ભલો હતું એટલે તેણે તેમ કરવાની રજા આપી ને તે છ આંધળાઓ હાથીને તપાસવા લાગ્યા. તેમ કરતાં તે દરેક આંધળાના હાથમાં હાથીનું અકેકું અંગ આવ્યું. એકના હાથમાં તેને નિરંતર હાલતો કાન આવ્યું. બીજાના હાથમાં તેની લાંબી મજાની સૂંઢ આવી. ત્રીજાના હાથમાં તેના વાંકડિયા દંકૂશળ આવ્યા. ચેથાના હાથમાં તેને ભારેખમ પગ. આ. પાંચમાંના હાથમાં તેનું પહોળું પેટ આવ્યું. અને છઠ્ઠીના હાથમાં તેની પાતળી પૂંછડી આવી. હવે તે આંધળાઓ પિતાને પ્રાપ્ત થયેલા એકેક અંગ પર બરાબર હાથ ફેરવીને હાથી વિષેને પોતાને અભિપ્રાય પ્રગટ કરવા લાગ્યા એકે કહ્યું આ હાથી તે સુપડા જેવું લાગે છે. બીજાએ કહ્યું મને એ સાંબેલા ને લાગે છે. ત્રીજાએ કહ્યું. મને એ ભૂંગળ જેવું લાગે છે. ચેથાએ કહ્યું. મને એ મોટા થાંભલા જેવું લાગે છે. પાંચમાએ કહ્યું. મને એ પખાલ જે જણાય છે. છઠ્ઠાએ કહ્યું: મને એ સાવરણી જેવું જણાય છે. તે દરેક આંધળે એમ સમજતું હતું કે પિતાની વાત સાચી છે અને બીજાની વાત જૂઠી છે એટલે તેઓ અંદર અંદર ચર્ચા કરવા લાગ્યાઃ Page #83 -------------------------------------------------------------------------- ________________ “ધર્મબોધચંથમાળા : ૭૮ : આ પહેલાએ કહ્યું. મારા આંગળામાં અદ્ભુત સ્પર્શશક્તિ રહેલી છે. તેના વડે હું કઈપણ વસ્તુ કેવા આકારની છે તે બરાબર જાણી શકું છું. તેના આધારે હું જણાવું છું કે આ હાથી સાંબેલા જેવો નથી, ભૂંગળ જે નથી, થાંભલા જેવો નથી, પખાલ જે નથી અને સાવરણું જે પણ નથી, એ તે બરાબર સુપડા જેવો જ છે. બીજાએ કહ્યું માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ જગતમાં ભાગ્યે જ એ કે મનુષ્ય હશે કે જે ભૂલ ન કરે. એટલે સંભવિત છે કે તમારું માનવું ભૂલભરેલું હોય. હું પોતે દરેક વસ્તુને વિચાર ખૂબ શાંત ચિત્તે કરું છું. એટલે તેનું સાચું સ્વરૂપ સમજી શકું છું. એ આધારે હું કહું છું કે-આ હાથી કઈ પણ રીતે સુપડા જેવો જણાતું નથી. વળી તે બંગળ જે, થાંભલા જે, પખાલ જે કે સાવરણી જે પણ જણાતું નથી. એ તે નિશ્ચયપૂર્વક સાંબેલા જે જ જણાય છે માટે બીજાઓએ પિતાના ભૂલભરેલા ખ્યાલમાં સુધારો કરવો. ત્રીજાએ કહ્યું. આ રીતે વાત કરવી એ એક પ્રકારની ચાલાકી જ છે. જે તમે શાંત ચિત્તે વિચાર કરે છે તે બીજા કાંઈ ગાંજો પીઈને વાત કરતા નથી. પરંતુ આ કામમાં ખરી જરૂર અનુભવની છે. અને અનુભવમાં હું બધા કરતાં ચડિયાત છું. તેથી હું જણાવું છું કે આ હાથી સુપડા જેવો, સાંબેલા જેવો નથી જ! વળી તે બીજાઓ જણાવે છે તે થાંભલા જે, પખાલ જેવો કે સાવરણી જે પણ નથી. એ તે સ્પષ્ટ રીતે ભૂંગળ જેવો જ છે. માટે બીજાઓએ પિતાની મિથ્યા માન્યતા છેડી દેવી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગ્રી : .: ૭૯ : સાચું અને હું થાએ કહ્યું: તમે બધાએ શું ધાર્યું છે? એક પિતાની સ્પર્શશક્તિના વખાણ કરે છે, બીજે પિતાના શાંત મગજના ગુણ ગાય છે અને ત્રીજો વળી અનુભવની આરતિ ઉતારે છે! પણું એમ કરીને છેવટે તો પિતાને કક્કો જ ખરે કરવાને માથે છે! પણ અક્કલ કાંઈ અંધારે વહેંચાયેલી નથી. દરેક માણસમાં તે ઓછીવત્તી હોય છે જ. અને આ વાત એવી નથી કે જે સામાન્ય અલથી સમજાય નહિ. એટલે હું તે સાદી ને સીધી વાત કહું છું કે-આ હાથી સુપડા, સાંબેલા, ભૂંગળ, પખાલ કે સાવરણી જે નથી પણ એક મોટા થાંભલા જેવો છે. હવે તમારે જેમ માનવું હોય તેમ માને ! પાંચમાએ કહ્યુંઃ ઝાઝી વાતનાં ગાડાં ભરાય. એક નાની શી બાબતમાં આટલી બધી ભાંજગડ શી? એ તે સહુ કઈ જાણે છે કે-હાથી એક મોટું પ્રાણી છે. એટલે તે સુપડા જેવું સાંબેલા જેવું, ભૂંગળ જેવું, થાંભલા જેવું કે સાવરણ જેવું હોઈ શકે નહિ. એને આકાર તે લાબો પહેળો જ હોઈ શકે અને તેથી જ હું કહું છું કે આ હાથી એક મેટી પખાલ જે છે. જે તમારા મનમાં દુરાગ્રહ ન વચ્ચે હોય તે મારી વાત માની . છઠ્ઠાએ કહ્યું: આ તે ચેખી બનાવટની જ વાત છે. આ ભાઈ સાહેબ બીજાને દુરાગ્રહી કહે છે તે તે પિતે કદાગ્રહને ક્યાં વરેલા નથી? જે વસ્તુ સ્પષ્ટ રીતે સાવરણી જેવી છે તેને પખાલ જેવી પુરવાર કરવાને તૈયાર થવું તે કદાગ્રહ જ છે. માટે એ મહેરબાને! ખાલી ભેજાનું દહી કરે મા ! મારા જેવા ગરીબની વાત માની લે કે આ હાથી સુપડા, સાંબેલા, Page #85 -------------------------------------------------------------------------- ________________ હુ એધન્ય થમાળા : ૮૦ : ભૂંગળ, થાંભલા ને પખાલ જેવા નથી પણ માત્ર સાવરણી જેવા જ છે ! : આંધળાઓની આ ચર્ચા જોતજોતામાં વધી પડી ને તેણે એક ઉગ્ર તકરારનું રૂપ ધારણ કર્યું. તે વખતે હાથીના મહાવત જે આ બધી ચર્ચા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતેા તે આગળ આવ્યા ને બેન્ચે આ ભલા માણસા ! તમે આ શેર શેના મચાવ્યેા છે ? તમારામાંનાં કોઇએ પણ હાથીનુ નિરીક્ષણ પૂરેપૂરું કરેલું... નથી. તમે જે કાંઈ જોયું છે તે તેા હાથીનુ અકેકુ અંગ જ જોયું છે અને તે પરથી આખા હાથીને અભિપ્રાય આપવા મંડી પડ્યા છે. પરંતુ આ હાથી મારા રાજના જોયેલા છે. એટલે હું કહુ છુ કે તે સૂપડા જેવા પશુ છે, સાંબેલા જેવા પણ છે, ભૂગળ જેવા પણ છે, થાંભલા જેવા પણ છે, પખાલ જેવા પણ છે અને સાવરણી જેવા પણુ છે, માટે તમે બધા તમારી દૃષ્ટિએ સાચા હૈાવા છતાં એકંદર જુઠા છે અને ખાલી માથુ થકવી રહ્યા છે, માટે મહેરબાની કરા અને તમારા રસ્તે સીધાવે. આંધળાએ તે મહાવતની આ વાત સાંભળીને ગ્રૂપ જ થઇ ગયા અને મેલ્યાચાલ્યા વિના પાતાના રસ્તે પડ્યા. * ભગવાન મહાવીરની નિર્વાણુર્ભૂમિ' નામના લેખમાં સાહિત્યના વિદ્વાન કાકાશ્રી કાલેલકર જણાવે છે કે ‘ અમુક દૃષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દિસે છે; બીજી દૃષ્ટિએ તે ખીજી રીતે દેખાય છે. જન્માંધે જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આ દુનિયામાં આપણી સ્થિતિ છે. ’ Page #86 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : ૮૧ : સાચું અને ખોટું એક વસ્તુને અનેક અંગ હોય ત્યાં કોઈ પણ અંગ વડે તેનું નિરીક્ષણ કરી શકાય છે. પણ તેમ કરતાં બાંધેલ અભિપ્રાય એ પૂર્ણ સત્ય નથી. તે દરેક અભિપ્રાય તિપિતાનું દષ્ટિબિંદુ રજૂ કરે તેટલા અંશે સાચે છે પણ અસત્ય નથી કે મિથ્યા નથી. તે અસત્ય કે મિથ્યા ત્યારે જ બને છે કે જ્યારે તે બીજા સત્ય અંશને નિષેધ કરે. અહીં આંધળાઓએ જ્યારે પિતાને એ અભિપ્રાય પ્રગટ કર્યો કે “આ હાથી સુપડા જેવું છે.” “મને તે સાંબેલા જેવું લાગે છે ” “ મને તે ભૂંગળ જેવો લાગે છે.” ત્યારે તેઓ સત્યની એક બાજુ પ્રગટ કરતા હતા. પણ જ્યારે તેમણે એમ કહેવા માંડયું કે આ હાથી સુપડા જેવું છે પણ સાંબેલા વગેરે જે નથી, સાંબેલા જે છે પણ સુપડા વગેરે જે નથી ત્યારે તેઓ અસત્ય હકીત રજૂ કરી રહ્યા હતા; કારણ કે તે હાથી બીજી વસ્તુઓ જેવો પણ હતા. મહાવતને અભિપ્રાય પૂરેપૂરો સાચે હતો કારણ કે તે હાથીની બધી બાજુઓને બરાબર રજૂ કરતે હતે. કુશલ વૈદ્ય. કુશલ વૈદ્ય જુદા જુદા અનેક રોગોના ઉપચાર કરતો હતો. તેથી તેના દવાખાનામાં અનેક જાતના દરદીઓ આવતા હતા. એક વખત એક દરદીએ પિતાની નાડ બતાવીને પૂછ્યું કે વૈદ્યરાજ ! તમે દહીં વિષે શું ધારે છે? હું દહીં ખાવાનું રાખું તો કેમ ? કુશલ વૈદ્ય કહ્યું: દહીં તે બહુ ફાયદાકારક, માટે તમે જરૂર ખાવાનું રાખો. Page #87 -------------------------------------------------------------------------- ________________ કમબોધ-માળા ૮ર : પછી તરત જ બીજા દરદીએ નાડ બતાવીને પૂછયું કે વૈદ્ય મહાશય ! મને પણ દહીં ખાવાનું ઘણું મન છે, માટે હું પણ ખાઉં કે કેમ ? બીજા દરદીને આ પ્રશ્ન સાંભળીને કુશલ વૈદ્ય બેલી ઉક્યો આ દુનિયામાં ખાવાની વસ્તુઓ કયાં ઓછી છે કે તમને દહીં ખાવાનું મન થાય છે? હું તમને સાફ સાફ જણાવું છું કે જે તમારે મારી દવા કરવી હોય તે એ નુકશાનકારક ચીજને અડશો નહિ. તેમ છતાં જે ખાશે તે તેને જોખમદાર હું નથી. તમે પણ કમાલ છે વૈદ્યરાજ !' દહીં વિર્ષને બે જાતને અભિપ્રાય સાંભળીને ત્યાં બેઠેલ એક ઓળખીતે માણસ બેલી ઉઠ. “તે આજ સુધી એમ જ સમજતું હતું કે તમે સિદ્ધાંતવાદી અને એકવચની છે, પરંતુ હવે તમારી વાતમાં પણ બે રંગ જણાવા લાગ્યા છે. એકને તમે કહે છે કે દહીં ફાયદાકારક છે અને બીજાને તમે કહો છો કે દહીં નુકશાનકારક છે, તે આમાં અમારે શું સમજવું? દહીં તે ફાયદાકારક છે કે નુકશાનકારક?” કુશલ વૈદ્ય કહ્યું તમારા જેવા સમજુ અને શાણુ માણસને આ શબ્દો બોલવા શોભતા નથી, કારણ કે હું ભૂતકાળમાં સિદ્ધાંતવાદી રહ્યો છું, આજે પણ સિદ્ધાંતવાદી જ છું અને ભવિષ્યમાં પણ તે પ્રમાણે જ વર્તવાની ઈચ્છા રાખું છું. એટલે અસત્ય વચન બોલવું કે કેઈની બનાવટ કરવી એ મારા સ્વભાવમાં જ નથી. હમણું દહીં વિષે મેં જે કાંઈ કહ્યું, તે પૂરી પ્રામાણિકતાથી જ કહ્યું છે ને તેથી તે તદ્દન સાચું છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : : ૮૩ : સાચું અને ખોટુ આ વૈદ્ય ખરેખર સિદ્ધાંતવાદ્વી હતા અને પાપકારી તથા પરગજુ તરીકે પ્રસિદ્ધ થયેલા હતા તથા કાઇ પણ કારણસર જૂઠું ખેલતેા નહિ. તેથી પેલા માણુસને પેાતાના સહુસા વચન માટે પસ્તાવા થા. તેણે નમ્રતાથી કહ્યું : વૈદ્યરાજ ! મને માફ કરે. મારાથી આ શબ્દો જરા ઉતાવળમાં ખેલાઇ જવાયા છે, પણ હું હૃદયથી માનું છું કે આપ અસત્ય મેલેા તેમ નથી કે કોઇની બનાવટ કરે તેમ નથી. પરંતુ મારી સામાન્ય બુદ્ધિમાં એ વાત નથી ઉતરતી કે એક જ વસ્તુ ફાયદાકારક અને નુકશાનકારક બને કેમ હાઇ શકે ? યા તે તે ફાયદાકારક હાવી જોઇએ યા તેા તે નુકશાનકારક હૈ!વી જોઇએ, માટે કૃપા કરીને આપે જે કાંઇ કહ્યુ તેને સ્પષ્ટ ખુલાસા કરે. કુશલ વૈદ્યે કહ્યું: હવે તમારી વાત ખરાખર છે. કેાઈ પણ વાતનું રહસ્ય આપણાથી ન સમજાય તેા તેના વિષે ગમે તેમ એલી નાખવું, તેના કરતાં તે વસ્તુને સમજવાનેા પ્રયત્ન કરવા એ જ શાભાસ્પદ છે. આપણે જે કાંઇ જાણીએ છીએ ને માનીએ છીએ, તે દરેક વસ્તુનું માપ કાઢવાને પૂરતું નથી. હવે મારા અભિપ્રાયને ખુલાસા કરું. પહેલા દરદીની નાડ જોતાં જ હું સમજી ગયા કે તે જૂના મરડાના દરદી છે. આ દરદને માટે દહીંના ઉપયાગ ફાયદાકારક મનાય છે. તેથી મેં કહ્યું કે ‘દહીં તે બહુ ફાયદાકારક, માટે તમે જરૂર ખાવાનું રાખા. ’ ત્યાર પછી બીજા દરદીએ મને નાડ બતાવી. તે કફના આજારી હતા અને હું અનુમાનથી સમજી શકયે કે તે દરદી ખાવાપીવાની ખાખતમાં જરૂર એકાબૂ હશે. આ રાગવાળાને માટે દહીં નુકશાનકારક હાવાથી મેં જણાવ્યુ કે ‘આ દુનિયામાં Page #89 -------------------------------------------------------------------------- ________________ - ધર્મ બધ-ગ્રંથમાળા ૮૪ : : પુષ્પ ખાવાની વસ્તુ કયાં આછી છે કે તમને દહીં ખાવાનુ મન થાય છે?' મતલબ કે તમે ખાઇ શકે તેવી પથ્ય ચીજો ઘણી છે. અને તે જ તમારે ખાવી જોઇએ, પર`તુ તેના સ્વભાવ જોતાં મારી. આ શિખામણ કારગત થશે કે કેમ એ ખાબતમાં હું" શંકાસ્પદ હતા, તેથી મે. વધારામાં જણાવ્યુ કે જો તમારે મારી દવા કરવી હાય તા એ નુકશાનકારક ચીજને અડશેા નહિં, તેમ છતાં જો અડશે તે તેને જોખમદાર હ નથી.' આ હેવામાં મારા બીજો ઉદ્દેશ એ પણ હતા કે તેને હું જે દવા આપવાના હતા તે રાસાયણિક હતી અને તેમાં દહીંના વપરાશ બિલકુલ ચાલી શકતા નથી, હવે તમે જ કડા કે—આ વાતમાં મેં અસત્ય કહ્યું ? અને મહેરખાન ! તમારે તેા દહીંને ફાયદાકારક ને નુકશાનકારક અને માનવાનું છે. જો શરીરની સ્થિતિ જોઇને ૠતુ અનુસાર ચેાગ્ય પ્રમાણમાં લેશેા તા તે ફાયદાકારક છે અને જો શરીરની સ્થિતિની દરકાર કર્યા વિના ઋતુ એઋતુ ગમે તેમ વાપરશે તે તે નુકશાનકારક છે. આ સાંભળીને પેલા માણુસે કાનની બૂટ પકડી. પણ હજીય તેના મનનુ જોઇએ તેવું સમાધાન થતું ન હતું. એટલે તેણે કહ્યું: વૈદ્યરાજ ! એ વાત તે તદ્દન સાચી છે કે એ દહીં ઋતુ-એઋતુ અને ગમે તેમ ખાઇએ તે નુકશાન કરે, પણ હું તેા એ જાણવા માગું છું કે દહીં પાતે લાભકારક કે નુકશાનકારક? કુશળ વૈદ્યે કહ્યું: દહીં પાતે તે લાભકારક પશુ નથી ને નુકશાનકારક પણ નથી. કારણ કે લાભ અને નુકશાન એ કાંઈ Page #90 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું': ઃ ૨૫ : સાચુ' અને ખાટ્ટુ તેના સ્વભાવિક ગુણ્ણા નથી. એ તે વાપરનારને તેના વિષેને અભિપ્રાય છે. એટલે કાઈને માટે તે લાભકારક હાય અને કોઈને માટે નુકશાનકારક હાય. જેવા તેને વાપરનાર ! · ત્યારે દુનિયામાં અમુક વસ્તુ સારી ને અમુક વસ્તુ ખાટી કહેવાય છે તેનુ કેમ ? જો વસ્તુ પોતે સારી કે ખાટી ન હાય તે લાકે એને સારી કે ખાટી શા માટે કહે ?' પેલા માણુસે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યાં. કુશલ વૈદ્યે જણાવ્યું: ‘ અમુક વસ્તુ સારીને અમુક વસ્તુ ખરાખ, એમ કહેવું એ અભિપ્રાય જ છે, પરંતુ એ અભિપ્રાય જ્યારે ઘણા લેાકેાના હાય છે ત્યારે સામાન્યપણે એમ કહેવાય છે કે અમુક વસ્તુ સારી છે અથવા અમુક વસ્તુ ખરાબ છે. પણ તેના અર્થ એ નથી થતા કે તે બધા સચેાગામાં બધાને માટે સારી છે કે બધાને માટે ખરાબ છે. દાખલા તરીકે સાકર સહુ સારી કહેવાય છે, તે સામાન્ય ઉપયાગને લક્ષમાં રાખીને જ કહેવાય છે, પરંતુ તે જ સાકર જો કવરવાલાને કે સન્નિપાતના દરદીને આપી હાય તે ? તેને માટે એ ખરાબ જ કહેવાશે. એટલે કોઈ પણ વસ્તુ અમુક ઉપયાગથી કે અમુક દૃષ્ટિથી જ સારી કહેવાય છે ને અમુક ઉપયોગ કે અમુક દૃષ્ટિથી જ ખરાબ કહેવાય છે. તેવા કાઈ પણુ ઉપયોગ વિના કે તેવી કોઈ પણ દૃષ્ટિ વિના માત્ર સારા કે ખાટાને વ્યવહાર થઈ શકતા નથી. હું માનું છું કે મારા આટલા ખુલાસાથી તમને સતેષ થયેા હશે ને દહીં લાભકારક પણ છે ને નુકશાનકારક પણ છે એ કથનની વાસ્તવિકતા સમજાઈ હશે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ધમ બધ-ગ્રંથમાળા : e} : - પુષ્પ પેલા માણુસને હવે વિશેષ કાંઈ પૂછવાનું ન હતુ. તેથી તેણે વૈદ્યના આભાર માન્યા અને તેની કુશલતાની ભારાભાર પ્રશંસા કરી. તેમને આ વાર્તાલાપ શાંતિથી સાંભળી રહેલા બીજા દરદીઓએ પણ તેમાં પેાતાના સૂર પૂરાવ્યે. અસત્ય અને સત્યની વ્યાખ્યા. આ દૃષ્ટાન્તાથી એ હકીકત સિદ્ધ થાય છે કે પરસ્પર વિરોધી લાગતી એવી એ ખાખતા એક જ વસ્તુમાં સાઁભવી શકે છે અને તે ખ'ને વાસ્તવિક હાય છે, એટલે તેમાં એક સાચી અને બીજી ખાટી એમ હાતુ નથી. પરંતુ તે મને ખાખ સાપેક્ષ હાઇને જ્યારે અનેને સ્વીકાર કરવામાં આવે છે ત્યારે પૂર્ણ સત્ય પ્રગટ થાય છે એટલે જ (૧) દ્રવ્યને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ સાચુ છે અને પર્યાયને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ ખાટું છે, એમ કહેવુ એ અસહ્ય છે-મિથ્યા છે; તથા— (૨) પર્યાયને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ સાચું છે અને દ્રવ્યને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણ ખાટું છે, એમ કહેવું પણુ અસત્ય છે—મિથ્યા છે; પરંતુ— (૩) દ્રવ્યને અનુલક્ષીને થયેલું નિરીક્ષણ પણ વાસ્તવિક છે અને પર્યાયને અનુલક્ષીને થયેલુ નિરીક્ષણુ પણ વાસ્તવિક છે, એમ કહેવું સાચું છે. અને તેથી (૪) વિશ્વ વ્યવસ્થા અને તેના વ્યવહાર બરાબર સમજવાને માટે દ્રવ્ય તથા પર્યાય ઉભયને અનુલક્ષીને નિરીક્ષણ કરવુ' એ જ વ્યાજબી છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ વીજું : : ૮૭ : સાચું અને ખોટું અનેકાન્તદષ્ટિ. . વસ્તુની એક જ બાજુ તરફ ઢળવુંવસ્તુના એક જ છેડા પર નજર રાખવી અને તેના વિષે અભિપ્રાય બાંધો એને (એક-અંત) એકાંતદષ્ટિ કહેવામાં આવે છે. તેથી વસ્તુની બંને બાજુને જેનારી–વસ્તુના બંને છેડાને લક્ષમાં લેનારી અને તે રીતે અભિપ્રાય બાંધનારી દૃષ્ટિ અનેકાંત કહેવાય છે. આવી અનેકાંતદષ્ટિ રાખ્યા સિવાય કઈ પણ વસ્તુને વિશદ બેધ થઈ શકતો નથી, કેઈપણ ઘટનાનું ઊંડું રહસ્ય સમજી શકાતું નથી કે કઈ પણ કૂટ પ્રશ્નને ચગ્ય નિવડે લાવી શકાતે નથી. તેથી વિચાર અને વ્યવહાર એ બંને ક્ષેત્રમાં અનેકાંતદષ્ટિ એક સરખી ઉપગી છે. જે તત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, કલા કે વિજ્ઞાનના વિધ-વિધ ક્ષેત્રમાં થયેલી પ્રગતિને આજ સુધીને ઈતિહાસ તપાસવામાં આવે તે આ વાતની પૂરી પ્રતીતિ થશે. મનુષ્ય અને તેનાં સુખ દુઃખને વિચાર અનેક દૃષ્ટિએ કરતાં જ તત્વજ્ઞાનને ઉદય થયે. વ્યક્તિ અને સમાજને સંબંધ અનેક દષ્ટિએ વિચારતાં જ ધર્મનું તત્વ મળી આવ્યું. હૃદયગત ભાવેને આકાર આપવાની અનેકવિધ દૃષ્ટિમાંથી જ સાહિત્ય અને કલા નિર્માણ થયાં. અને એક વસ્તુને અનેક દષ્ટિએ અનેક રીતે તપાસવાના પ્રયાસમાંથી જ વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. જે તે પૂર્વકાલીન રૂઢ માન્યતાઓને પકડીને બેસી રહ્યું હોત તો તેની કઈ પણ શોધખેળ અમલમાં આવતા ખરી? દાખલા તરીકે “ખંડ બહુ ભારે છે અને પાણીમાં તે ડૂબી જાય છે,” આવી એકાંત રૂઢ માન્યતા લાંબા વખતથી પ્રચલિત હતી. પરંતુ વિજ્ઞાને તેને બીજી દષ્ટિએ જેવાને માન્યતાઓ અને તે દાખલા તરની કઇ Page #93 -------------------------------------------------------------------------- ________________ હિમધ-ચંથમાળા : ૮૮ : પ્રયાસ પણ ચાલુ રાખ્યો. અને તેમ કરતાં તેને જણાઈ આવ્યું કે લેખંડ અમુક સગોમાં હલકું પણ છે અને તેથી પાણીમાં તરી શકે તેમ છે. તેના આ અનેકાંતજ્ઞાને લોખંડની સ્ટીમરે તરતી થઈ તથા ડુબક કિસ્તીઓ દરિયાના પાણીમાં ડુબકીઓ મારીને ચાલવા લાગી. વળી શબ્દ સંબંધમાં જૈનદર્શન સિવાય બીજા બધાની માન્યતા એવી હતી કે તે અરૂપી છે અને તેથી કંઈ પણ રીતે પકડી શકાય તેવું નથી, પરંતુ વિજ્ઞાન આ એકાંતદષ્ટિને વળગી રહ્યું નહિ. તેણે તે અનેકાંતદષ્ટિને ઉપયોગ જ ચાલુ રાખ્યો. અને ત્યારે જ તે જાણી શકાયું કે શબ્દ રૂપી છે અને તેથી અમુક સંગોમાં તે પકડી શકાય તે છે. તેના આ જાતના જ્ઞાનમાંથી ગ્રામફેન, ટેલિફેન અને રેડિયે જેવાં સાધને હસ્તીમાં આવ્યા. એ જ મુજબ દરેક શેખેળનું સમજવાનું છે. અનેકાનદષ્ટિનું મહત્ત્વ. જ્ઞાનપ્રાપ્તિનાં મુખ્ય સાધને અભ્યાસ, તુલના અને સમવય મનાય છે. પરંતુ અનેકાંતદષ્ટિ ન હોય તે તેમાંનું કઈ પણ સાધન સંભવી શકે ખરૂં? વસ્તુઓને અનેક દષ્ટિએ જેવી અને તપાસવી એ અભ્યાસ છે. વસ્તુઓમાં રહેલા વિવિધ ગુણોને અનેક દષ્ટિએ સરખાવવા એ તુલના છે. અને વસ્તુએમાં રહેલા વિરુદ્ધવિરુદ્ધ અનેક ગુણોમાં સમાનતા શેધવી એ સમન્વય છે. એટલે અનેકાંતદષ્ટિ ન હોય તે અભ્યાસ સંભવત નથી, અનેકાંતદષ્ટિ ન હોય તે તુલના થઈ શકતી નથી અને અનેકાંતદષ્ટિ ન હોય તે સમન્વય સાધી શકાતે નથી. તાત્પર્ય કે જે અનેકાંતદષ્ટિને આગળ કરીને ચાલવામાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : : ૮૯ : સાચુ' અને ખોટ્ટ આવે તે જ સત્યપ્રાપ્તિ તરફ ઝડપી કૂચ કરી શકાય છે અને જ્ઞાનના ભડાળમાં વિશ્વાસ લાયક ઉમેશ કરી શકાય છે. 6 વ્યવહાર તરફ નજર કરેા તે ત્યાં પણ અનેકાંતાષ્ટિની જ સફલતા જણાશે. જે મનુષ્ય પેાતાના એક”ને વિચાર કરે છે તે સ્વાથી અને એકલપેટા ગણાય છે, જ્યારે ૮ અનેક ’ના વિચાર કરનાર વિવેકી અને પરગજુ ગણાય છે. વળી જે મનુષ્ય પિતા, માતા, પત્ની, પુત્ર, પુત્રીએ કે સ્વજન એ બધા પર સરખી નજર ન રાખતાં તેમાંનાં કાઈ એક તરફ જ ઢળેલા રહે છે, તેને વ્યવહાર શીઘ્ર ખગડે છે અને તેથી તે અનેક પ્રકારની વિડંબનાને પાત્ર બને છે, તે જ રીતે જે મનુષ્ય પેાતાને પાનાચંદ તરીકે, પ્રાણશંકર તરીકે, પૃથ્વીરાજ તરીકે કે પૂંજા તરીકે માત્ર ‘એક” ગણે છે, તે આ જગતમાં પેાતાનું કર્ત્તન્ય ખરાખર મજાવી શકતે નથી. જ્યારે પેાતાને પાનાચંદ, પ્રાણશંકર, પૃથ્વીરાજ કે પૂજા ઉપરાંત કોઈના પુત્ર, કાઇના પિતા, કાઇના પતિ, કાઇના ભાઈ, કોઈના કાકા, કાઇના મામા, કેાઈના પુએ કે કોઇ ગામ, નગર અથવા દેશના વતની તથા કેાઈ પણ જ્ઞાતિ, સમાજ કે ધર્મના સભ્ય એમ અનેક પ્રકારના ગણે છે, તે જ પાતાની ફરજ યથાર્થ રીતે ખજાવી શકે છે અને તેને જ ખરી સલતા પ્રાપ્ત થાય છે. " જે મનુષ્યા એમ માને છે કે ‘ વિવિધ દૃષ્ટિબિંદુએ ધરાવતા એ પક્ષમાં એક સાચા અને બીજો ખાટા હાવા જોઇએ; પરંતુ બંને ખાટા કે અને સાચા હોઈ શકે નહિ. તેમણે પેાતાની આ માન્યતા વ્યવહારના ક્ષેત્રમાં કસી જોવા જેવી છે. ધારા કે સાસુ અને વહૂ વચ્ચે ઝઘડા જામ્યા છે અને તે કાઈ Page #95 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૯૦ : ઃ પુષ પણ રીતે પતતું નથી. આવા પ્રસંગે તે કુટુંબને અગ્રણું શું કરશે? જે એકને સારી કે સાચી કહેશે ને બીજીને ખરાબ કે બેટી કહેશે તે એ ઝઘડો કદી પતશે ખરો ? એવા પ્રસંગે ઠાવકાઈથી એમ જ કહેવું પડશે કે “તમારી પણ ભૂલ છે અને તમારી પણ ભૂલ છે, માટે શાણું થઈને સમજી જાઓ.” અથવા “તમે બંને ડાહ્યા થઈને આ શું કરે છે? માટે હવે શાંત થાઓ.” અનેકાન્તદષ્ટિની આથી વિશેષ સપળતા બીજી કઈ હોઈ શકે ? અનેકાંતદષ્ટિને સ્વીકાર. અનેકાંતદષ્ટિનો સ્વીકાર એક યા બીજા સ્વરૂપે જગતના તમામ પ્રસિદ્ધ દર્શનોએ અને તત્વવેત્તાઓએ કરેલ છે. ઋગવેદમાં જણાવ્યું છે કે “નારાની સરાણીવાની' (૧૦ ૧૨૯-૧) અર્થાત્ એ વખતે સત્ પણ ન હતું અને અસત્ પણ ન હતું. ઈશાવાસ્યોપનિષદ્દમાં જણાવ્યું છે કે કેતિ જ્ઞાતિ તદ્ન તરિત' (૫) અર્થાત્ તે હાલે છે અને નથી હાલતે તથા તે દૂર પણ છે અને નજીક પણ છે. કઠોપનિષદુમાં બ્રહ્મનું વર્ણન કરતાં કહ્યું છે કે “સોળવાન્ મતો મરીયાન' (૨-૧૦) અર્થાત તે અણુથી પણ નાને છે અને મહાનથી પણ મહાન છે. વળી શ્રીમદ્ ભગવદ્દગીતામાં કહ્યું છે કે “ચાલ શર્મયોગાશ્વ નિરાલુમી (પ૯) અર્થાત્ સંન્યાસ અને કર્મવેગ બંને ઉત્તમ છે. વેદાન્તના અનિર્વચનીય વાદમાં, કુમારિનના સાપેક્ષવાદમાં અને બદ્ધોના મધ્યમ માર્ગમાં એક પ્રકારની અનેકાંતદષ્ટિ નહિ તો બીજું શું છે? વેદમાં જ એ વખતમાં જ તે હવે Page #96 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : : ૯૧ : સાચું અને ખોટુ* ગ્રીક દર્શનમાં એમ્પીડાલીસ, એટામિસ્ટસ્ અને અનૈ સાગારસ દાનિકાએ ઈલિયટિક્સના નિત્યવાદ અને હૈરેલિટસના ક્ષણિકવાદના સમન્વય કરીને નિત્યઢશામાં રહેલા પદાર્થાંમાં આપેક્ષિક પરાવર્તનના સિદ્ધાંત સ્વીકારેલા છે. પશ્ચિમના આધુનિક વિચારકામાં પણ આ જાતના વિચારોની કમી નથી. દાખલા તરીકે જર્મનીના પ્રખ્યાત તત્ત્વવેત્તા હેગલ કહે છે કેવિરુદ્ધધર્માંત્મકતા એ જ આ સંસારનું મૂલ છે. કાઇ વસ્તુનુ યથાર્થ વર્ણન કરવા માટે એ વસ્તુ સંબંધી સ ́પૂર્ણ સત્ય કહેવાની સાથે એ વસ્તુના વિરુદ્ધ ધર્મના સમન્વય કેમ થઈ શકે એ ખતાવવું જ જોઈએ. નૂતન વિજ્ઞાનવાદના પ્રચારક બ્રેડલે જણાવે છે કે-ખીજી વસ્તુ સાથે તુલના કરવાથી પ્રત્યેક વસ્તુ આવશ્યક અને અનાવશ્યક એમ એ રીતે સિદ્ધ થાય છે. માનસશાસ્ત્રના વિદ્વાન પ્રે. વિલિયમ જેમ્સ કહે છે કે-આપણી દુનિયા અનેક છે. સાધારણ મનુષ્ય એ દુનિયાનુ જ્ઞાન એક બીજાથી અસદ્ધ અને અનપેક્ષિત કરે છે. પરંતુ પૂર્ણ તત્ત્વવેત્તા તે જ છે કે જે બધી દુનિયાને એક બીજાથી સંબદ્ધ તથા અપેક્ષિત રૂપમાં જાણે છે. આવા જ વિચારે નૈયાયિક જોસેફ, પેટી અને એડમન્ડ હામ્સ આદિ વિદ્વાનેાએ પ્રગટ કરેલા છે. અનેકાંતવાદ એ જ સ્યાદ્વાદ. અનેકાંતષ્ટિ એક યા બીજા રૂપે સર્વત્ર સ્વીકારાયેલી હાવા છતાં તેનું સ્પષ્ટ અને વ્યવસ્થિત નિરૂપણુ કરીને તેની એક વાદ ( સિદ્ધાંત ) તરીકે સ્થાપના કરનાર તે જૈનધમ જ છે Page #97 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : હર : * પુષ્પ અને કદાચ એકલે જ છે. આ વાદને આધારે થતી વાક્યરચનામાં સ્યાત્ ' પદની પ્રધાનતા હોય છે, જેમ કે – (૧) સ્થાત્ ચરિત આ વસ્તુ અમુક અપેક્ષાએ છે. (૨) થાત્ નાતિ. આ વસ્તુ અમુક અપેક્ષાઓ નથી. (૩) ચાર્ અતિરાતિ. આ વસ્તુ અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાઓ નથી. (૪) ચા અવશ. આ વસ્તુ બે વિરુદ્ધ અપેક્ષાથી કહી શકાય તેવી નથી એટલે અવક્તવ્ય છે. (૫) કથા, રિત વરાથ. આ વસ્તુ અવક્તવ્ય હવા છતાં અમુક અપેક્ષાએ છે. (૬) દયા રાશિત અવશ્ય. આ વસ્તુ અવક્તવ્ય હવા છતાં અમુક અપેક્ષાએ નથી. (૭) યર્ સરિતારિત વાક્ય. આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી, તેથી તેને સ્યાદ્વાદ પણ કહેવામાં આવે છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તેમના પ્રસિદ્ધ વ્યાકરણમાં ‘સિદ્ધિ થાક્રાન્ત” એ સૂત્ર પરની પવૃત્તિમાં જણાવે છે કે “સાથિયમને તરોત્તવાન્ ! સતા સ્થાધાનેરાતવાત” અવ્યય અનેકાન્તનું ઘાતક છે, તેથી સ્યાદ્દવાદ એ અનેકાન્તવાદ છે. જે “સ્થાત ”ને અર્થ ૮ કથંચિત્ ” કે “કેઈ અપેક્ષાથી” એ પ્રમાણે કરીએ તે એક જ વસ્તુમાં અનેક ધર્મને સ્વીકાર કરવાને પ્રસંગ ઉભું થાય Page #98 -------------------------------------------------------------------------- ________________ વીજું ૯૩ : સાચું અને ખોટું છે, જે અનેકાન્તવાદ અને સ્યાદ્વાદની અભિન્નતાને જ પ્રકટ કરે છે. આ વાદ અપેક્ષાપ્રધાન હોવાથી કેટલાક તેને અપેક્ષાવાદ તરીકે પણ ઓળખે છે. સ્યાદવાદનું સાહિત્ય. અનેકાન્તવાદ, અપેક્ષાવાદ કે સ્વાદુવાદનું મહત્વ અને સ્વરૂપ સમજવા માટે નીચેનું સાહિત્ય જેવાની જરૂર છે. (૧) નાગમ-આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મકથા વગેરે. (૨) જનાગમનું ટીકા સાહિત્ય-ઉપરના સૂત્રે પર રચાયેલી નિયુક્તિઓ, ચૂર્ણિઓ તથા ટીકાઓ. (૩) શ્રી ઉમાસ્વાતિકૃત તત્વાર્થભાષ્ય. (૪) શ્રી કુંદકુંદાચાર્ય કૃત પંચાસ્તિકાય અને સમયસાર. (૫) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિતર્ક અને ન્યાયાવતાર. (૬) શ્રી સમન્તભદ્રકૃત આસમીમાંસા. (૭) શ્રી મલ્લવાદીકૃત દ્વાદશાનિયચક (૮) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક ભાષ્ય. (૯) શ્રી અકલંકકૃત તત્વાર્થ રાજવાર્તિક (૧૦) શ્રી હરિભદ્રસૂરિકૃત અનેકાંતજયપતાકા, શાસ્ત્રવાતસમુચ્ચય તથા ગદ્દર્શનસમુચ્ચય. . Page #99 -------------------------------------------------------------------------- ________________ લધ-ચંથમાળા : ૯૪ : પુષ્પ (૧૧) શ્રી વિદ્યામંદકૃત તત્વાર્થ કાર્તિક, અષ્ટસહસી અને આસપરીક્ષા. (૧૨) શ્રી અભયદેવસૂરિકૃત સન્મતિતર્ક ટીકા (વાદમહાઈવ) તથા પ્રમેયકમલમાર્તડ. (૧૩) શ્રી વાદિદેવસૂરિકૃતિ પ્રમાણનયતરવલકાલંકાર અને તે પરની સ્યાદ્વાદરત્નાકર નામની ટીકા. (૧૪) શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અન્યગવ્યવર છેદિક, અગવ્યવચ્છેદિકા તથા પ્રમાણમીમાંસા. (૧૫) શ્રી મલિષેણસૂરિકૃત સ્યાદ્વાદમંજરી ટીકા. (૧૬) શ્રીમદ્દ યશોવિજયજીકૃત નપદેશ, નયરહસ્ય, નયપ્રદીપ, ન્યાયખંડનખાદ્ય, ન્યાયાલેક, શાસ્ત્રવાર્તાસમુચ્ચય પરની ટીકા, સ્યાદ્વાદકલ્પલતા તથા અષ્ટસહસ્ત્રી ટીકા. આ ઉલ્લેખ નેંધપાત્ર સાહિત્યને જ છે. તે સિવાય બીજી પણ નાની મોટી અનેક કૃતિઓ ઉપલબ્ધ છે. સ્યાદ્વાદ વિષે ગેરસમજ અને અવળે પ્રચાર. સ્વાદુવાદ પર રચાયેલા સાહિત્ય દ્વારા તેને યોગ્ય પરિચય કરવાને બદલે તેનું ઉપરટપકે નિરીક્ષણ કરીને કેટલાક વિદ્વાનેએ તેને સંશયવાદ કે અનિશ્ચિતવાદ તરીકે જાહેર કર્યો છે. આ પ્રવૃત્તિ શ્રીમછંકરાચાર્યથી માંડીને આજના સુપ્રસિદ્ધ વિચારક છે. રાધા દિનન સુધી ઓછા કે વત્તા અંશે ચાલુ રહેલી છે અને કેટલાકેએ તેનું ખંડન કરવાનો પ્રયાસ પણ Page #100 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ૩ ઃ ૯૫ ઃ સાચુ' અને ખોટુ કર્યાં છે. પરંતુ આ પ્રવૃત્તિ કેટલી સમુચિત ગણી શકાય તેમા ખ્યાલ નીચેના સત્યપ્રિય તટસ્થ વિચારકેાના અભિપ્રાય પરથી આવી શકશેઃ અભ્યાસીઓના અભિપ્રાય. શ્રીમાન્ પડિંત ગંગાનાથ ઝા એમ.એ; ડી. લીમ્ એક સ્થલે જણાવે છે કે-જ્યારથી મેં શંકરાચાર્ય દ્વારા થયેલું જૈન સિદ્ધાંતનું (અનેકાંતવાદનું) ખડન વાંચ્યું ત્યારથી મને ખાતરી થઈ કે આ સિદ્ધાંતમાં ઘણુ મહત્ત્વ રહેલું છે, જેને વેદાન્તના એ આચાર્ય સમજ્યા નથી. જો તેમણે જૈન ધર્મના મૂળ ગ્રંથા જોવાનુ કષ્ટ ઉઠાવ્યું હાત તા તેમને એના વિરોધ કરવા જેવી કોઈ વાત દેખાત નહિ. ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર શ્રી આનંદશંકર ખાપુભાઈ ધ્રુવજે વર્ષોં સુધી કાશી હિંદુ વિદ્યાપીઠના આચાય હતા, તેમણે એક માનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે–સ્યાદ્વાદના સિદ્ધાંત એકીકરણના દૃષ્ટિબિંદુને આપણી સમક્ષ રજૂ કરે છે. શંકરાચાયે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યાં છે તે એના મૂળ રહસ્યની સાથે મિલકુલ સંબંધ ધરાવતા નથી, એ તેા એક વાત સિદ્ધ છે કે વિવિધ દૃષ્ટિબિન્દુથી નિરીક્ષણ કર્યાં વિના આપણે કાઈ પણ વસ્તુ પૂરીત્યા જાણી શકતા નથી, અને તેથી જ સ્યાદ્વાદ ઉપયોગી અને સાર્થક છે. મહાવીરના અતાવેલા સ્યાદ્વાદને લેાકેા સંશયવાદ કહે છે પણ હું એ વાતને સ્વીકાર કરતા નથી. સ્યાદ્વાદ એ સંશયવાદ નથી પણ આપણુને એક દૃષ્ટિબિંદુ પૂરું પાડે છે. અને વિશ્વનિરીક્ષણુ માટે નવા પાઠ આપે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ધમધ-માળા ૯૬ : હિંદના વિદ્વાન સાહિત્યકાર કાકા શ્રી કાલેલકર જણાવે છે કે-એક જ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક જાતિ, એક એક જમાને અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે અને તેથી પરસ્પર વિરોધી દેખાતી છતાં બધી દષ્ટિએ સાચી હોય છે, એ જૈનેના સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં ઘડાએલું આપણે જોઈએ છીએ. વળી તેઓ “ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ' નામના લેખમાં જણાવે છે કે–અમુક દષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દિસે છે, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માંધે જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આ દુનિયામાં આપણું સ્થિતિ છે. સદુગત હૈસુર નરેશે એક માનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે-જૈન ધર્મના અનેકાંતવાદે તમામ ધર્મો, ફિલસુફીઓ અને યુક્તિવાદનું એક્ય શોધેલું છે. પંડિત હંસરાજજી શર્માએ “દર્શન અને અનેકાંતવાદ” એ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે-અનેકાંતવાદ એ અનુભવસિદ્ધ, સ્વાભાવિક અને પરિપૂર્ણ સિદ્ધાન્ત છે. આ જ રીતે બીજા અનેક તટસ્થ વિદ્વાનોએ આ સિદ્ધાંતના મહત્વને સ્વીકાર્યું છે, જેમાં યુગપુરુષ મહાત્મા ગાંધીજીને પણ સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું છે કે-અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનોની દષ્ટિએ તેમને, ખ્રિસ્તીની દષ્ટિએ તેમને વિચાર કરતાં શીખે. મારા વિચારોને કઈ બેટા ગણે ત્યારે મને તેના અજ્ઞાન વિષે પૂર્વે રોષ Page #102 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું : : ૯૭ : સાચું અને ખોટું ચઢતે. હવે હું તેઓનું દષ્ટિબિન્દુ તેઓની આંખે જોઈ શકું છું. કેમ કે હું જગતના પ્રેમને ભૂખે છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે. સ્યાદ્વાદને સંદેશ સ્યાદ્વાદને સંદેશ એ છે કે-મિથ્યા માન્યતા અને તેના આગ્રહમાંથી દુરાગ્રહ પેદા થાય છે, દુરાગ્રહમાંથી કલેશ અને કંકાસનાં બીજ વવાય છે અને કલેશ કે કંકાસનાં બીજમાંથી મેટા ઝઘડા કે લડાઈઓ ફાટી નીકળે છે, જે પિતાને તથા આસપાસના સઘળાને ખુવાર કરે છે, તેથી સાચું એ છે કેદુરાગ્રહને છોડી દે અને મધ્યસ્થતાને ધારણ કરવી, જેથી દરેક વસ્તુને વિચાર નિષ્પક્ષપાતપણે કરી શકાય અને તેમાં સાચું શું છે અને ખોટું છે? તે યથાર્થ રીતે જાણી શકાય. ઉપસંહાર જુદા જુદા કથને અને મંતવ્યમાંથી યેગ્ય સાર ગ્રહણ કર અને “મારું તે સાચું નહિ” પણ “સાચું તે મારું' એ સિદ્ધાંતને અનુસરી જ્યાં સત્ય જણાય ત્યાંથી તેને ગ્રહણ કરવું અને તે બધાને ઉપગ રાગદ્વેષ રહિત થવામાં કરી કે જેના પરિણામે મુક્તિનું મંગલ સુખ અવશ્ય માણી શકાય. | સર્વે મનુષ્ય “સાચું અને બટું” સમજતા થાય અને તેના વિવેક વડે પિતાના આત્માનું તથા વિશ્વનું કલ્યાણ કરે એ જ મંગલકામના. Page #103 -------------------------------------------------------------------------- ________________ સુખ જોઈતું હોય તે શું કરવું? सुखार्थ सर्वभूतानां, मताः सर्वाः प्रवृत्तयः । सुखं नास्ति विना धर्म, तस्मात् धर्मपरो भवेत् ॥ અથ–સર્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિઓ સુખને માટે જ માનેલી છે, પરંતુ ધમ વિના સુખ મળતું નથી, તેથી ધમ કરવામાં જ તત્પર થવું જોઈએ. તાત્વિક પ્રકાશ મેળવ હોય તે શું કરવું? निःसङ्गो निर्ममः शान्तो, निरीहः संयमे रतः । यदा योगी भवेदन्तः, तत्त्वमुद्भासते तदा ॥ અથ–જયારે ગ સ સંગ રહિત, મમતા રહિત, શાંત ઈચ્છા રહિત અને સંયમને વિશે રાગી થાય છે ત્યારે તેના અંતઃકરણમાં તવને પ્રકાશ થાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ SSM 696 ' WS તુરત ગ્રાહક બને. સહુ કોઈ સમજી શકે તેવી શૈલી ને ભાષામાં | તૈયાર થતી. ધર્મધ ગ્રન્થમાળા” ના તુરત ગ્રાહક બને. જેમાં જગત અને જીવનને જોવાની સાચી દ્રષ્ટિ રજૂ કરતાં સુખ, " શાંતિ અને સામર્થ્ય પ્રાપ્તિનો સારો રાહ બતાવતાં, જૈન ધર્મની પરમ પવિત્ર વિચારધારાને રજૂ કરતાં 20 પુસ્તકે બહાર પડશે. પુસ્તકોનાં નામ 1 ત્રણ મહાન તકો 8 જ્ઞાનોપાસના 15 બે ઘડી યોગ 2 સફળતાની સીડી - 9 ચારિત્રવિચાર [સામાયિક) [ પુરુષાર્થ ] 10 દેતાં શીખે [ દાન ]. 16 મનનું મારણ 3 સાચું અને ખાટું [ધ્યાન]. 11 શીલ અને સૌભાગ્ય [ સ્યાદ્વાદ ] - [ શીલ ] 17 પ્રાર્થના અને પૂજા 4 આદર્શ દેવ [સુદેવ 12 તપનાં તેજ [તપ ] [ આવશ્યક ક્રિયા ] 5 ગુરુદર્શન [ સુગુરુ ] 13 ભાવનારુષ્ટિ ભાવો 18 ભક્ષ્યાભર્ચ 6 ધર્મામૃત [ સુધર્મ ] , 14 પાપને પ્રવાહ - 19 જીવનવ્યવહાર 7 શ્રદ્ધા અને શક્તિ [18 પા૫સ્થાનક] 20 દિનચર્યા કુલ પાનાં 1600, લવાજમ રૂા 10 પટેજ અલગ. પાંચ પાંચના ગુચ્છમાં પાંચ પાંચ મહિને અપાશે. ગ્રાહક થવાનાં ઠેકાણાં:શા. લાલચંદ નંદલાલ સરસ્વતી પુસ્તક ભંડાર ઠે. રાવપુરા, ઘી કાંટા, ઠે. રતનપલ, હાથીખાના, વડોદરા. અમદાવાદ, મેધરાજ જૈન પુસ્તક ભંડાર છે. ગુલાલવાડી, ગેડીજીની ચાલ નં. 1 મુંબઈ [ shik N () { T AT /\" A 62