________________
સએલ-2 માળા
: પુષ્પ
: ૩૦ :
બુદ્ધિ
વાગે
96
બુદ્ધિનુ પરિણામ પૂરું' છે. ' ક્રૂડના ડાંડિયા કપાળમાં ફૂડ ત્યાં ઘુડ • ખાડા માઢે તે પડે’ વગેરે કહેવતા કુબુદ્ધિથી આવનારા આખરી અનિષ્ટ પરિણામનું સૂચન કરે છે. તે સંબંધી નીચેનુ દૃષ્ટાંત વિચારવા ચેાગ્ય છે.
ધર્મબુદ્ધિ અને પાપમુદ્િ
એક નગરમાં ધર્મ બુદ્ધિ અને પાપમુદ્ધિ નામના બે વિષ્ણુકા રહેતા હતા. તેઓ એક બીજાને સારી રીતે ઓળખતા હતા એટલું જ નહીં પણુ વખત આવ્યે એક બીજાનું કામ પણ કરતા હતા, તેથી બંને વચ્ચે મૈત્રી થઇ. હવે એક વખત તે અને મિત્રાએ પરદેશમાં જવાના વિચાર કર્યાં કારણ કે વિદ્યા, શિલ્પ અને ધનની વૃદ્ધિ પરદેશમાં ગયા વિના થતી નથી.
અને મિત્ર પરદેશ ગયા અને ત્યાં સારી કમાણી કરી. પછી તેઓ ઘેર આવવાને નીકળ્યા. તેઓ ગામની નજીક આવ્યા એટલે પાપમુદ્ધિની બુદ્ધિમાં ફેર પડયા. તે વિચાર કરવા લાગ્યા કે " આ ધર્મબુદ્ધિનું ધન કાઈ પણ રીતે પડાવી લઉં તા એકદમ ધનવાન થઈ જાઉં, તેથી કાઈ યુક્તિ લડાવવા દે. ’ એથી તેણે ધર્મબુદ્ધિને કહ્યું: ' ભાઈ! આ ધન કમાતાં આપણુને ઘણી મહેનત પડી છે એટલે તે રફેદફે ન થઈ જાય તે જોવું જોઇએ, જો આપણે આ બધું ધન ઘરે લઇ જઇશું તે કુટુંઆએ અને સંબંધીએ માગણી કર્યાં વિના નહિ રહે. અને તેમની માગણી થશે એટલે કાંઈ ને કાંઇ તે આપવુ' જ પડશે; માટે સારા રસ્તા એ છે કે આ ધનને માટો ભાગ આપણે