________________
ધમધ-ચંથમાળ : ૨૦ : જાળમાંથી મુક્ત કરશે.” તેથી બધા કબૂતરે ગંડકીના કિનારે ઉતર્યા અને હિરણ્યકના અનેક કારવાળા રહેઠાણ પાસે ગયા. | હિરણ્યકે મિત્ર તરીકેની ફરજ બજાવીને તે કબૂતરનાં બંધનો છેદી નાંખ્યા એટલે તે પોતાના ઠેકાણે ગયા. આ જોઈ લઘુપતનકે વિચાર કર્યો કે “આ હિરણ્યક બહુ ચતુર જણાય છે અને તેની બુદ્ધિ ઉત્તમ છે. હું જે કે પ્રકૃતિથી ચંચળ છું અને કોઈને વિશ્વાસ કરતા નથી, તથા બનતાં સુધી કોઈથી છેતરાતો નથી, છતાં પણ આની સાથે મિત્રતા કરું, કારણ કે વિત્તહીન કે સાધનહીન દશામાં બુદ્ધિવાળે મિત્ર મદદગાર થાય છે. તેથી તેણે હિરણ્યકના દર આગળ જઈને કહ્યું કે “હું લઘુપતનક નામને કાગડે છું અને તારી સાથે મિત્રતા ઈચ્છું છું.”
તે સાંભળી હિરણ્યકે કહ્યું: “હું ભેજ્ય છું અને તું ભક્તા છે; તેથી આપણુ બે વચ્ચે પ્રીતિ કેવી રીતે થાય?”
કાગડાએ કહ્યું “અરે ઉંદરજી! તમને ખાઉં એમાં મારું પિટ ક્યાં ભરાઈ જવાનું હતું? પણ તમે છે તે કઈક દિવસ-ચિત્રગ્રીવને ઉપયોગી થયા તેમ મને પણ ઉપયોગી થાઓ, તેથી મારી માગણીને અનાદર કરશે નહિ.” - હિરણ્યકે કહ્યું: “તું સ્વભાવથી ચપળ છે અને ચપળને નેહ કરવામાં સાર નહિ. કહ્યું છે કે “બિલાડીને, પાડાને, મેંઢાને, કાગડાને અને કાપુરુષને વિશ્વાસ કરે નહિ.”
લઘુપતનકે કહ્યું “એ બધું ઠીક છે. પ્રમાણે તે બંને