________________
બાદ-ગ્રંથમાળા : ૨૬ :
ઃ પુષ્પ કેમ તે હું જાણવા ઇચ્છું છું, માટે દરેક પંડિતે પિતાને અભિપ્રાય લખીને જણાવ.” ' તે પરથી પંડિતેઓ ચિત્રનું નિરીક્ષણ કર્યું અને પિતપિતાને અભિપ્રાય નીચે મુજબ લખી જણાવ્યા
એક અભિપ્રાયઃ “આ ચિત્ર બધી રીતે સુંદર છે, પણ તેમાં વાળનું સૌદર્ય જોઈએ તે રીતે પ્રકટ થતું નથી.'
બીજો અભિપ્રાયઃ “આ ચિત્ર એકંદર સારું છે, પણ વીણાવાદન કરનારી સુંદરીમાં જે પ્રકારનું ભાદ્દીપન થવું જોઈએ તે જણાતું નથી.”
ત્રીજો અભિપ્રાયઃ “આ ચિત્ર ચિત્રકારના અપ્રતિમ કૌશલ્યને રજૂ કરે છે પણ તેમાં દર્શાવેલી વર્ષાવતુ પ્રસ્તુત નથી. તે માટે વસંતઋતુને સમય પસંદ કરે જોઈતું હતું.”
ચોથે અભિપ્રાયઃ “આ ચિત્રની નાયિકામાં અંગસૌષ્ઠવ જોઈએ તેવું જણાતું નથી.” - પાંચમે અભિપ્રાયઃ “આ ચિત્રમાં વરાભૂષા પર જોઈએ તેટલું ધ્યાન અપાયું નથી. બીજી રીતે ચિત્ર વખાણવાલાયક છે.”
છઠ્ઠો અભિપ્રાયઃ “આ ચિત્રનું રેખાંકન મેળું જણાય છે.”
સાતમે અભિપ્રાયઃ “આ ચિત્રના રંગવિધાનમાં જોઈએ તેવી દીપ્તિ નથી.”
આઠમે અભિપ્રાયઃ “આ ચિત્રનું આયોજન મનોહર નથી.” રાજાએ પંડિતોના આ અભિપ્રાયથી ચિત્રકારને વાકેફ