________________
: ૨ :.
સાચું અને ખોટું
જાણવાનું સાધન. ખાવું-પીવું, ઊઠવું–બેસવું, જવું–આવવું, સૂવું—ઊંઘવું, રક્ષણ કરવું, અવાજ કર, પ્રજોત્પત્તિ કરવી અને તેની સારસંભાળ કરવી વગેરે કેટલાક વ્યવહારે મનુષ્યમાં અને પશુપક્ષીઓમાં સમાનપણે જોવામાં આવે છે, એટલે કે તેમાં મનુષ્ય. ની કોઈ વિશિષ્ટતા નથી. પરંતુ સત્સંગ કરે, સદાચાર પાળ, એક બીજાને મદદ કરવી, એક બીજાનું ભલું કરવું, ગુરુની સેવા કરવી, પ્રભુની ભક્તિ કરવી, ધાર્મિક અનુષ્ઠાન કરવાં, ભણવું, ભણાવવું, વાંચવું, વિચારવું, સાધનસામગ્રી અનુકૂળ છતાં તેના તરફ ત્યાગ–ભાવના કેળવવી વગેરે કેટલાક વ્યવહારો એવા છે કે જે મનુષ્યની ખાસ વિશિષ્ટતા છે.
આ વિશિષ્ટતા શેને આભારી છે તે વિચારવું ઘટે છે. એક વાનર, એક કૂતરે કે એક ઘેટું ખાવું-પીવું, જવું