________________
ધમધ-ચંથમાળા : ૪ : ફરવાને, બોલવાને, ચાલવાને, વાત કરવાને, વિવાદ કરવાને, ગાવાને, રેવાને, સૂવાને, બેસવાને પ્રભુભક્તિ, જપતપને અને કઈ પણ ક્રિયા કરવાને કોઈ જ અર્થ નથી, કારણ કે બધામાં તે સઘળી ક્રિયાઓને સમાવેશ થાય છે.
એટલે બધું જ સાચું છે કે બધું જ ખોટું છે એમ માનવું એ યુક્તિ અને અનુભવથી વિરુદ્ધ છે; અને તેથી નિરાધાર ( નિર+આધાર આધાર વિનાનું ), અપ્રામાણિક (અપ્રામાણિક= પ્રામાણિક=પ્રમાણ વિનાનું), ગેરવ્યાજબી (ગય+વ્યાજબી-નહિ વ્યાજબી) કે ખોટું (તથ્ય વિનાનું) છે, જ્યારે “અમુક સાચું છે” અને “અમુક ખેટું છે” એમ માનવું એ સાધાર (સ+આધાર આધારવાળું), પ્રામાણિક, વ્યાજબી કે સાચું (તથ્યવાળું) છે.
જ્યાં અમુક સાચું હોય અને અમુક ખાટું હોય, ત્યાં કયું સાચું છે અને કયું ખોટું છે?” એ જાણવાની જરૂર છે, જેથી સાચાને બેઠું અને ખેટાને સાચું માનવાનો પ્રસંગ આવે નહિ.
સાચાને સાચું માનવું અને બેટને ખેટું માનવું એ વ્યાજબી છે, યોગ્ય છે, ન્યાયી છે, સંગત છે, અવિસંવાદી છે કે “સમ્યક છે, અને સાચાને ખેટું માનવું અને ખેટાને સાચું માનવું એ ગેરવ્યાજબી છે, અગ્ય છે, અન્યાયી છે, અસંગત છે, વિસંવાદી છે કે મિથ્યા છે, તેથી “સાચાને સાચું માનનાર અને ખેટાને ખોટું માનનાર” મનની વૃત્તિને, મનના વલણને કે મનના આગ્રહને નિર્ચની પરિભાષામાં સમ્યક્ત્વ