SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું : : ૬૧ : સાચું અને મારું - “હે સુંદર નેત્રવાળી ! ઈરછા પ્રમાણે ખા અને પી. હે સુંદર અંગવાળી! જે યૌવનાદિક વીતી જશે તે તેને ફરીથી પ્રાપ્ત થશે નહિ. હે ભીરુ ! જે સુખાદિક ગયું છે, એટલે તે તર્યું છે, તે ફરીથી પ્રાપ્ત થશે નહિ, કારણ કે આ શરીર કેવળ મહાભૂતને સમુદાય જ છે.” “જીવવું ત્યાં સુધી મેજથી જીવવું. પાસે પૈસા ન હોય તે કેઈનું દેવું કરીને પણ માલમલીદો ઉડાડવા કારણ કે આ દેહ એક વાર ભસ્મીભૂત થયા પછી પાછો મળવાને નથી.” “મધ, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન એ પાંચ પ્રકારના આચારને અનુસરવાથી હે દેવિ ! મનુષ્યને શી મોક્ષ થાય છે.” લોહીનો કાદવ થાય તેવડો મોટો પશુયજ્ઞ કરવાથી સ્વર્ગસુખની પ્રાપ્તિ થાય છે.” એટલે સુજ્ઞ મનુષ્યએ શાની સંજ્ઞામાત્રથી ભેળવાઈ ન જતાં, તેમાં કે ઉપદેશ આપે છે અને વસ્તુનું સ્વરૂપ કેવા પ્રકારનું બતાવ્યું છે, તેની પરીક્ષા કરવી ઘટે છે, અને તેમાં જેનું કથન અવિસંવાદી, પ્રામાણિક અને ન્યાયપુરસ્સરનું જણાય તેને જ સાચા તરીકે સ્વીકાર કરે યોગ્ય છે. અખબારનાં રંગઢંગ. કેટલાક એમ માને છે કે “અખબારેમાં જે કંઈ છપાય છે, તે બધું જ સાચું. પરંતુ એ સમજ ભૂલભરેલી છે.
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy