________________
મધમાળા : ૧૨ : શિખામણ આપતે જાઉં છું. તે તું બરાબર સાંભળી લે અને તેને સાવધાનીપૂર્વક અમલ કરજે. તે શિખામણે આ પ્રકારની છે. (૧) ઘર ફરતી દાંતની વાડ કરજે. (૨) દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ. (૩) સ્ત્રીને બાંધી મારજે (૪) હમેશાં મીઠું જમજે (૫) ગામેગામ ઘર કરજે (૬) દુઃખ પડે ત્યારે ગંગાને કાંઠે ખેદજે અને (૭) સંદેહ પડે તે પાટલીપુત્ર જઈ મારા મિત્ર સોમદત્તને પૂછજે. | શેઠ સ્વર્ગવાસી થયા અને ભેળાએ પિતાની શિખામણને અમલ કર્યો, પરંતુ તેમ કરતાં તેની પાસેનું બધું દ્રવ્ય ખલાસ થયું અને તે નિર્ધન થઈ ગયે. તેથી બધેથી હડધૂત થવા લાગે. કહ્યું છે કે –
દ્ધિએ પૂજા પામતા, ધન સાથે ગુણ જાય; દ્રવ્યવિહણુ માનવી, મૃતક સમ તેલાય. ભૂષણ ગિરિજા-કેતનું તસ રિપુ તસ પતિ જેહ; તસ રામા જસ ઘર નહીં, ખરે વિગુતે તેહ,
મનુષ્ય ધનવડે પૂજાય છે અને ધન જતાં જાણે નિર્ગુણ બની ગયા હોય તેવા લેખાય છે. ખરેખર ! દ્રવ્ય વિનાના માનવીની ગણતરી મડદા જેવી જ થાય છે.
ગિરિજાતંત એટલે પાર્વતીના પતિ શિવજી. તેમનું ભૂષણ તે સાપ. તેને રિપુ તે ગરુડ તેના પતિ તે વિષ્ણુ, અને તેની રામા તે લક્ષમી. એ જેના ઘરમાં રહેતી નથી, તે બિચારો બધા ઠેકાણે વગેવાય છે.