Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 96
________________ ત્રીજું : : ૯૧ : સાચું અને ખોટુ* ગ્રીક દર્શનમાં એમ્પીડાલીસ, એટામિસ્ટસ્ અને અનૈ સાગારસ દાનિકાએ ઈલિયટિક્સના નિત્યવાદ અને હૈરેલિટસના ક્ષણિકવાદના સમન્વય કરીને નિત્યઢશામાં રહેલા પદાર્થાંમાં આપેક્ષિક પરાવર્તનના સિદ્ધાંત સ્વીકારેલા છે. પશ્ચિમના આધુનિક વિચારકામાં પણ આ જાતના વિચારોની કમી નથી. દાખલા તરીકે જર્મનીના પ્રખ્યાત તત્ત્વવેત્તા હેગલ કહે છે કેવિરુદ્ધધર્માંત્મકતા એ જ આ સંસારનું મૂલ છે. કાઇ વસ્તુનુ યથાર્થ વર્ણન કરવા માટે એ વસ્તુ સંબંધી સ ́પૂર્ણ સત્ય કહેવાની સાથે એ વસ્તુના વિરુદ્ધ ધર્મના સમન્વય કેમ થઈ શકે એ ખતાવવું જ જોઈએ. નૂતન વિજ્ઞાનવાદના પ્રચારક બ્રેડલે જણાવે છે કે-ખીજી વસ્તુ સાથે તુલના કરવાથી પ્રત્યેક વસ્તુ આવશ્યક અને અનાવશ્યક એમ એ રીતે સિદ્ધ થાય છે. માનસશાસ્ત્રના વિદ્વાન પ્રે. વિલિયમ જેમ્સ કહે છે કે-આપણી દુનિયા અનેક છે. સાધારણ મનુષ્ય એ દુનિયાનુ જ્ઞાન એક બીજાથી અસદ્ધ અને અનપેક્ષિત કરે છે. પરંતુ પૂર્ણ તત્ત્વવેત્તા તે જ છે કે જે બધી દુનિયાને એક બીજાથી સંબદ્ધ તથા અપેક્ષિત રૂપમાં જાણે છે. આવા જ વિચારે નૈયાયિક જોસેફ, પેટી અને એડમન્ડ હામ્સ આદિ વિદ્વાનેાએ પ્રગટ કરેલા છે. અનેકાંતવાદ એ જ સ્યાદ્વાદ. અનેકાંતષ્ટિ એક યા બીજા રૂપે સર્વત્ર સ્વીકારાયેલી હાવા છતાં તેનું સ્પષ્ટ અને વ્યવસ્થિત નિરૂપણુ કરીને તેની એક વાદ ( સિદ્ધાંત ) તરીકે સ્થાપના કરનાર તે જૈનધમ જ છે

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104