________________
ત્રીજું
: ૮૧ : સાચું અને ખોટું એક વસ્તુને અનેક અંગ હોય ત્યાં કોઈ પણ અંગ વડે તેનું નિરીક્ષણ કરી શકાય છે. પણ તેમ કરતાં બાંધેલ અભિપ્રાય એ પૂર્ણ સત્ય નથી. તે દરેક અભિપ્રાય તિપિતાનું દષ્ટિબિંદુ રજૂ કરે તેટલા અંશે સાચે છે પણ અસત્ય નથી કે મિથ્યા નથી. તે અસત્ય કે મિથ્યા ત્યારે જ બને છે કે જ્યારે તે બીજા સત્ય અંશને નિષેધ કરે. અહીં આંધળાઓએ
જ્યારે પિતાને એ અભિપ્રાય પ્રગટ કર્યો કે “આ હાથી સુપડા જેવું છે.” “મને તે સાંબેલા જેવું લાગે છે ” “ મને તે ભૂંગળ જેવો લાગે છે.” ત્યારે તેઓ સત્યની એક બાજુ પ્રગટ કરતા હતા. પણ જ્યારે તેમણે એમ કહેવા માંડયું કે આ હાથી સુપડા જેવું છે પણ સાંબેલા વગેરે જે નથી, સાંબેલા જે છે પણ સુપડા વગેરે જે નથી ત્યારે તેઓ અસત્ય હકીત રજૂ કરી રહ્યા હતા; કારણ કે તે હાથી બીજી વસ્તુઓ જેવો પણ હતા. મહાવતને અભિપ્રાય પૂરેપૂરો સાચે હતો કારણ કે તે હાથીની બધી બાજુઓને બરાબર રજૂ કરતે હતે.
કુશલ વૈદ્ય. કુશલ વૈદ્ય જુદા જુદા અનેક રોગોના ઉપચાર કરતો હતો. તેથી તેના દવાખાનામાં અનેક જાતના દરદીઓ આવતા હતા. એક વખત એક દરદીએ પિતાની નાડ બતાવીને પૂછ્યું કે વૈદ્યરાજ ! તમે દહીં વિષે શું ધારે છે? હું દહીં ખાવાનું રાખું તો કેમ ?
કુશલ વૈદ્ય કહ્યું: દહીં તે બહુ ફાયદાકારક, માટે તમે જરૂર ખાવાનું રાખો.