________________
કમબોધ-માળા ૮ર :
પછી તરત જ બીજા દરદીએ નાડ બતાવીને પૂછયું કે વૈદ્ય મહાશય ! મને પણ દહીં ખાવાનું ઘણું મન છે, માટે હું પણ ખાઉં કે કેમ ?
બીજા દરદીને આ પ્રશ્ન સાંભળીને કુશલ વૈદ્ય બેલી ઉક્યો આ દુનિયામાં ખાવાની વસ્તુઓ કયાં ઓછી છે કે તમને દહીં ખાવાનું મન થાય છે? હું તમને સાફ સાફ જણાવું છું કે જે તમારે મારી દવા કરવી હોય તે એ નુકશાનકારક ચીજને અડશો નહિ. તેમ છતાં જે ખાશે તે તેને જોખમદાર હું નથી.
તમે પણ કમાલ છે વૈદ્યરાજ !' દહીં વિર્ષને બે જાતને અભિપ્રાય સાંભળીને ત્યાં બેઠેલ એક ઓળખીતે માણસ બેલી ઉઠ. “તે આજ સુધી એમ જ સમજતું હતું કે તમે સિદ્ધાંતવાદી અને એકવચની છે, પરંતુ હવે તમારી વાતમાં પણ બે રંગ જણાવા લાગ્યા છે. એકને તમે કહે છે કે દહીં ફાયદાકારક છે અને બીજાને તમે કહો છો કે દહીં નુકશાનકારક છે, તે આમાં અમારે શું સમજવું? દહીં તે ફાયદાકારક છે કે નુકશાનકારક?”
કુશલ વૈદ્ય કહ્યું તમારા જેવા સમજુ અને શાણુ માણસને આ શબ્દો બોલવા શોભતા નથી, કારણ કે હું ભૂતકાળમાં સિદ્ધાંતવાદી રહ્યો છું, આજે પણ સિદ્ધાંતવાદી જ છું અને ભવિષ્યમાં પણ તે પ્રમાણે જ વર્તવાની ઈચ્છા રાખું છું. એટલે અસત્ય વચન બોલવું કે કેઈની બનાવટ કરવી એ મારા સ્વભાવમાં જ નથી. હમણું દહીં વિષે મેં જે કાંઈ કહ્યું, તે પૂરી પ્રામાણિકતાથી જ કહ્યું છે ને તેથી તે તદ્દન સાચું છે.