________________
ત્રીજું
.: ૭૫ : સાચું અને હું એટલે મટે છે અમર્યાદિત છે કે તેમાં થોડું થોડું નાશ પામનારું વિશ્વ કયારનું યે પૂરું નાશ પામી ગયું હતું અને તેના સ્થાને આજે માત્ર શૂન્ય કે અભાવ જ હોત. ત્યારે “અમુક વસ્તુ નાશ પામી, અમુકને નાશ થયે, એમ જે કહેવાય છે, તેને વાસ્તવિક અર્થ શું થાય છે?” તે સમજવાની જરૂર રહે છે. એ વાત આપણે એક નાનકડા દષ્ટાંતથી સમજીશું.
એક માણસ પાસે સોનાનાં બે કુંડલ હતાં. તે ભાંગીને તેણે હાથની બંગડીઓ બનાવી. હવે વખત જતાં તે બંગડીએને પણ ભાંગી નાખી અને તેનાં વેઢ તથા વીંટીઓ બનાવ્યાં. વળી પ્રસંગ આવતાં તે પણ ભાંગી નાંખ્યાં અને તેને એક હાર બનાવ્યું. આમ તેણે એક વસ્તુને નાશ કરીને બીજી વસ્તુઓ બનાવ્યા કરી. હવે તેમાં કુંડલ, બંગડીઓ અને વેઢ વીંટીઓને નાશ થશે, પરંતુ તેમાં જે સોનું હતું “મૂલ દ્રવ્ય હતું તે તે કાયમ જ રહ્યું.
આ હકીકત વિશ્વને બરાબર લાગુ પડે છે, એટલે તે નવાં નવાં રૂપાંતરને પામે છે, નવાં નવાં સ્વરૂપને ધારણ કરે છે, અથવા તે નવા નવા પર્યામાં પરિણમે છે. પણ તેના મૂળ દ્રવ્યને કિંચિત્ માત્ર નાશ થતો નથી. એટલે આપણે જેને નાશ કહીએ છીએ, તે તેના રૂપાંતરને હેાય છે, તે તેના વર્તમાન આકારને હોય છે, અથવા તે તે તેના પર્યાયને હોય છે પણ મૂળ દ્રવ્યને હેતે નથી, એથી એમ કહી શકાય કે આ વિશ્વ હવે પછી પણ હશે, તેની પછી પણ હશે અને તેની પછીપછી-પછી એમ અનંતકાલ સુધી પણ હશે. મતલબ કે તેને સર્વનાશ સંભવ નથી તેથી તે અનંત છે.