Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 74
________________ વીજું : : : સાચું અને “સ્વભાવકંપ” કે “પ્રકૃતિકંપ”માંથી ઊભી થઈ જાય. પરંતુ વિશ્વ નિયમ મુજબ-વ્યવસ્થા મુજબ ચાલી રહ્યું છે, એટલે એ વાત સિદ્ધ છે કે તેની સમગ્ર વ્યવસ્થા અતૂટ છે, અચલ છે. વિશ્વ અનાદિ છે. વિશ્વની સમગ્ર વ્યવસ્થા જે અતૂટ છે, અચલ છે તે તે કેટલા વખતથી અતૂટ અને અચલ છે તે પણ વિચારવા ગ્ય છે. આ વિશ્વ જેમ અત્યારે છે, તેમ ઘડી પૂર્વે પણ હતું; અને જેમ ઘડી પૂર્વે હતું, તેમ ગઈ કાલે પણ હતું. વળી તે જેમ ગઈ કાલે હતું, તેમ ગયા મહિને પણ હતું; અને જેમ ગયા મહિને હતું તેમજ ગયા વર્ષે પણ હતું. એ જ રીતે સેંકડે વર્ષ પહેલાં, હજારો વર્ષ પહેલાં, લાખે વર્ષ પહેલાં અને કરેડે વર્ષ પહેલાં પણ તે તેવા જ અતૂટ અને અચલ સ્વભાવવાળું હતું. જે એમ ન હોય તે ક્યારેક પણ તે એકાએક ઊભું થઈ ગયું, તેની સમગ્ર વ્યવસ્થા એકાએક ઊભી થઈ ગઈ, એમજ માનવું પડે, જે કારણ અને કાર્યના નિયમથી વિરુદ્ધ છે. મતલબ કે આ વિશ્વમાં “કારણ વિના કેઈ કાર્ય બનતું નથી” એ જે સર્વમાન્ય સ્થાપિત સિદ્ધાંત છે તેનાથી એ ઉલટું છે. જે કારણ વિના જ કાર્ય ઉત્પન્ન થતું હોય તે ગમે ત્યારે ગમે તેવું જ બને અને તેથી કઈ પણ પ્રકારને ચેકસ કેમ કે ચક્કસ નિયમ જળવાય નહિ, પરંતુ વિશ્વમાં તે ચક્કસ ક્રમ અને ચક્કસ નિયમ બરાબર જળવાય છે, તેથી કારણ વિના કાર્યની ઉત્પત્તિ માનવી એ અનુભવથી વિરુદ્ધ છે. છતાં ઘડીભર માની લેવામાં આવે કે આ જગતમાં કારણ વિના કાર્ય થાય છે, તે કઈ પણ પ્રકારની વ્યવસ્થા રહેશે નહિ કે

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104