________________
મધચંથમાળા : ૭૬ :
* પુષ્પ ૪ આ ઢાલ રૂપેરી છે એમ કહેવું તે પણ અમુક અંશે સાચું છે, કારણ કે તેને એક ભાગ જરૂર રૂપેરી છે, પરંતુ તેટલું જ કહેવાથી ઢાલનું પૂરું જ્ઞાન થતું નથી એટલે તેની બીજી બાજુ જાણવાની અપેક્ષા રહે છે.
૫ આ ઢાલ સોનેરી પણ છે અને રૂપેરી પણ છે એમ કહેવું તે સત્ય છે અથવા પૂર્ણ સત્ય છે કારણ કે તે ઢાલ સોનેરી પણ છે અને રૂપેરી પણ છે.
એટલે બે બાજુમાંથી એક બાજુને સાચી ને બીજી બાજુને બેટી કહેનારા બંને બેટા છે. પોતપોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરનારા પણ બીજાના દષ્ટિબિંદુને નિષેધ નહિ કરનારા બંને અમુક અંશે સાચા છે. જ્યારે બંને બાજુની સાપેક્ષ હકીકતને સ્વીકાર કરનારા સંપૂર્ણ સાચા છે.
હાથીનું નિરીક્ષણ. એક રાજાને રસાલે એક ગામથી બીજે ગામ જાતે હતું. તેમાં કેટલાક ઘેડા હતા, કેટલાક ઊંટ હતા અને એક સુંદર હાથી પણ હતું. આ રસાલે બપોર ગાળવા ગામડાની એક ધર્મશાળામાં છે.
ગામ લોકોને ખબર પડી એટલે તેઓ એ રસાલે જેવાને આવી પહોંચ્યા. તેમાં છ આંધળાઓ પણ સામેલ હતા. આ આંધળાઓએ હાથી વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું પણ કોઈ વાર તેને “જે” ન હતો. એટલે તેમણે મહાવતને વિનંતિ કરી કે–ભલા થઈને અમને હાથીને અડકવા દે કે જેથી તેના પર હાથ ફેરવીને તેનું નિરીક્ષણ કરી શકીએ.