________________
ત્રીજું:
: ૬૭ : સાચું અને બેટ વાઈ જાય છે અને જે કામ કરવાની ઈચ્છા હતી નથી, તે જ કામ “પવિત્ર કર્તવ્ય” “મહાન ફરજ” કે એવા જ કેઈ ભળતા નામ નીચે ખુશીથી કરવા લાગી જાય છે!
એકપક્ષી રજૂઆત. અખબારને ધંધે લેકચિ ઉપર નભનાર હોઇને તેના સંપાદકે સમાચારની રજૂઆત કરવામાં મારફાડ, ગુંડાગીરી, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બળાત્કાર, ખૂન, પોલીસખટલા, નાચરંગના જલસા, નાટક સિનેમા, ચળવળ ઉશ્કેરણીના સમાચારેને પહેલી પસંદગી આપે છે. શાંતિ, સહનશીલતા, પ્રામાણિક્તા, સ્વાર્પણ, ત્યાગ, સંયમ, બ્રહ્મચર્ય, વ્રતારાધન, ધર્મપાલન, ધર્મોત્સવ આદિના સમાચારને જૂજ જાજ સ્થાન આપે છે અને ઘણી વખત તે આપતા જ નથી, આ હાલતમાં તે જે કાંઈ છાપે તે બધું જ સાચું કેમ માની શકાય ? એમ માનવું એ સરાસર ભૂલ છે. અખબારે દ્વારા સત્યની પ્રાપ્તિ થઈ શકે નહિ. . '
તાત્પર્ય કે “સાચું અને હું બરાબર સમજવું હોય તે પૂર્વગ્રહને છોડીને દરેક વાતનો વિચાર મધ્યસ્થતાથી કરવાની જરૂર છે.