________________
અમાધચંથમાળા
ઃ પુષ
થઈ છે. પણ તેનું પ્રમાણ માટે નથી. વળી ત્રીજા દિવસે તેમાં જણાવ્યું હશે કે “આપણું લશ્કર ધીમે પણ મકકમ પગલે લડી રહ્યું છે અને તેણે ૪૫૦૦ વાર જેટલી આગેકૂચ કરી છે. સૈનિક ખૂબ મિજાજમાં છે અને હવામાન અનુકૂળ છે.” અને ચોથા દિવસે જણાવ્યું હશે કે “તુએ આજે એકાએક પલટે લીધે હેવાથી આગળ વધવાનું કામ અટકી પડયું છે અને કેટલાક મથકે બીનમહત્વના હેઈને ન્યૂહરચનાની અનુકૂલતા ખાતર તેને છોડી દેવામાં આવ્યાં છે.” એમ સમાચારેની પરંપરા આવ્યા જ કરશે અને તેમાં જે જાતની ભાષા વાપરવામાં આવી હશે તેના પરથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ ભાગ્યે જ આવી શકશે. અને તેથી જ જે સમાચારોને વાંચતા વિજયના ચિહ્નો જણાતાં હોય છે, ત્યાં એકાએક પરાજયના સમાચાર આવી પડે છે અને જેમને પરાજય થઈ રહ્યો છે. એવી છાપ પડી હોય છે, તેમના વિજ્ય-સમાચાર વાંચવા મળે છે.
ચૂંટણુ જગ. કેઈ“ચૂંટણી જંગ ખેલાતું હોય ત્યારે અખબારની આ કલા (?) ઘણે જ વિકાસ પામે છે. એટલે કે તે ખૂણેખાંચરેથી શોધી લાવીને કેટલીક હકીકતે એવા સ્વરૂપે રજૂ કરે છે કે જેથી પાઠકે ઘડીભર તે દિંગ જ થઈ જાય અને ભૂલાવામાં પડે. જે કે પીઢ વાચકો આ જાતના લખાણમાંથી નેવું ટકા બાદ કરીને જ બાકીનાને સાર ગ્રહણ કરતા હોય છે, એટલે જલદી ભરમાઈ જતા નથી, પણ બીજાની સ્થિતિ તેથી વિરુદ્ધ હેઈને એટલે કે “છાપામાં આવતું નેવું ટકા સાચું, દશ ટકા ફેરફારવાળું” એમ માનતા હોઈને સહેલાઈથી આડા રસ્તે દોર