________________
તભાવી લે
જવાબદાર
નથી અને
માં
ધબોધ-ગ્રંથમાળા : ૬૪ : નભાવી લેવામાં આવશે તે આપણે એ મહાન દેશની સુલેહશાંતિ માટે જે જવાબદારીઓ સ્વીકારેલી છે, તે જોખમમાં આવી પડશે. તેથી અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે સરકારી તંત્રે હિમ્મત અને મક્કમતાથી કામ લેવું અને અનિષ્ટ તને ઊગતા જ દાબી દેવાં. હિંદની અશાંત પરિસ્થિતિમાં મુંબઈ ઇલાકે આગળ પડતે જણાય છે કે જે મી. ગાંધીની પ્રવૃત્તિને મુખ્ય પ્રદેશ છે. ત્યાં અભણ મજૂરને ઉશ્કેરવાનું કામ એક સરખું ચાલે છે. તેના પરિણામે વારંવાર છમકલાં થયાં કરે છે. આવું જ એક છમકલું ગઈ કાલે મુંબઈના દાદર વિભાગમાં થયું હતું જે એ વાતને એક વધુ પુરો પૂરો પાડે છે. જે કે સરકારી અમલદારેએ કુનેહ બતાવીને તેને ઊગતાં જ દાબી દીધું છે, તે પણ હવે પછી આ પ્રકારનાં છમકલાં ન થાય તેની પૂરી તકેદારી રાખવી ઘટે છે.”
મૂળ તાર. આ લખાણે જેના પરથી તૈયાર થયા તે ( રૂટરને) મૂળ તાર નીચે મુજબ હતા –
“મુંબઈના મજૂર લત્તામાં એકાએક તેફાન ફાટી નીકળ્યું છે. તેમાં કેટલા ઘવાયા અને કેટલા મરાયા તે સત્તાવાર સમાચારના અભાવે જાણી શકાયું નથી. મામલે તંગ છે. લાગતાવળગતા અધિકારીઓ તે માટે ઘટતાં પગલાં લઈ રહ્યાં છે.”
રૂટરને આ સમાચાર તેના પ્રતિનિધિએ કયા સંગમાં પહોંચાડયા હતા, તે પણ જાણવા જેવું છે. મુંબઈના દાદર લતામાં કેટલાક દિવસ અગાઉ બે મજૂરે વચ્ચે અરસ્પરસની