________________
ધમધ-ચંથમાળા : ૬૨ :
* પુષ્પ કારણ કે અખબારોએ પિતાની અમુક પ્રકારની નીતિ પસંદ કરેલી હોય છે, તેથી જે કાંઈ બનાવ બને, તેને તેઓ પિતાના બીબામાં જ ઢાળે છે અને તેને લગતી જે કાંઈ સેંધ કે અભિપ્રાય પ્રગટ કરે છે, તેમાં પણ એ જ નીતિને વળગી રહે છે. આ વાતની વિશેષ પ્રતીતિ એક જ બનાવ પર પ્રગટ થયેલાં નીચેનાં લખાણ પરથી થઈ શકશે –
(૧) સરકારી ભેદનીતિના પરિણામે મુંબઈના
મજૂરે વચ્ચે થયેલી ગંભીર મારામારી.
દિલ્હી તા. – –૩૨.
વર્તમાન સરકારની મૂડીવાદી વલણથી મજૂરની હાલત દિનપ્રતિદિન બગડી રહી છે. તેમાં યે મજૂરનું સંગઠન તેડવા માટે સરકાર જે ભેદભાવની નીતિ ધારણ કરી રહી છે, તેનાં ભાઠાં પરિણામે હવે સ્પષ્ટ રીતે જણાવાં લાગ્યાં છે. ગઈ કાલે મુંબઈના મજૂરો વચ્ચે ગંભીર પ્રકારની મારામારી થઈ તે એ વાતને એક અચૂક પુરાવે છે. અમે સરકારને પૂછીએ છીએ કે આવી ગંભીર મારામારી એકાએક કેમ થઈ? શું મજૂરોમાં અરસ્પર વધતા જતા અવિશ્વાસની તેને બિલકુલ માહિતી ન હતી ? કે જાણબૂઝીને આંખ આડા કાન કરવામાં આવ્યા છે? જનતા માને છે કે આ પ્રકારની ગંભીર મારામારી એ સરકારની ભેદભાવની નીતિનું સ્પષ્ટ પરિણામ છે, એટલે તે અળખામણું નીતિ વિનાવિલંબે બંધ થવી જ જોઈએ. આ સંબંધમાં વધારે સમાચારની રાહ જોવાઈ રહી છે.”