________________
ધમબોધ-ચંથમાળા : ૫૮ :
* પુજ પ્રયુક્તિથી રાજા ઉપરનું વૈર લીધું, પણ તેથી જે વાનરેએ પિતાના પ્યારા પ્રાણ ગુમાવ્યા હતા, તે તે પાછા ન જ આવ્યા. તાત્પર્ય કે-બહુ વાનરેએ રાજભવનમાં રહેવાનું નક્કી કર્યું હતું છતાં તે “ખોટું” હતું અને માત્ર એક જ વાનરે વનમાં જવાનું પસંદ કર્યું હતું, છતાં તે “સાચું' હતું.
શાસ્ત્રપરિક્ષાની જરૂર કેટલાક એમ માને છે કે “શામાં જે કાંઈ લખ્યું છે, તે બધું જ સાચું છે. પરંતુ તેમનું એ માનવું છેટું છે, કારણ કે શારની રચના મનુષ્ય દ્વારા થાય છે અને બધા મનુષ્ય કાંઈ પૂર્ણ જ્ઞાની, વિશુદ્ધ ચારિત્રશીલ, સંપૂર્ણ પ્રામાણિક કે તદ્દન સ્વાર્થરહિત હોતા નથી. એટલે તેમની રચનામાં એક યા બીજા પ્રકારે “ખોટું” દાખલ થઈ ગયું હોય તે સંભવ છે.
વળી શાસ્ત્ર શબ્દ કેઈ પણ વિષયની ગ્રંથરચનાને છેડે લગાડી શકાય છે. જેમકે-ધર્મશાસ્ત્ર, આચારશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, જોતિષશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રાણુશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, કાળશાસ્ત્ર, પ્રજનનશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઉડ્ડયનશાસ્ત્ર, સંહારશાસ્ત્ર વગેરે વગેરે, એટલે બધાં જ શાસ્ત્રો પવિત્ર અને પ્રામાણિક હેય તેમ માનવાને કારણ નથી. છતાં દલીલની ખાતર માની લઈએ કે તે શા પ્રામાણિકપણે રચાયેલાં છે,
કથા ગિનિયાં છે