Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 61
________________ કમબોધ-રંથમાળા : ૫૬ : = પુષ્પ ફળો? આપણને જે સુખ અહીં મળે છે, તે વનમાં કદી પણ મળવાનું નથી, માટે “પડ પાણા પગ પરની નીતિને અનુસરવું ચગ્ય નથી.” પાંચમા વાનરે કહ્યું: “એ તે સમજાવે કે ઘેટે અને રસઈ અંદરઅંદર લડે, તેમાં આપણે મરે શી રીતે થાય ?' - સમજુ વાનરે કહ્યું. “એ બધું અત્યારે નહિ સમજાય. પણ એ પ્રશ્ન પર મેં બહુ ઊંડાણથી વિચાર કર્યો છે અને તેમાં જે ભાવી નજરે પડયું છે, તે તમને કહી બતાવ્યું છે; માટે મારા પર વિશ્વાસ રાખીને આ સ્થાનને છોડી દે અને ગમે તે બીજે ઠેકાણે ચાલે.” એ સાંભળીને એક વાનરે કહ્યું કે “આ બાબત ઘણી ગંભીર છે, તેથી એક માણસની શિખામણ પ્રમાણે વર્તી શકાય નહિ. વળી પંચ કહે, તે જ હમેશાં પ્રમાણ હોય અને બહુ મતિ જે કાંઈ ફેંસલે કરે તે જ વ્યાજબી ગણી શકાય, માટે આ બાબતમાં બધા વાનરભાઈઓના મત લે.” એ પરથી બધા વાનરોના મત લેવાયા. તેમાં કેઈએ પણ સમજુ વાનરની વાતને ટેકે આપે નહિ, એટલે એકમત વિરુદ્ધ નક્કી કરવામાં આવ્યું કે “હાલ આપણે જે પ્રમાણે રાજભવનમાં રહીએ છીએ, તે જ પ્રમાણે રહેવાનું ચાલુ રાખવું.” પિતાના બંધુઓની આ હાલત જોઈને સમજુ વાનર અત્યંત દુઃખી થયે અને તે એક જ વનમાં ચાલ્યા ગયે. બધા વાનરે તેને મૂર્ખ માનીને, તેની મૂખઈ પર હસવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104