Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 41
________________ ધમધ-ચંથમાળા ૩૬ઃ લાડુ નગરના દરવાજામાંથી બહાર નીકળી શક્યું નહિ. એટલે તેણે એ લાડૂ ધૂર્તને આપતાં જણાવ્યું કે “આ લાડુ એ છે કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે તેવું નથી.” - પેલે ધૂર્ત શેરને માથે સવાશેર મળેલે જાણીને ચાટ પડી ગયા અને ત્યાંથી ચૂપચાપ ચાલતે થયે. કાગડાની સંખ્યા. એક રાજાએ પિતાના મંત્રીને પૂછયું કે આ વીણતટ (બેનાતટ) નગરમાં કાગડાઓની સંખ્યા કેટલી હશે? મંત્રી ત્પત્તિકી બુદ્ધિવાળે હતું, એટલે તેણે તપ્ત જ જવાબ આપે કે “સાઠ હજાર.” રાજાએ પૂછ્યું: “જે એથી ઓછા થાય તે?” મંત્રીએ કહ્યું: “કેઈ કામ પ્રસંગે બહાર ગયેલા સમજવા.' ત્યારે રાજાએ ફરીને પૂછયું અને જે વધારે થાય છે?” મંત્રીએ ઠંડા કલેજે જવાબ આપ્યો “તે બીજા મહેમાન તરીકે આવેલા સમજવા.” એ સાંભળી રાજા ચૂપ થઈ ગયે અને તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગે. વેનચિકી બુદ્ધિ. બે શિ. એક સિદ્ધપુત્ર પાસે બે શિષ્ય નિમિત્તશાસ્ત્રને અભ્યાસ કરતા હતા. તેમાં પહેલો શિષ્ય ગુરુની ભક્તિ ખૂબ જ કરતે

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104