________________
ધમધ-ચંથમાળા : ૫૦ :
|ઃ પુષ્પ જ તે ખોટુ” પરંતુ આ માન્યતા કેટલા અંશે વ્યાજબી છે, તેને ખ્યાલ નીચેના દષ્ટાંતે પર વિચાર કરવાથી આવી શકશે.
વસનાં પગલાં. એક માણસ પોતાની સ્ત્રીને તેડીને ઘેર આવતું હતું. પાસે ભાતું કે પાણી કાંઈ હતું નહિ! હવે રસ્તામાં સ્ત્રીને ખૂબ તરશ લાગી, એટલે તેણે પતિને કહ્યું કે “હે નાથ! મને ખૂબ તરશ લાગી છે !'
પતિએ તેને જવાબ આપતાં જણાવ્યું કે- હે પ્રિયે! ખેદ ન કર. અહીંથી થોડે દૂર, આપણું માર્ગમાં, સુંદર વૃક્ષેની છાયાવાળું, મને હર કમલેથી સુશોભિત અને સ્વાદુ જલથી ભરેલું એક રમણીય સરોવર આવશે.”
તે સાંભળીને સ્ત્રીને આશ્વાસન મળ્યું અને તેણે પહેલાંની માફક જ માર્ગ કાપવાનું ચાલુ રાખ્યું, પરંતુ ઘણું ચાલવા છતાં જ્યારે સરોવર દેખાયું નહિ, ત્યારે તેણે પતિને પુનઃ પૂછ્યું કે “હે નાથ ! હવે સરેવર ક્યારે આવશે?”
પતિએ કહ્યું કે “તે આવવાની તૈયારીમાં છે, માટે જરા પણ ચિંતા કરીશ નહિ.”
આમ પેલી સ્ત્રી સરોવરની આશામાં ને આશામાં ઘેર પહોંચી અને ત્યાંનું જલપાન કરીને સ્વસ્થ બની. પછી તેણે પતિને કહ્યું કે “તમારા જેવા તે કોઈ ઠગારા જેયા નહિ!”
પતિએ કહ્યું: “એમાં ઠગારા શાના? તને શું ઠગી લીધી?