________________
ધર્મબોધ-થમાળા ૪૮ :
તેમ કરતાં એ રાજકુમાર સ્વાદને જિતી શો અને પરિણામે બીજી ઇન્દ્રિયને જિતવામાં પણ સમર્થ થયે.
અહીં મોદકપ્રિય રાજકુમારને બેઠું છેડવાની જે બુદ્ધિ ઉત્પન્ન થઈ તે પરિણામિકી સમજવી.
ચાર પ્રકારની બુદ્ધિનું તાત્પર્ય એ છે કે કેટલાક માણસે અદ્દભુત બુદ્ધિને લીધે કેઈની પાસે શિખ્યા ન હોય છતાં સાચું અને ખેટું પારખી શકે છે, જ્યારે કેટલાક માણસે ગુરુ અને શાસને વિનય કરવાથી બુદ્ધિને વિકાસ એવી રીતે કરી શકે છે કે જેથી સાચું અને છેટું પારખવાને શક્તિમાન થાય છે. કેટલાકમાં આવી બુદ્ધિ સતત અભ્યાસના પરિણામે આવે છે અને કેટલાકમાં આવી બુદ્ધિ વૃદ્ધાવસ્થાના કારણે-ઠરેલપણાના કારણે કે એગ્ય અનુમાને કરવાની શક્તિને લીધે આવે છે.
સારાંશ કે આ જગમાં સર્વસાધારણ મનુષ્યોને માટે સાચું અને હું જાણવાનું સાધન બુદ્ધિ છે અને તેના વડે તે સાચા અને બેટાને નિર્ણય કરે છે.