________________
ધમબોધ-ગ્રંથમાળા : ૫૨ ૪ માટે આજથી બંધા ચેતતા રહેજે!” આટલું કહીને, તે પિતાને ઘેર પાછો ફર્યો.
હવે વરુની વાત તે આખા નગરમાં કર્ણોપકર્ણ પ્રસરી ગઈ અને ચોરે–ચટે-હાટે-વાટે ઘાટે જ્યાં જુઓ ત્યાં એ જ વાત થવા લાગી. એમ કરતાં તે માણસની પિતાની સ્ત્રી પાણી ભરવા માટે પનઘટ પર ગઈ, જ્યાં તેણે એ વાત સાંભળી, તેથી ઘેર આવીને પતિને કહ્યું કે “સાંભળ્યું ? આજે તો આપણુ નગરમાં એક મોટું વરુ આવ્યું હતું અને તે કેઈના સાત ખોટના છોકરાને ઉપાડી ગયું છે!'
પતિએ કહ્યું કે “એ વાત બનવાજોગ નથી. આવા મોટા શહેરમાં વરુ ક્યાંથી આવે?”
સ્ત્રીએ કહ્યું કે “જ્યાં જુઓ ત્યાં આ વાત સંભળાય છે, તે શું બધા ખેટા અને તમે જ એક સાચા? તે દિવસે પણ તમે એવી જ હઠ પકડી હતી. બન્યો આ વિચિત્ર સ્વભાવ તે કેને ગમે?”
તે વખતે પેલા માણસે કહ્યું કે “બધા માણસે બેટા છે અને હું એક સાચો છું; કારણ કે આ વાતનું ખરું રહસ્ય મારા સિવાય બીજું કંઈ પણ જાણતું નથી. અને તને કહી દઉં કે આ અસત્ય વાતને પ્રચાર મેં જ કર્યો છે અને લેકોએ તેને પકડી લીધી છે. એક વાત ચાલી એટલે ચાલી ! પછી કોણ જુએ છે કે તેમાં સાચું શું અને બેટું શું? મારે તને ખાતરી કરી આપવી હતી કે પાંચ માણસનું કહેવું પણ કેટલું પિકળ હોય છે. જે તારે એ વાતને વધારે પુરા જોઈતા હોય