________________
વીજું:
.: ૫૭ : સાચું અને મેટું તે જોઈ લે આ વરુનાં પગલાં” એમ કહીને તેણે વરુનાં બનાવટી પગલાં પાડનારી ચાંખડીઓ તેની આગળ મૂકી. તેથી સ્ત્રીને ખાતરી થઈ ગઈ કે “ઘણા માણસો કહેતાં હોય છતાં તે ખોટું હોઈ શકે છે.”
ચેરની બૂમ એક વાર પવનના ઝપાટાથી છાપરા પરનું એક નળીયું ખસી ગયું. તેથી થોડે ખડખડાટ થયે. એ ખડખડાટ સાંભળીને શેરીનું એક કૂતરું ભસવા લાગ્યું અને તેના ભસવાને અવાજ સાંભળીને બીજા પણ બે ચાર કુતરાં ભસવા લાગ્યાં. એ અવાજથી એક માણસે અનુમાન કર્યું કે “નક્કી કઈ ચેર આટલામાં પેસી ગયા છે! ” અને તેણે બૂમ મારી કે “ચાર! ચોર!!” એ બૂમ સાંભળીને બીજા માણસે બૂમ મારી કે “ચાર! ચેર! પકડે! પકડો !!” એ બૂમ સાંભળીને ત્રીજા માણસે બૂમ મારી કે “ચેર ! ચેર !! પકડે ! પકડે!! આ જાય !” બસ એ તે ચારે બાજુથી ચાર-ચાર અને પકડે–પકડોની બૂમ પડવા લાગી.
એ સાંભળીને ઘણુ માણસો જાગી ઊઠયા ને હાથમાં જે કાંઈ આવ્યું, તે લઈને બહાર નીકળ્યા. તેમણે ગામના ઝાંપા સુધી ગલીએ ગલી અને શેરીએ શેરી તપાસી લીધી; પણ કઈ ચેર મળે નહિ, તેથી આશ્ચર્ય પામીને તેઓ અંદર અંદર પૂછવા લાગ્યા કે “પહેલી બૂમ કેણે પાડી હતી ?” - એકે કહ્યું કે “મેં બીજાની બૂમ સાંભળી હતી, તેથી બૂમ પાડી હતી.” બીજાએ કહ્યું કે “મેં ત્રીજાની બૂમ સાંભળી હતી,