________________
ધમધ-ગ્રંથમાળા : ૪૬ : ને તરુણ સેવ તરત જ બોલી ઊઠ્યા કે “એને ગરદન મારે જોઈએ.” પછી તે જ પ્રશ્ન વૃદ્ધ સેવકોને પૂછયે, એટલે તેમણે કહ્યું કે “એને જવાબ શેડી વાર પછી આપીશું.”
બધા વૃદ્ધ સેવકે ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે ‘રાજાને લાત કેણું મારી શકે? તેની રાણી અથવા પુત્ર સિવાય તેવું કામ કઈ પણ કરી શકે નહિ. અને રાણીને અથવા પુત્રને તે સત્કાર જ કરે જોઈએ.” થેડી વાર પછી તેમણે જવાબ આપે કે “મહારાજ ! આપને લાત મારનારને સત્કાર કરવું જોઈએ.”
એ જવાબથી રાજા ઘણે ખુશ થયે, કારણ કે તેણે એ જ આશયથી પ્રશ્ન કર્યો હતો.
રાજાએ તેને હવાલે આપીને તરુણ સેવકોને જણાવ્યું કે હવે તમે કહો તે માત્ર તરુણેને જ નોકરીમાં રાખ્યું અને તમે કહે તે વૃદ્ધોને પણ રાખું.”
સેવકોએ કાંઈ પણ જવાબ ન આપતાં નીચું જોયું અને રાજાના ઠરેલપણની મનોમન પ્રશંસા કરી.
હીરાની પરીક્ષા એક કલાકાર ઝવેરીએ ખડી સાકરના ટૂકડામાંથી હીરે બનાવ્યું અને તેને પહેલ પાડવા વગેરેની ક્રિયા કરીને આબેહૂબ બનાવ્યું. પછી તે એક રાજા આગળ લઈ ગયે અને ખૂબ આડંબરથી કહ્યું કે “ મહારાજ ! આપ ઝવેરાતની પરીક્ષા કરવામાં એક્કા છે, તે આ હીરાનું મૂલ્ય શું છે, તે કહી આપે.”