________________
ધમધંથમાળા
એટલે તેલ લેવા આવનારા પિતાના કામ સાથે બારી નીચે ગોઠવાઈ ગયા.
પહેલાએ કહ્યું: “પાશેર તેલ આપ.”
ગાંગલીએ કહ્યું: ‘તારું કામ જમીન પર મૂકો અને તેણે ઉપરથી ધાર કરી તે પાશેરનું વાસણ બરાબર ભરાઈ રહ્યું.
બીજાએ કહ્યું: “અધે શેર આપ.”, ત્રીજાએ કહ્યું: “એક શેર આપ.”
થાએ કહ્યું: “સવાશેર ને નવટાંક આપ.” તે દરેકને ગાંગલીએ તેમના કહ્યા પ્રમાણે જ તેલ આપ્યું. આ જોઈને બધા કહેવા લાગ્યા કે “ધન્ય છે ગાંગલીની કુશલતાને ! મેડે ઊભાં ઊભાં તેલની ધાર કરવી અને તેમાં જરા પણ તેલ ઠામની બહાર જાય નહિ કે માપથી વધારે ઓછું આવે નહિ, એ તે ખરેખર ઘણું જ અદ્દભુત કહેવાય.’
ગાંગલીએ કહ્યું: “એ તે રાતદિવસને મહાવરો પડે એટલે બધુંયે આવડે. એમાં અદ્દભુત જેવું કાંઈ નથી.”
કારીગરે અને કલાકારો એક રસે ડેઈથી પિરસવા છતાં બધાને સરખું પીરસી શકે છે.
એક વણકર સૂતરની દડીઓ જોઈને કહી આપે છે કે આનાથી આટલું જ કાપડ ઉતરશે.
એક સુથાર “અમુક માપનું ગાડું બનાવવું છે એમ જાણતાં જ કહી આપે છે કે તેમાં આટલું લાકડું જોઈશે.