________________
ગીજું':
: ૪૧ :
: સાસુ અને ખોટુ
મારામાં આવત નહિં, માટે આપશ્રીના હું જીવનપર્યંત
ઋણી છું.
આ સાંભળી ગુરુએ તેને ધન્યવાદ અને આશીર્વાદ આપ્યા તથા ખીજા શિષ્યને કહ્યુંઃ હે વત્સ ! આ વાતને બધે ખુલાસા તે સાંભળી લીધા છે, માટે તેમાં કસુર તારી જ છે. અમે તે જે કાંઈ શાસ્ત્રીય સિદ્ધાંતા છે તે તમારી આગળ રજૂ કરીએ છીએ ને તેને ખરાખર શીખવીએ છીએ. એ ગ્રહણ કરવાનું અને તેના પર ચિંતન-મનન કરવાનું કામ તમારું છે.’
અહીં પહેલા શિષ્યની બુદ્ધિ શુરુ અને શાસ્ત્રના વિનય કરવાવડે ઉત્પન્ન થઈ તેથી તે વૈનિયકી જાણવી. પાણીની શાધ.
એક રાજા યુવાન સૈનિકાનું લશ્કર લઇને વિજય યાત્રા કરવાને નીકળ્યે. અનુક્રમે તે પોતાના લશ્કર સાથે એક જંગલમાં આવી ચડયા. આ જંગલમાં કાઇ પણ સ્થળે પાણી મળ્યું નહિ તેથી બધા તૃષાતર થઈને પાણીની શોધ કરવા લાગ્યા, પણ તેમાં કાઇને સફલતા મળી નહિ. તે વખતે એક વૃદ્ધ સૈનિકે કહ્યુ કે ‘ ગધેડાઓને છૂટા મૂકે. ભૂમિ સૂંઘતા તે જે સ્થળે પહોંચશે ત્યાંથી પાણી મળી આવશે. ’ એટલે રાજાએ ગધેડાને છૂટા મૂકાવ્યા તે તે ભૂમિ સૂંઘતા સૂંઘતા એવા સ્થળે પહોંચ્યા કે જ્યાં પાણીથી ભરેલું એક તળાવ હતું. એ તળાવનું પાણી પીને રાજાએ તથા સૈનિકોએ પ્રાણ મચાવ્યા.
અહીં વૃદ્ધ સૈનિકની બુદ્ધિ વૈનયિકી જાણવી, કારણ કે તેણે એ બુદ્ધિ વડીલાના વિનયથી મેળવી હતી.