________________
ધમધમાળા : ૩૪ :
ત્પત્તિકી (૨) વૈનાયિકી (૩) કાર્મિકી અને. (૪) પરિણામિકી. તેમાં ઉત્પત્તિ એટલે જન્મ એ જ જેનું કારણ છે તે અત્પત્તિકી કહેવાય છે. તાત્પર્ય કે જે બુદ્ધિ સૂત્ર, ગુરુ કે વડીલની મદદ વિના જન્માંતરીય સંસ્કારજન્ય ક્ષયોપશમની તીવ્રતાથી જ વસ્તુના યથાર્થ મર્મને પકડી શકે છે અને તેના યોગ્ય ઉપાયે ચેજી શકે છે તે અત્પત્તિકી ગણાય છે. જે બુદ્ધિ ગુરુ અને શાસ્ત્રને યોગ્ય વિનય કરવાથી પ્રકટે છે અથવા તે વિનય એટલે શિક્ષણવડ ઉત્પન્ન થાય છે તે વૈનેયિકી કહેવાય છે. જે બુદ્ધિ કર્મ એટલે વારંવારના અભ્યાસથી ઉત્પન્ન થાય છે તે કાર્મિકી કહેવાય છે, અને જે બુદ્ધિ અનુભવથી પાકટ થયેલી હોય છે તથા હેતુ અને અનુમાનના જ્ઞાનવાળી હોય છે તે પરિણામિકી કહેવાય છે.
બુદ્ધિના આ ચાર પ્રકારનું સ્વરૂપ તેનાં દષ્ટાંતે સમજવાથી બરાબર ખ્યાલમાં આવી જશે.
આત્મત્તિકી બુદ્ધિ.
કાકડીવાળ. એક ગામડિયે કાકડીનું ગાડું ભરીને નજીકના શહેરમાં વેચવા ગયે. ત્યાં ચાલાક માણસ તેને ભેટી ગયે. તેણે કહ્યું: “જે કેઈ માણસ આ ગાડાની બધી કાકડીઓ ખાઈ જાય તે તેને શું આપે?” આમ બનવું અશક્ય માનીને પેલા ગામડિયાએ કહ્યું કે “જે કઈ એમ કરે તે તેને નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે નહિ તે લાડુ આપે
પેલા ચાલાક માણસે તે શરતને સ્વીકાર કરીને બધી